હાર્ટ કુકીઝ – મોઢા માં મુક્તા જ ઓગળી જાય એવા ચોકલેટ વાળા બટર બિસ્કિટ, બાળકો ખુશ થઇ જશે…

આ વિકેન્ડ માં બાળકો ને બનાવી આપો આ ખૂબ જ સ્વાદિષ્ટ અને આકર્ષક બિસ્કીટ્સ. બાળકો વાહ વાહ કરતા જશે અને આ કુકીઝ ક્યાં ખતમ થઈ જશે , ખબર પણ નહી પડે. મોઢા માં મુક્તા જ ઓગળી જાય એવા ચોકલેટ વાળા બટર બિસ્કિટ ની રીત જોઈ લઈએ..

નોંધ : આ કુકીઝ માં બટર મહત્વ ની સામગ્રી હોવાથી હંમેશા સારી અને ઊંચી ગુણવત્તા નું બટર જ વાપરવું. ચોકલેટ માં ડીપ કર્યા વિના પણ આ કુકીઝ વાપરી શકાય.

સામગ્રી :

1 કપ=240ml

1 કપ મેંદો

1/4 કપ કોર્નફ્લોર

ચપટી મીઠું

100 ગમ unsalted બટર

1/2 કપ ખાંડ નો ભૂકો

1 ચમચી વેનીલા એસેન્સ

ચોકલેટ ડીપ માટે

1 કપ ચોકલેટ

1 ચમચી બટર

થોડા સ્પ્રિંકલ્સ , સજાવટ માટે

રીત


એક બાઉલ માં લોટ , કોર્ન ફ્લોર અને મીઠું ચાળી લો. બીજ બાઉલ માં બટર ને ફેંટો .. જ્યાં સુધી બટર ક્રીમી, હલકું અને ફુલેલું ના થાય ત્યાં સુધી કરતા રહો.. ત્યારબાદ ખાંડ નો ભૂકો ઉમેરો અને ફરી ફેંટો. ત્યારબાદ તેમાં વેનીલા એસેન્સ અને લોટ મિશ્રણ ઉમેરો.. હળવા હાથે બધું મિક્સ કરી, લોટ ની જેમ તૈયાર કરી લો. પાણી કે દૂધ ની જરૂર નહીં પડે. હવે આ લોટ ને પ્લાસ્ટિક માં વિટી ફિઝ માં 1 થી 2 કલાક કે આખી રાત માટે રાખો.. આપ આ લોટ 2 થી 3 દિવસ સુધી ફ્રીઝ માં સાચવી શકો છો. ફ્રીઝ માંથી કાઢી , 10 મિનિટ માટે પ્લેટફોર્મ પર રહેવા દો. ત્યારબાદ થોડો કોરો લોટ છાંટી થોડું જાડું વણી લો. વણેલી આ રોટલી 0.25 inch જાડી હોવી હોઈએ.. મનપસંદ આકાર આપી કાપી લો.. મેં અહીં કુકીઝ કટર નો ઉપયોગ કર્યો છે. કટ કરેલી આ બધી કુકીઝ ને બેકિંગ ટ્રે માં ગોઠવી લો. પ્રિ હિટ કરેલા ઓવેન માં 180C પર 8 થી 10 મિનિટ માટે બેક કરો.. સાઈડ થોડી બ્રાઉન થવા લાગે એટલે કુકીઝ રેડી… આ કુકીઝ ને સંપૂર્ણ રીતે ઠરવા દેવા.. ચોકલેટ માં ડીપ કરતા પહેલા કુકીઝ ને પૂર્ણ રીતે ઠરવા દેવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ એક તપેલી માં થોડું પાણી ગરમ કરો.. એના પર એક બાઉલ માં ચોકલેટ અને બટર રાખો.. ધીમી આંચ પર ચોકલેટ ઓગળવા દો. ધ્યાન રહે કે ચોકલેટ નું બાઉલ નીચે પાણી ને અડે નહીં.. સરસ એકસરખું ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો..

ગેસ બંધ કરી 2 થી 3 મિનિટ માટે ઠંડુ થવા દો. ત્યારબાદ આ તૈયાર ચોકલેટ માં કુકીઝ ને ડીપ કરો. આપ આપની ઈચ્છા મુજબ સ્પ્રિંકલ્સ થી સજાવટ કરી શકો. એકાદ કલાક માટે સેટ થવા દો. તૈયાર છે આપણા ચોકલેટ વાળા હાર્ટ કુકીઝ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

આ રેસિપી નો વિડિઓ જોવા અહીં ક્લિક કરો..


આશા છે આપને આ કુકીઝ પસંદ આવશે.

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો...જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે...

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ - રસોઈની રાણી.