હેલ્ધી ભાખરી પિઝ્ઝા – સાંજે સાદું ભાખરી શાક બનાવાનું વિચારો ત્યારે આ વેરાયટી બનાવજો ઘરમાં બધા ખુશ થઇ જશે…

હેલ્ધી ભાખરી પિઝ્ઝા

સાંજે વિચારો કે જમવા માં શું બનાવું અને વિચાર આવે કે ભાખરી અને શાક બનાવી નાખું એટલે બાળકો તરત જ ના કહી ને મોઢું બગાડે કારણ કે બાળકો ને આજ કાલ એવું નથી ભાવતું પણ આપણે એ જ મેનુ રાખવું હોઈ અને બાળકો ને ભાખરી ખવડાવી હોઈ તો બનાવી દો

ખૂબજ હેલ્ધી અને બધાને પ્રિય એવા ભાખરી પિઝા બાળકોની મદદ લઇને તૈયાર કારશો તો એમને ખૂબજ આનંદ આવશે સાથે તમને બાળકોને એક Activity આપ્યાનો સંતોષ મળશે ! (બાળકોની મદદ ચીઝ ભભરાવવા અને ટોપિંગ સજાવવા માટે લઇ શકાય)

ભાખરી બનાવવા માટેની સામગ્રી :

2 કપ ઘઉંનો લોટ,
1 ચમચી તેલ,
મીઠુ : સ્વાદ અનુસાર.
પાણી : માપ અનુસાર,

ટોપિંગ માટેની સામગ્રી :

4 ટામેટા,
2 ડુંગળી,
2 કેપ્સીકમ,
1 કપ છીણેલી કોબી,
2 લીલા મરચા,
1/2 ચમચી મરચું,
1/2 ચમચી હળદળ,
4 ચમચી કેચપ,
મીઠું સ્વાદ અનુસાર,
1 ચમચી તેલ,
ચાટ મસાલો : ઉપર થી ભભરાવ,
ચીઝ: શક્ય હોય તો અમુલ ચીઝ,

યોગ્ય રીત :

➤ ભાખરીના લોટની સામગ્રી ભેગી કરીને તેની કઠણ કણક તૈયાર કરો.
ભાખરીનો લોટ બને તો ગરમ પાણી નાખી કઠણ બાંધવો

➤ટોપિંગ માટેની સામગ્રીને એક્દમ જીણી સમારી લો.

➤એક કઢાઈમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેમાં સૌ પ્રથમ જીણી સમારેલી ડુંગળી ઉમેરી એક મિનીટ માટે સાંતળો, પછી તેમાં જીણા સમારેલા ટામેટા, લીલા મરચા ભેળવી 5-7 મિનીટ સાંતણવા દો.

➤ટામેટા ચઢી જાય એટલે તેમાં કેપ્સીકમ મરચા અને છીણેલી કોબી નાખીને સુકો મસાલો મિક્ષ કરો, તેમાં કેચપ મિક્ષ કરી ને 2 મિનીટ ચઢવા દો. તો આ તૈયાર થઇ ગયું તમારૂ ટોપિંગ મિશ્રણ.

➤ભાખરીના લોટના 8 સરખા ભાગ કરીને વણી લો, ભાખરી ને થોડી જાડી રાખજો।

➤હવે 1 પેન ગરમ કરી અન પર ભાખરીને દાબનીયા વડે દબાવીને શેકી લો.

➤ભાખરી ગરમ હોય ત્યારેજ તેના પર ટોપિંગનું મિશ્રણ પ્રસારી લો અને તેની ઉપર છીણેલી ચીઝ ભભરાઈ દો. (અમુક લોકો ચીઝ ની ઉપર ટોપિંગ પસંદ કરે છે, ખાનાર ને પૂછી લો, તેઓ શું પસંદ કરશે, રમુજ માટેનો એક સરસ વિષય નીકળશે)

➤પીઝા કટર થી ચાર પીસ કરી, ચાટ મસાલો ભાભરાઈ દો. (પીઝા કટર ના હોય તો કાતરથી પ્રયત્ન કરી જોજો, નહીતર ચપ્પુ તો છે જ્ ) ફેમીલી સાથે બેસીને માણો આ ભાખરી પીઝા.

આ પિઝા હેલ્થ માટે પણ બેસ્ટ છે

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી