કિડનીને સ્વસ્થ રાખવા અને કિડની સ્ટોનથી બચવા કરો આ જડીબુટ્ટીનું સેવન…

આજકાલ ભાગદોડ ભરેલી લાઇફમાં ખરાબ ખાણીપીણીના કારણે કિડનીથી સંબધિત સમસ્યા વધી રહી છે. કિડની શરીરનો મહત્વનો હિસ્સો છે, જે શરીરમાંથી ઝેરી તત્ત્તવોને બહાર નીકાળવામાં મદદ કરે છે અને શરીરને કિડની સ્ટોન, કિડની કેન્સર અને કિડની સંબંધિત સમસ્યાથી બચાવીને રાખે છે. આજે અમે તમને કેટલીક જડીબુટ્ટી વિશે જણાવીશું તેનો ઉપયોગ કરીને તમે કિડનીને સ્વસ્થ રાખી શકો છો.

અજમો – દ – હર્બમાં લ્યુટેઓલિન એન્ટી ઑકિસડન્ટ હોય છે જે શરીરમાંથી ઝેરી પદાર્થને બહાર નીકાળીને કિડનીને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. અજમામાં વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે. તેવી જ રીતે ઘંતૂરાના મૂળની વાત કરીએ તો તે કિડનીને મજબૂત કરવામાં બહુ ફાયદાકારક છે. તે લોહીનું શુદ્ધીકરન કરવામાં પણ મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરને નુકસાન પહોંચાડતા એસિડ અને ઝેરી પાદાર્થ બહાર નીકળી જાય છે. તે પિટ્યૂઇટરી ગ્રંથિમાંથી પ્રોટીનને બહાર નીકાળીને હોર્મોનનું સંતુલન રાખે છે.

જો અમરબેલ હર્બની વાત કરીએ તો, અમરબેલ છોડના ફૂલો લોહીનું શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે. તે કિડની સિવાય લીવરને પણ સ્વસ્થ રાખે છે. તેવી જ રીતે, કરમદાની વાત કરીએ તો તે બહુ મહત્વની જડીબુટ્ટી છે. તેમાં રહેલાં એન્ટીઓક્સિડેન્ટ કિડનીથી યૂરિક એસિડને બહાર નીકાળવામાં મદદ કરે છે. તેમાં યૂરિયા નીકાળવાની ક્ષમતા હોય છે. જો સિંહપર્ણીના મૂળની વાત કરીએ તો તે લીવર અને કિડનીમાંથી ઝેરી તત્ત્તવોને બહાર નીકાળવાની ક્ષમતા ધરાવે છે. તેમજ તે લોહીનું શુદ્ધિકરણ કરવામાં પણ બહુ મદદ કરે છે.

કિડનીને સ્વસ્થ રાખવા માટે મંજીષ્ઠા હર્બ રામબાણ ઈલાજ છે. તે કિડની સિવાય લોહીમાંથી પણ ઝેરી તત્ત્તવોને બહાર નીકાળે છે અને લોહીને શુદ્ધ કરે છે. તેમજ જો ગોલ્ડનરોડની વાત કરીએ તો તેનું સેવન કરવાથી કિડનીંમાં રહેલા ઝેરી તત્ત્તવો બહાર નીકળે છે અને તે કિડનીને મજબૂત રાખવામાં મદદ કરે છે. તેવી જ રીતે ગુડુચી વિશે જણાવીએ તો તે કિડનીને સ્વસ્થ રાખવા માટે રામબાણ ઈલાજ છે. ગુડુચી લોહીનાં રહેલા ઝેરી તત્ત્તવોને બહાર નીકાળે છે એટલા માટે તેનું સેવન ધ્રૂમપાન અને દારૂ પીતા હોય તે લોકો માટે બહુ લાભકારી સાબિત થાય છે. તે સિવાય અન્ય બીમારી પણ છે કિડની સ્ટોનની.

કિડની શરીરનું બહુ જ અગત્યનું અંગ છે. પણ ઘણાં લોકોને આજકાલ કિડનીમાં સ્ટોનની પ્રોબ્લેમ થાય છે. કિડની સ્ટોન એટલે કે પથરી યૂરિન સિસ્ટમની એક બીમારી છે. આ બોડીમાં પાણીની કમી અથવા કેલ્શિયમની કમીને કારણે થાય છે. કિડની સ્ટોન ધીરે-ધીરે બને છે. જ્યારે સ્ટોનનો આકાર વધવા લાગે છે ત્યારે કિડની અને યૂરિનરી સિસ્ટમમાં તેની મૂવમેન્ટ થવા પર બહુ જ દર્દ, વારંવાર ઊલટી આવવી જેવી પરેશાનીઓ થાય છે.

કિડનીને સ્વસ્થ રાખવા અને કિડની સ્ટોનથી બચવા ધ્યાન રાખો આટલું –

ખૂબ જ પાણી પીવું, ફ્રૂટ્સ વધુ પ્રમાણમાં ખાવાં, મીઠું ઓછું ખાવું, સોફ્ટડ્રિંક્સ ઓછાં પીવાં, નોનવેજ મર્યાદિત પ્રમાણમાં ખાવું જોઈએ. જ્યારે સ્ટોનની સમસ્યા હોય ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું, ડાયાબિટીસ, બીપીને કન્ટ્રોલમાં રાખવાં, નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું, શરીરમાં સહેજ પણ ફેરફાર થાય તો તેની અવગણના ન કરવી, નિયમિત કસરત કરવી, સ્વસ્થ રહેવું.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક ઉપયોગી અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

 

ટીપ્પણી