અમુક લોકોને અંજીર નથી ભાવતું, પણ આજે તેના ફાયદા જાણો અને દરરોજ અંજીરનું સેવન કરો…

 

એવું કહેવામાં આવે છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” જો શરીર તંદુરસ્ત હશે તો મન પણ મજબૂત અને મક્કમ હશે. કુદરતે આપણને તેમના ખજાનામાંથી અનેક એવી વસ્તુઓ અને ઔષધીઓ આપી છે જેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે ક્યારેય માંદા ન પડીએ. જોકે આપણે એ વસ્તુઓના યોગ્ય ઉપયોગ અને ગુણોથી અજાણ હોઈઅ છીએ.

જેથી તેનો ઉપયોગ કરી શકતા નથી અને આ જ કારણથી અમે તમારા માટે હમેશાં કુદરતના ખોડામાંથી કંઈક નવું લઈ આવીએ છીએ. તો આજે અમે તમને અંજીરના ફાયદા વિશે જણાવાનવા છીએ.અંજીરમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. વિટામિન એ, બી, ઉપરાંત ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન અને મેગેનીઝ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે. આ મગજ શાંત રાખે છે અને શરીરને આરામ આપે છે.

આગળ જાણો અંજીરના અઢળક ફાયદાઓ વિશે :

==========================

રોજ સવારે એક સૂકા અંજીરની સાથે પાંચથી દસ બદામ દૂધમાં નાખી બરાબર ઉકાળી તેમાં જરૂર પૂરતી સાકર મેળવીને દૂધ પી જવું. આ રીતે અંજીરનું સેવન કરવાથી તેની પોષણ શકિતનો શ્રેષ્ઠ લાભ મળે છે.

અંજીર લોહીની શુદ્ધિ કરે છે એટલે લોહી સંબંધી રોગોમાં તે ઉત્તમ માનવામાં છે. રોજ રાત્રે ત્રણ નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ (બીયા કાઢેલી) પંદર નંગ લઈ, એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને તે દૂધ પી જવું અને અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા. થોડા દિવસમાં આ ઉપચાર કરવાથી કબજિયાત દૂર થાય છે અને મળશુદ્ધિ થવાથી લોહી પણ શુદ્ધ થવા લાગે છે.

– અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી શ્વાસ-દમની તકલીફમાં સારું પરિણામ આપે છે. દમના દર્દીઓ માટે અહીં અંજીરનો એક સરળ ઉપચાર બતાવવામાં આવ્યો છે. અંજીર અને ગોરખ આમલી આશરે પાંચ-પાંચ ગ્રામ જેટલું લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી શ્વાસ-દમની બિમારીમાં ફાયદો થશે અને હૃદય પરનું દબાણ દૂર થશે.

અંજીર રકતસ્ત્રાવી હરસ-મસાનું અકસીર ઔષધ છે. જે લોકોને મળમાર્ગમાં મસામાંથી રકતસ્ત્રાવ થતો હોય તો તેમણે થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. બેથી ત્રણ નંગ સૂકા અંજીર રોજ રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ખૂબ ચાવીને ખાઈ જવા. એ જ રીતે બીજા બે -ત્રણ અંજીર સવારે પલાળી દઈ સાંજે ખાઈ જવા. દસથી બાર દિવસ આ ઉપચાર કરવો. રકતસ્ત્રાવી મસામાં બહુ જલ્દી ફાયદો થશે.

આમ તો અંજીર પચવામાં ભારે હોવાથી તમને અનુકૂળ આવે તે રીતે અંજીરનું સેવન કરવું જોઈએ. જો કબજિયાતની સમસ્યા હોય છતાં પણ વધુ માત્રામાં અંજીર ખાવામાં આવે તો પેટમાં ચૂંક પણ આવી શકે છે. અંજીરને ખૂબ ચાવીને ખાવા જોઈએ. બરાબર ચાવીને ખાવાથી તે સરળતાથી પચી જાય છે.

સૂકા અંજીરમા ઓમેગા-3, ફિનોલ, ઓમેગા-6 અને ફેટી એસિડ હોવાને કારણે તે હ્યદયની બિમારીને દૂર રાખે છે

અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોવાથીથી હાડકાં મજબૂત રહે છે. અંજીરમાં રહેલું પોટેશિયમ બ્લડ સુગરને નિયંત્રણ કરે છે જેથી અંજીર ડાયાબિટીસનાં દર્દી માટે અત્યંત ફાયદાકારક છે.

તાજા અંજીરને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ સ્ક્રબનું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.

વધતી ઉંમરમાં આવતી નજરની કમજોરીની તકલીફ અંજીરના સેવનથી દૂર થાય છે. આ સિવાય અંજીરનું સેવન થાક દૂર કરે છે અને મગજને સતર્ક બનાવે છે.

સંકલન – દીપેન પટેલ

શેર કરો આ સ્વાસ્થ્ય માટેની વાત તમારા ફેસબુક પર અને દરરોજ વિવિધ માહિતી મેળવવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી