ચહેરા પર ઉંમર દેખાવા લાગી છે? અજમાવો આ ટીપ્સ…

કોઇ પણ સ્ત્રીની ગમે તેટલી ઉંમર થાય તેમ છતા જો તેમના ફેસ પર કરચલીઓ પડવા લાગે છે તો તેને જરા પણ ગમતું નથી અને તે દુખી-દુખી થઇ જાય છે. પોતાના ફેસ પર પડતી કરચલીઓને દૂર કરવા માટે સ્ત્રીઓ અનેક ઘણી મહેનત કરતી હોય છે. ફેસ પર પડતી કરચલીઓ તમારી ઉંમર કહી દે છે અને તે નાની ઉંમરમાં તમને મોટા દેખાડવાનું કામ કરે છે. આમ, જો પચાસની ઉંમર પછીની વાત કરીએ તો તેમાં મેક-અપ કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે, કારણ કે આ સમયે તમારો મેક-અપ કરવાનો ટાર્ગેટ સુંદરતાને વધુ નિખારવાનો નહીં, પણ ચહેરા પરની એકરચલીઓને દૂર કરવાનો હોવો જોઈએ. એ જરૂરી પણ છે કારણ કે રેખા લગાવે એવીરેડ લિપસ્ટિક જો તમારે પણ આ ઉંમરે લગાવવી હોય તો હોઠની બન્ને કોર્નર પર થતી ફાઇન લાઇન્સ છુપાવવી જરૂરી છે. તો આજે અમે તમને જણાવીશું કે, આફ્ટર ફિફ્ટી પછી મેક-અપમાં શું કરવું જેથી કરીને તમારી ઉંમર નાની લાગે અને સાથે-સાથે તમે સ્માર્ટ પણ દેખાવો.– મસ્કરા પણ લગાવી શકાય, પરંતું ફક્ત ઉપરની પાંપણો પર. આ જ નિયમ આઇ-લાઇનર માટે પણ લાગુ પડે છે, કારણ કે આંખોની નીચેની બાજુએ લગાવેલા મેક-અપથી આંખોનો લુક નેચરલ નહીં લાગે અને મેક-અપ થોડો વધુપડતો હોય એવું લાગશે.– ફાઉન્ડેશન ફક્ત જ્યાં જરૂર હોય ત્યાં જ લગાવો, જેમ કે નાકની બન્ને બાજુકે પછી જ્યાં સ્કિન વધુ લાલ હોય ત્યાં. આંખોની નીચે થોડું ટેક્સ્ચરવાળું કન્સીલર લગાવવું અને એને લગાવતાં પહેલાં મોઇસ્ચરાઇઝરથી બ્લેન્ડ કરવું. જો તમે પચાસ વર્ષની ઉંમર પછી વધુ પ્રમાણમાં ફાઉન્ડેશન લગાવો છો તો તમારા ફેસ પર સારુ નથી લાગતું અને તમારી ઉંમર પણ વધારે દેખાય છે. – રિચ મોઇસ્ચરવાળી પ્રોડક્ટ્સ વાપરો, જેમ કે ક્રીમ બ્લશ, ક્રીમ આઇ-શેડો અને મોઇસ્ચર રિચ ફાઉન્ડેશન.

– રંગો એવા પસંદ કરો જે તમારા સ્કિન ટોન સામે કુદરતી લાગે, જેમ કે ત્વચાને મેળ ખાતા લાઇટ શેડ્સ.

– છેલ્લે મેક-અપને લીધે તમે સુંદરતા ન મેળવો. એને તમારાં ફીચર્સને વધુસુંદર બનાવવા માટે વાપરો. આવા ડૂ અને ડોન્ટ્સ ધ્યાનમાં રાખીને મેક-અપ આ ઉંમરે પણ ઈઝી બની શકે છે.

– નેકલાઇન અને જો-લાઇન પર વધુ ધ્યાન આપો. દાઢી અને ગળા પાસેના એરિયાને મેક-અપ કરવામાં મોટા ભાગની સ્ત્રીઓ ધ્યાન નથી આપતી. ચહેરા પર લગાવો એનાકરતાં એક શેડ ડાર્ક ફાઉન્ડેશન ગળા પર લગાવી શકાય, જેથી ચહેરાને ફેસ લિફ્ટ જેવી ઇફેક્ટ મળે.

– લિપસ્ટિકમાં આછા કેસરિયા લાલ ટોનવાળી મોઇસ્ચરાઇઝિંગ લિપસ્ટિક પસંદ કરવી કે પછી આવા જ શેડનો ગ્લોસ પસંદ કરી શકાય.

– જો લિપ-લાઇનર લગાવવાની પહેલેથી આદત હોય અને લગાવવું જ હોય તો ધ્યાન રહેકે એ નેચરલ શેડનું જ હોય. એ હોઠની લાઇન પર જ લગાવવું, હોઠની બહારથી કેઅંદરથી નહીં.

– બ્લશ વાપરો પણ લગાવતી વખતે સ્માઇલ કરો અને ગાલના ફૂલતા ભાગ પર લગાવો. ત્યારબાદ સારી રીતે બ્લેન્ડ કરો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી