રોજ ફક્ત ચાવી ચાવીને ખાઓ ૫ કાજુ અને મેળવો સ્વાદ તથા સ્વસ્થ જીંદગી!

આપણા સ્વાસ્થ્ય માટે ડ્રાય ફ્રુટ્સ ખૂબ ફાયદાકારક છે, કારણ કે તેમાંથી ઘણા બધા પોષક તત્વો મળતા હોય છે જે આપણી અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.દરરોજ સવારના નાસ્તામાં તંદુરસ્ત ચીજો ખાવાથી ફક્ત સ્વસ્થ રહેશો એટલું જ નહીં, પરંતુ આખો દિવસ ઊર્જાથી ભરપૂર પણ રહી શકશો.

image source

જો તમે પણ સ્વસ્થ રહેવા માટે આરોગ્યપ્રદ અને સાદો નાસ્તો શોધી રહ્યા છો તો તમારી પાસે એક વિકલ્પ તરીકે ડ્રાય ફ્રૂટસ પણ રાખી શકાય છે. તે આપણાં શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે, નિયમિત રીતે ડ્રાય ફ્રુટ્સ ખાવાથી વજન ઘટાડવામાં, ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં, હૃદયને સ્વસ્થ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે સાથે કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે. અમે આ નથી કહી રહ્યા, પરંતુ તે આપણાં દેશના અનેક વિદ્વાન આયુર્વેદિક નિષ્ણાતો અને સ્વાસ્થ્ય વિષયના ઘણા વિષયો પર પુસ્તકો લખનારા ડોક્ટરોએ કહ્યું છે.

આજે અમે આપને તેમાંથી એક એવા સુકા મેવા વિશે વાત કરીશું જેના ફાયદા જાણીને તમને નવાઈ લાગશે કે અત્યાર સુધી આપણે જેને માત્ર મીઠાઈઓમાં કે પછી દિવાળીના સમયે અમહેમાનોને આપવા માટે વાપરતાં હતાં એ કેટલી હદે આપણાં શરીર માટે ફાયદો કરે છે. તો આવો આપણે બધાને ભાવતા એવા સુકા મેવામાંથી કાજુના ફાયદાઓ વિશે જાણીએ…

image source

સવારે જાગીને થોડા પ્રમાણમાં કાજુ ખાઈ લેવાથી કેટલો લાભ થાય છે અને સવારે ઊઠીને કેટલા પ્રમાણમાં તેમજ કેવી રીતે માંડ બે કે ચાર કાજુ બાળકોને ખાવા આપવાથી તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ સાથે એપણ ધ્યાનમાં રાખવું જોઈશે કે પત્થરીથી પીડિત વ્યક્તિઓએ કાજુના સેવનથી બચવું જોઈએ. ચાલો આપણે આજે તેમાંથી શીખીએ કે લોકે એ કાજુનું સેવન કેટલું અને કેમ કરવું વધુમાં ખાસ તો મહિલાઓના સ્વાસ્થ્ય માટે કાજુના ફાયદા કેટલા છે તે પણ જાણી લઈએ.

કાજુ સૌથી લોકપ્રિય ડ્રાય ફ્રુટ છે..

image source

આછા સફેદ અને પીળાશ પડતા રંગના કાજુ સ્વાદિષ્ટ અને પ્રખ્યાત ડ્રાય ફ્રૂટ્સ છે. જો કે, કાજુ વિશે સવિસ્તૃત જાણીને તેમના ફાયદા વિશે જાણતા પહેલા આપણાં મનમાં તેના વિશે એક એક ગેરસમજ રહેલી હોય છે તેને સ્પસ્ટ કરીને કાઢી નાખીએ. એવું માનવામાં આવે છે કે તમે તેને ખાવાથી માત્ર કેલ્શિયમનું થોડું પ્રમાણ મળે છે અથવા તો તેનાથી ચરબી વધે છે. બાકીનો કોઈ ફાયદો નથી, બલ્કે તેને ખાવાથી તમારા કોલેસ્ટરોલનું સ્તર વધે છે. પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે કારણ કે તે ખૂબ વધારે પ્રમાણમાં કાજુ ખાવાથી થાય છે. જો તેને ઓછી માત્રામાં અને નિયમિત રીતે ખાવામાં આવે તો શરીર સ્વાસ્થ્યને કોઈ નુકસાન નથી.

image source

દરરોજ ૫થી ૭ કાજુ ખાઈએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. આ વિશે નિષ્ણાંતો કહે છે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે ખૂબ જ ફાયદાકારક બાબત છે. કાજુમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. આ આપણને ઘણા સારા એવા પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ આપે છે. આ ઉપરાંત કાજુમાં તાંબુ, મેંગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને જસત જેવા ખનીજ પણ ભરપુર હોય છે. આ ઉપરાંત તેમાં થાઇમિન, વિટામિન બી૬, વિટામિન કે, આયર્ન, પોટેશિયમ પણ વધુ પ્રમાણમાં હોય છે.

કોપર

એક સંશોધન મુજબ કહેવાય છે કે કાજુમાં રહેલ કોપરની વધુ માત્રા ફ્રિ રડિકલ્સને દૂર કરવા, હાડકાને મજબૂત કરવા અને ત્વચાની ચમક જાળવી રાખ અને વાળની મજબૂતી અને સુંવાળાપણું જાળવી રાખવા માટે ખૂબ ફાયદાકારક છે. કોપર, ખાસ કરીને કાજુમાં, ત્વચા રંગદ્રવ્યોમાં મેલાનિનની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોપરની ઉણપથી લોહીની ઉણપ, એનિમિયા, ટેસ્ટિઓપોરોસિસ, ચેતાને નુકસાન, સાંધાની સમસ્યા, મગજની નબળાઇ, અસામાન્ય ધબકારા થવા વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.

image source

કાજુ ખાવાની ઘણી રીતો છે, જેમ કે ચાવીને ખાવું અથવા સીધું ગળી જઈને ખાવું, અથવા તેને કોઈ વાનગીમાં નાખીને અથવા દૂધમાં ઉકાળીને ખાવું છે. પરંતુ શરીરમાં તાંબાની માત્રા મેળવવાનો ઉત્તમ રસ્તો એ છે કે તેનો પાવડર બનાવીને દૂધ સાથે ભેળવીને પીવો. નાસ્તામાં દરરોજ એક ગ્લાસ દૂધમાં એક ચમચી પાવડર કાજૂનો ભૂકો નાખીને પીવાથી શક્તિ આવે છે. અને આખો દિવસ સ્ફૂર્તિલો રહે છે.

મેગ્નેશિયમથી પણ સમૃદ્ધ છે

image source

કાજુમાંથી સારા પ્રમાણમાં મળતું મેગ્નેશિયમ શરીર માટે ખૂબ મહત્વનું છે. મેગ્નેશિયમના અભાવથી સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે, જો ખેંચાણ તે હૃદય અથવા ફેફસામાં પણ થતું હોય તો કેટલીકવાર જીવલેણ બની શકે છે. જ્યારે મેગ્નેશિયમની વધુ માત્રા શરીરમાં રહે તો આધાશીશી માથાનો દુખાવો અને બ્લડ પ્રેશર ઘટાડી શકે છે, હાર્ટ એટેક અટકાવે છે, નિંદ્રાને ઓછું કરે છે અને દમથી રાહત આપે છે. કાજુનો પાવડર દૂધમાં ભેળવીને નિયમિત પીવાથી આ બધી સમસ્યાઓથી બચી શકાય છે.

હૃદય માટે સારું ખૂબ સારું છે…

image source

કાજુમાં પુષ્કળ પ્રમાણમાં ચરબી, ફાઇબર અને પ્રોટીન હોય છે જે હૃદય માટે ફાયદાકારક છે. તેથી કાજુના પાવડર સાથે દૂધનું સેવન કરવાથી હ્રદયરોગથી બચી શકાય છે. વધુમાં તે હાનિકારક કોલેસ્ટરોલ એલડીએલને ઘટાડવામાં પણ મદદ કરે છે અને ફાયદાકારક કોલેટરોલ એચડીએલને વધારે છે. આ ઉપરાંત બ્લડપ્રેશર નિયંત્રિત રાખવામાં પણ મદદગાર છે. કાજુમાં, આર્જિનિન નામનું તત્વ નસોની આંતરિક સપાટીને સ્થિતિસ્થાપક રાખવા માટે ફાયદાકારક છે. આ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

કેલ્શિયમથી ભરપૂ છે, કાજુ

image source

હાડકાં માટે કેલ્શિયમ જેટલું જરૂરી છે, મેગ્નેશિયમ પણ એટલું જ જરૂરી છે. કાજુમાંથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ તમને હાડકાંની શક્તિ જાળવવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ હાડકાંની સપાટીથી કેલ્શિયમને લોહીમાં ભળી જતા રોકે છે.

વાળ કાળા અને સુંવાળા રાખવામાં છે મદદરૂપ

image source

કાજુમાંથી આયર્ન અને કોપર ભરપુર માત્રામાં મળી રહે છે. તે વાળનો રંગ કાળો રાખવામાં મદદ કરે છે. તેથી, રીગલ કાજુના સેવનથી વાળ સફેદ થતા રોકે છે. કાજુમાંથી કેલ્શિયમ અને એન્ટીઓકિસડન્ટસ વાળના મૂળને મજબૂત બનાવે છે. જેના કારણે તમારા વાળ જાડા, સુંદર અને સુંવાળા બને છે સાથે વાળ પણ ઓછા ખરવા લાગે છે.

આંખો માટે ઉત્તમ વિકલ્પ છે…

કાજુ તમારી આંખોના સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું છે. હા, કાજુમાંથી ઝેન્થિન અને લ્યુટિન નામના એન્ટી ઓકિસડન્ટની મદદથી આંખના રેટિના આસપાસ તે રક્ષણાત્મક સ્તર બનાવે છે. આ સ્તર ચેપ સામે આંખોને રક્ષણ આપે છે અને આ સ્તર આંખોને નુકસાનકારક અલ્ટ્રાવાયોલેટથી પણ સુરક્ષિત કરે છે.

image source

તો હવે આપ એકદમ બરાબર રીતે જાણી જ ગયા હશો કે કાજુ માત્ર શક્તિ વર્ધક કે કેલ્શિયમ મેળવવા માટે નથી તે અનેક રીતે છે સ્વાસ્થ્યવર્ધક. હવે દિવસમાં સવારે નાસ્તામાં ૫થી ૭ કાજુ ખાવા જોઈએ એવું શા માટે કહેવાયું છે તે તમે જાણી ગયાં છો તો તમે પણ પોતાને સ્વસ્થ રાખવા માંગતા હો, તો તમારે તમારા નાસ્તામાં નિયમિતપણે કાજુ ખાવાનું શરૂ કરી જ દેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ