તમારી હથેળીમાં જો આ રેખા હશે નાની, તો પ્રેમ સંબંધમાં આવશે તકરાર

હથેળીની આ રેખા જો હોય નાની તો સફળ નથી થતા પ્રેમ સંબંધ

image source

દરેક વ્યક્તિની હથેળીની વિવિધ રેખા જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ તરફ ધ્યાન દોરે છે. હાથની બંને હથેળીઓમાં કેટલીક સરખી રેખાઓ પણ હોય છે. આ રેખાઓ જીવનના ઉતાર-ચઢાવ અને સફળતા તેમજ નિષ્ફળતા નક્કી કરે છે. હસ્તરેખા પરથી વ્યક્તિના સ્વભાવ વિશે પણ જાણી શકાય છે. આવી જ એક રેખા છે હૃદય રેખા.

image source

દરેક વ્યક્તિના હાથની હથેળીમાં બે હૃદય રેખા હોય છે. પરંતુ જો આ બંને રેખા દોષ રહિત હોય તો આવી વ્યક્તિ સાત્વિક બુદ્ધિવાળો હોય છે. હૃદય રેખાનું મધ્યમાંથી તુટવું પ્રેમ સંબંધોમાં ખટરાગ થવાનો સંકેત હોય છે.

હૃદય રેખા અને મસ્તિષ્ક રેખા બંને એક છેડાથી શરુ થઈ અને બીજા છેડા સુધી જતી હોય તો તે વ્યક્તિ અન્ય કોઈની દરકાર કરતી નથી. તેનો સ્વભાવ સ્વાર્થી હોય છે.

image source

હૃદય રેખા પાતળી હોય છે. જેની હૃદય રેખા ગાઢ ન હોય અને પાતળી હોય તો તે વ્યક્તિ રુખા સ્વભાવની હોય છે. જો હૃદય રેખા ગુરુ પર્વતથી શરુ થઈ હોય તો તે વ્યક્તિ દ્રઢ નિશ્ચયી અને આદર્શવાદી હોવાનો સંકેત ગણાય છે. હૃદય રેખા તર્જની આંગળીના મૂળમાંથી શરુ થતી હોય તો માનસિક રીતે પરેશાની રહેતી હોય છે.

image source

હથેળીમાં હૃદય રેખા ન હોય અથવા તો ખૂબ નાની હોય તો તે પ્રેમ સંબંધોમાં અસફળતા મળવાનો સંકેત હોય છે. હસ્તરેખા શાસ્ત્રના નિષ્ણાંતો અનુસાર જો હથેળીમાં હૃદય રેખા એક છેડેથી શરુ થઈ અને બીજા છેડા સુધી જાતી હોય તો તે વ્યક્તિ વર્તમાનમાં જીવનાર વ્યક્તિ હોય છે. આવી વ્યક્તિ ભૂતકાળને ભુલી આગળ વધવાનો સ્વભાવ ધરાવતી હોય છે.

image source

આવા લોકો સપનાની દુનિયાથી દૂર રહે છે અને વાસ્તવિક સ્થિતિઓમાં પોતાનું જીવન જીવે છે. તે કોઈપણ પરિસ્થિતિમાં પોતાની જાતને અનુકૂળ બનાવી લે છે. જો કે આવા વ્યક્તિ સ્વભાવથી ઈર્ષાળુ અને ભાવુક હોય છે.

જો કોઈ વ્યક્તિના હાથમાં હદય રેખા શનિ ક્ષેત્રથી શરુ થઈ હોય અને સૂર્ય પર્વત સુધી પહોંચતી હોય તો તેના સ્વભાવમાં પ્રેમ કરતાં વાસના વધુ હોય છે. આવો યોગ હોય તેવો વ્યક્તિ સ્વાર્થી વર્તન કરનાર હોય છે.

image source

હૃદય રેખા જો લાલ હોય અથવા વધારે ગાઢ હોય તે તે વ્યક્તિ ગરમ સ્વભાવનો હોવાનો સંકેત ગણાય છે. આવા લોકો અન્યની ખરાબ આદતનો ભોગ બની જતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ