સુપર હેલ્ધી ચટણી – ફટાફટ બનતી સુપર હેલ્ધી ચટણી ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે…

સુપર હેલ્ધી ચટણી

વેકેશનની મજા અને છોકરાંના નખરા.. હાહાહા.. કિડ્ઝને ભૂખ લાગે ત્યારે મમ્મીઓ દરેક વખતે કરે તો કરે શું?? It’s a challenge.. Right??? આ બધા નાના ભગવાન આજકાલ શીંગદાણા અને ગોળ તો અડતા જ નથી.. એટલે એમના માટે ખાસ આપણે બનાવવા જઈ રહ્યા છીએ.. super healthy and quick quick ચટણી.. એમને બ્રેકફાસ્ટમાં ભાખરી સાથે આપશો તો ફટાફટ પતાવી જશે એની ગેરેન્ટી.

સામગ્રી:

  • 4 tbsp – ટોપરાનું ઝીણું ખમણ,
  • 4 tbsp – બારીક સમારેલી કોથમીર,
  • 1 tbsp – ક્રન્ચી પિનટ બટર,
  • 1 થી 1/2 tbsp – ઓર્ગેનિક ગોળ,
  • મીઠું – સ્વાદાનુસાર,
  • 1 tsp – કિચન કિંગ મસાલા

રીત:

– મિક્સર જારમાં ટોપરાનું ઝીણું ખમણ, ગોળ, પિનટ બટર ઉમેરો.– ત્યારબાદ એમાં કોથમીર, મીઠું ઉમેરો.અને કિચન કિંગ મસાલા ઉમેરી પીસી લો. – Our Kids Friendly Super Healthy Chutney Is Ready. ભાખરી સાથે સર્વ કરો.

આપણે આ ચટણી બનાવવામાં સ્પાઈસીઝ ખૂબ જ ઓછા ઉમેર્યા છે એટલે બાળકો અને બુઝુર્ગો બધાને માફક આવશે. Combination ટેમ્પટિંગ લાગ્યું ને?? જલ્દી જલ્દી બનાવી જ લો.. એટલે કિડ્ઝનું પેટ પણ ભરાઈ જાય અને તોફાન ઓછા કરે…. A Very Happy Vacation to All The Mummas !!!!

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી