“પાલક મુઠીયા” – ટેસ્ટી તો છે જ સાથે સાથે હેલ્ધી પણ છે.. આજે જ ટ્રાય કરો…

પાલક મુઠીયા એક બહુ જ પૌષ્ટિક અને મજેદાર વાનગી છે. બસ બાફો , વઘારો અને તૂટી પડો   . બાફી ને તરત જ વઘારો અને પીરસો તમારા સ્નેહીજનો ને અને એમની વાહવહી લૂટો .. તાજા બનાવેલા પાલક મુઠીયા સ્વાદ, ફ્લેવર અને દેખાવ માં ઉત્તમ હોય છે, આ મુઠીયા આયર્ન અને ફોલિક થી ભરપુર છે . રાઈ, તલ અને લીલા મરચા નો વઘાર , આ વાનગી ને વધુ આકર્ષક બનાવી દેશે ..

આ મુઠીયા માં પાલક ને બદલે આપ લીલી મેથી ની ભાજી કે કોથમીર કે ખમણેલી દુધી વાપરી શકો છો.

સામગ્રી :

 ૨ કપ જીણી સમારેલી પાલક,
 મીઠું,
 ૧ ચમચી આદુ મરચા વાટેલા,
 ૧/૨ કપ ઘઉં નો લોટ,
 ૧/૨ ચણા નો લોટ,
 ૩ ચમચી રવો,
 ૧ ચમચી લીંબુ નો રસ,
 ૧ ચપટી ખાવાનો સોડા,
 ૧ ચમચી લાલ મરચું,
 ૧/૨ ચમચી જીરા નો ભૂકો,
 ૧/૨ ચમચી હિંગ,
 ૧ ચમચી ધાણાજીરું,
 ૧ ચમચી ખાંડ,
 ૧ ચમચી તેલ,

વઘાર માટે :

 ૧.૫ ચમચી તેલ,
 ૧ ચમચી રાઈ,
 ૧ ચમચી તલ,
 ૧/૨ ચમચી હિંગ,

રીત :

સમારેલી પાલક અને મીઠું થાળી માં ભેળવો .. ૫ મિનીટ સુધી રાખી મુકો..

હળવે થી દબાવી વધારા નું પાણી કાઢી લો.

એક બાઉલ માં આ પાલક , આદુ મરચા ની પેસ્ટ , ઘઉં નો લોટ, ચણા નો લોટ , રવો , જીરા નો ભૂકો , ખાવાનો સોડા , ખાંડ , મીઠું, ૧ ચમચી તેલ , બધું ભેગું કરી નરમ લોટ બાંધવો .

બંને હાથ માં જરા તેલ લઇ આ લોટ માંથી લાંબા મુઠીયા વાળવા .. પ્લેટ માં ગોઠવી ૧૦-૧૨ મિનીટ વરાળ થી બાફવા

બફાઈ જાય એટલે જરા ઠંડા પાડવા દો , ત્યારબાદ નાના ગોળ કાપી લેવા.

કડાય માં તેલ લઇ ગરમ કરો .. ગરમ તેલ માં રાઈ, તલ અને લીલા મરચા , હિંગ નાખી કાપેલા મુઠીયા ભેળવો.

મીઠું , ખાંડ સ્વાદનુસાર કરી લેવા.

ગરમ ગરમ પીરસો અને માણો આ સ્વાદિષ્ટ વાનગી ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેર કરો આ હેલ્ધી વાનગી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી