શરીરને હેલ્ધી રાખવા માટે સામેલ કરો આટલી વસ્તુઓને તમારા ડાયેટમાં….

આજના જંક ફૂડના જમાનામાં હ્રદયને લગતી સમસ્યાઓ ખુબ જ વધી ગઈ છે. હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક, વગેરે જેવી સમસ્યાઓ થવાનું મુખ્ય કારણ સાંધાઓ છે. જયારે શરીરની વધારાની ચરબી અને કોલેસ્ટ્રોલ, સાંધામાં જાય, ત્યારે જે તે જગ્યાએ લોહી વ્યવસ્થિત પ્રમાણમાં પહોચી નથી શકતું. અને તે હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોક થવાની સંભાવનામાં વધારો કરે છે. સ્વસ્થ રહેવા માટે યોગ્ય વ્યાયામની સાથે સાથે યોગ્ય ડાયેટ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે.
આથી આજે અમે એવા કેટલાક ખોરાક લાવ્યા છીએ જે શરીરમાંની વધારાની ચરબી અને કોલેસ્ટ્રોલને સાંધામાં જમા નથી થવા દેતું તેમજ સાંધાના દુખાવાની સાથે સાથે હ્રદયને લગતી સમસ્યાઓ સામે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

૧. ઓટ્સ

ઓટ્સમાં ફાઈબર ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે જે શરીરમાંના ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ સાંધામાં પ્લાક ઉત્પન્ન કરી શકે છે. આથી, સાંધાના દુખાવાની તકલીફ ધરાવતા લોકોએ ઓટ્સ દરરોજ ખાવા જોઈએ.

૨. પીસ્તા

ડ્રાય ફ્રુટ હ્રદયને સ્વસ્થ રાખવામાં મહત્વનો ફાળો ભજવે છે. પીસ્તામાં સ્ટેરોલ હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા મદદ કરે છે.

૩. કઠોળ

કઠોળ સાંધાના દુખાવાની બીમારી સામે અસરકારક સાબિત થયા છે કારણ કે તે શરીરના લોહી પરિભ્રમણ ઉપર અસર કરે છે. તેમાં ખુબ જ ઓછા પ્રમાણમાં ચરબી હોવાની સાથે સાથે ફાઈબર અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે જે લોહીનું પરિભ્રમણ નિયંત્રિત કરે છે.

૪. નાશપતી

નાશપતીમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે હ્રદય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે શરીરના કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું કરે છે

૫. વટાણા

વટાણા ફાઈબરથી સમૃદ્ધ હોવાને કારણે તે શરીરની ઈલાસ્ટીસીટી તેમજ બ્લડ પ્રેશર બંને વધારે છે. આથી વટાણાને દરરોજના ડાયેટ પ્લાનમાં ઉમેરવા જોઈએ.

આવી માહિતી દરરોજ મેળવવા લાઈક કરો અમારું પેજ.