લીચી – વજન ઉતારવા માંગતા મિત્રો ખાસ વાંચે… અને આજથી જ શરૂઆત કરો…

મનભાવતા ફળ લીચીના ફાયદાઓ.…..

હેલ્લો દોસ્તો, ઉનાળાની જોરદાર ગરમી ની સરૂઆત થઈ ગઈ છે અને બજાર માં ઉનાળા ના ફળ ની બજાર માં આવક થઈ રહી છે એમાં સૌનું મનભાવતું ફળ લીચી બજારમાં જોવા મળી રહી છે. બાળકો ને તો તેનો દેખાવ ગમે એટલે લેવાની જીદ કરતાં હોય છે પણ ખરેખર લીચી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે. અને તેના ઘણા ફાયદાઓ છે. તો ચાલો આજે જઈએ લીચી ના ગુણો ના સફર માં……..

લીચી માં કાર્બોહાઇડ્રેટ, વિટામિન સી, વિટામિન એ, બી કોમ્પ્લેક્ષ, પોટેશિયમ, કેલ્શિયમ, મેંગેનીજ, ફોસ્ફોરસ, લોહ જેવા ખનીજ તત્વો મળી રહે છે. લીચી માં મળી રહેલા કેલ્શિયમ, મેંગેનીજ, ફૉસ્ફરસ જેવા તત્વો બાળકો ના શારીરિક વિકાસ માટે ઉપયોગી છે. લીચી માં વધારે પ્રમાણ માં બીટા કેરોટિન અને ઓલિગોનોલ આવેલા હોય છે. જે હદય ને તાજગીભર્યું રાખે છે. લીચીને ફળોની રાણી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં ચપળતા, ઉત્તમ અને પુષ્કળ પોષક દ્રવ્યો છે.

લીચી ઉર્જા નો મુખ્ય સ્ત્રોત છે. થાકી જતાં અને નબળાઈ ધરાવતા વ્યક્તિ માટે ખૂબ ફાયદાકારક છે.તેની અંદર આવેલા નિયાસીન શરીર ને જરૂરી એવ સ્ટીરોઈડ હોર્મોન અને હિમોગ્લોબિન ઉત્પન્ન કરે છે. એટલા માટે લીચી ખાવાથી આપણને શરીર માં હંમેશા તાજગી બની રહે છે.

લીચી ડાયાબિટીસ માટે

રોજ ભૂખ્યા પેટે લીચી ના 10 પાન ખાવાથી ડાયાબિટીસ પર નિયંત્રણ રહે છે. થાક ઓછો લાગે છે. શરીરમાં જરૂરી પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે. ઇન્સ્યુલીન નું પ્રમાણ શરીર માં ઠીક કરે છે. ડાયાબિટીસ ના દર્દી ને દવા ડોક્ટર ની સલાહ મુજબ લીચી નું સેવન કરવું જોઈએ.

નોંધ: લીચી નું સેવન ડાયાબિટીસ ના દર્દી એ કરવું નહીં ॰

લીચી વજન ઘટાડવા માટે
લીચી ફાઈબર, વિટામિન થી ભરેલી છે. તેની સપાટી ખરબચડી હોય છે.લીચી ખોરાક ની ઉતેજના ને ઘટાડે છે. તેથી સંપૂર્ણ પેટ ભરાઈ ગયું હોય તેવી લાગણી થાય છે. લીચી માં કોઈ જાત ની ચરબી હોતી નથી અને ઓછી કેલેરી હોય છે. જેથી તે ખાવાથી ડાયટિંગ પણ કરવું પડતું નથી.

લીચી આપશે સુંદર ત્વચા
લીચી ના રસ માં પોલીફીનોલ ઓલીગોનોલ્સ, બિટા-કેરોટિન, વિટામિન સી અને અન્ય એન્ટીઑકિસડન્ટો જેવા પદાર્થો નો જથ્થો ભરપૂર માત્રા માં છે. આ બધા એન્ટીઑકિસડન્ટો બ્લેક સ્પોટ, અને ખીલ ને દૂર કરવામાં ઉપયોગી છે. લીચી ની પેસ્ટ આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવામાં સર્વોતમ છે. લીચી થી ચહેરા ખોવાઈ ગયેલી રંગત પછી મળે છે. લીચી થી ત્વચા ને ચમક અને ચહેરા ને તાજગી મળે છે. લીચી નું ફેસપેક બનાવી લગાવાથી ચહેરા નો રંગ ગોરો થઈ જાય છે.

લીચી વાળ ની સંભાળ માટે
લીચી ની અંદર કોપર નામનું તત્વ આવેલું હોય છે જેથી વાળ ની લંબાઈ વધારવા માટે ઉપયોગી છે. લીચી માં આવેલું કેરોટિન નામનું તત્વ વાળ ને અંદર થી મજબૂત બનાવે છે. વાળ ને તૂટતાં અને ખરતા રોકે છે.

હેર પેક:લીચી અને કૂવારપાઠું નો 2 ચમચી રસ લો. આ રસ ને મિક્સ કરી વાળ ના મૂળ માં લગાવો. આ મિશ્રણ ને 1 મિનિટ સુધી રહેવા દો. પછી તમે જે શેમ્પૂ વાપરતા હોય તેનાથી વાળ ને ધોઈ લો. આ હેર પેક લગાવ્યા પછી વાળ માં એક અલગ જ ચમક આવી જશે. તમારા વાળ એકદમ સુવાળા અને સિલ્કી થઈ જશે.

લીચી ગર્ભવતી મહિલા માટે
લીચી માં આવેલું કોપર નામનું તત્વ ગર્ભાશય ની વૃધ્ધિ કરે છે. જેથી ગર્ભવતી મહિલા ને સુવાવડ સમયે નોર્મલ ડિલિવરી સંભાવના વધી જાય છે.

લીચી નું જ્યુસ ગુણકારી છે ગર્ભવતી મહિલા માટે

સામગ્રી: (1 ગ્લાસ જ્યુસ માટે)

લીચી 1 નંગ
પિચ 1 નંગ
નાળિયેર પાણી ½ ગ્લાસ

રીત :

લીચી અને પિચ ને મિક્સ કરી નાળિયેર પાણી સાથે મિક્સર માં ક્રશ કરી પીવાથી ગર્ભવશ્થા માં ફાયદો થાય છે.

ફાયદાઓ:

લીચી ના જ્યુસ થી શરીર ને કુદરતી સુગર મળી રહે છે. જેથી શરીર ને તાજગી મળી રહે છે. અને નારિયેળ પાણી માથી મળતા ઇલેક્ટ્રોલાઇટ શરીર ને હાઇડ્રેટ રાખે છે જે ગર્ભવશ્થા દરમિયાન ખૂબ જ ઉપયોગી છે.

લીચી ના અન્ય ફાયદાઓ

• લીચી કેન્સર સામે લડત આપે છે. અને છાતી ના કેન્સર માં ખૂબ જ ઉપયોગી છે.
• લીચી પેટ ની સફાઈ કરે છે જેથી પેટ માં થતી બળતરા મટી જાય છે.
• લીચી વિટામિન નો મોટો સ્ત્રોત હોવાથી શરદી – ખાંસી, તાવ અને ગળા માં થતી બળતરા રોકવા માટે ઉપયોગી છે. સૂકી ખાંસી માટે લીચી રામબાણ ઈલાજ છે.
• લીચી ગરમી માં થતી બધી સમસ્યા માટે લાભદાયી છે. અને શરીર ને ઠંડક પહોચાડે છે.લીચી શરીર ને જરૂરી એટલુ પાણી પહોચાડે છે. જેથી ડિહાઈડ્રેશન થી બચી શકાય છે.
• લીચી ત્વચા ને સુરજ ના અલ્ટ્રા વાયોલેટ કિરણો થી બચાવે છે અને રોજ લીચી 2 નંગ ખાવામાં આવે તો ઓઈલી સ્કીન ને પોષણ મળે છે॰ખીલ અને કાળા ડગ ધ્બ્બા માં રાહત મળે છે.
લીચી ના નુકશાન

લીચી ના 10 થી 12 નંગ ક્યારેય ખાવા નજોઈએ. જો વધુ પડતું લીચી નું સેવન કરવામાં આવે તો શરીર માં ખંજવાળ આવે અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.

લેખન સંકલન : પૂજા કથીરિયા

દરરોજ આવી અનેક અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, ઉપયોગી માહિતી બીજા મિત્રો સાથે પણ શેર જરૂર કરો.

ટીપ્પણી