તમારી ચાલીસીમાં તમારે આ ચાર સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ

તમારી ચાલીસીમાં તમારે આ ચાર સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ

આજનો આ લેખ આપણી ફોર્ટીઝની બ્યુટીઝ માટે છે. એક અંગ્રેજી કહેવત છે, ‘જીવનની શરૂઆત તમારી ચાલીસીથી થાય છે.’ હવે આ કહેવત કેટલી સાચી કે ખોટી તે એક અલગ ચર્ચાનો વિષય છે. પણ એટલું તો સાચું છે કે ચાલીસીમાં તમારુ શરીર તમને તમારા ભાવિ સ્વાસ્થ્ય માટે કેટલાક સંકેતો આપે છે. સતત વ્યસ્ત જીવન, અવ્યવસ્થિત સ્વાસ્થ્ય સંભાળ, અને અસ્વસ્થ આદતો આજના મોટા ભાગના લોકોને એક મુંગી પણ જીવન માટે જોખમરૂપ સ્થિતિ તરફ દોરી જાય છે જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને હાર્ટ ડીસીઝ.આ એવો સમય છે જ્યારે તમારે તમારા સ્વાસથ્યનું નિયમિત ચેકપ કરાવવું જોઈએ તેમજ તમારી જીવનશૈલી પણ સુધારવી જોઈએ. પુરુષોની ત્રીસીમાં તેમણે સામાન્ય હાર્ટ ચેકઅપ કરાવવા જ જોઈએ અને ચાલીસીમાં તો તે ફજિયાત કરાવવા જોઈએ અને તે પણ નિયમિત અંતરાલો બાદ.

નિયમિત રીતે હેલ્થ ચેકઅપ નહીં થતા હોવાથી. કોઈ ગંભીર રોગોની શરૂઆતની ખબર નથી પડતી અને જ્યારે તેના લક્ષણો દેખાવા લાગે છે ત્યારે તેનું સ્ટેજ ઘણું એડવાન્સ હોય છે એટલે કે જે તે રોગ તમારા શરીરમાં ઘણો આગળ વધી ગયો હોય છે. માટે તમારે નિયમિત રીતે તમારા સામાન્ય સ્વાસ્થ્યની તપાસ તમારા ડોક્ટર પાસે કરાવવી જોઈએ જેથી કરીને તેમને જો કોઈ જોખમ દેખાતા હોય તો તે વધારે ઉંડી તપાસ કરી શકે. તેમ થવાથી તમારા ડોક્ટર તમને યોગ્ય ટેસ્ટ વિગેરે કરાવવાની સલાહ આપી શકશે અને તેને લગતી અન્ય સલાહો પણ આપી શકશે.

જો તમે તમારી ચાલીસીમાં હોવ અથવા પ્રવેશવા જઈ રહ્યા હોવ તો અહીં અમે કેટલીક એવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.

સંધીવા, પીઠ દર્દ અને લાંબા કલાકો સુધી ખરાબ પોશ્ચરમાં રહીને કામ કરતા રહેવાના કારણે જે પીડા થતી હોય તેના કારણે થતો ગોઠણનો દૂખાવો. આ સમસ્યાઓ સામાન્ય રીતે ખુબ જ સરળરીતે દૂર કરી શકાય તેવી હોય છે. તે માટે તમારે નિયમિત વ્યાયામ કરવાનો હોય છે અને નિયમિત સ્વસ્થ ભોજનને અનુસરવાનુ હોય છે.

માનસિક તાણ એ હવે આપણા શારીરિક તેમજ માનસિક અસ્તિત્ત્વનો એક ભાગ બની ગઈ છે. તમારા પર આર્થિક ભાર, કુટુંબની જવાબદારીઓ ખાસ કરીને મોટા થતા બાળકો અને વૃદ્ધ માતાપિતાની જવાબદારીઓ તમને વધારે પડતા ચિંતિત કરી મુકે છે જેના કારણે તમને માનસિક તાણ વર્તાય છે. અને તમને નાની વાતોની ચિંતા થવા લાગે છે જે તમારા પર ઓર વધારે દબાણ કરે છે. તે માટે તમારે તમારા પોતાના માટે બહુ નહીં તો થોડો સમય કાઢવાની જરૂર છે અને તે માત્ર તમારા શરીરને જ નહીં પણ તમારા મગજને પણ સ્વસ્થ રાખશે. તે માટે તમારે કેટલોક શારીરિક વ્યાયામ જેમ કે સાઇકલીંગ, રનીંગ અથવા તો સ્વીમીંગની પ્રવૃત્તિ અપનાવવી જોઈએ. તમારા મગજની સ્વસ્થતા માટે તમારે સૌપ્રથમ તો એક સારી ઉંઘવા-ઉઠવાની પેટર્ન નક્કી કરવી જોઈએ અન તેને નિયમિત રીતે ફોલો કરવી જોઈએ અને રોજ નિયમિત 15થી 20 મિનિટ સુધી ધ્યાન કરવું જોઈએ. તેનાથી ઘણો ફરક પડે છે.

હાયપરટેન્શન અને કોલેસ્ટેરોલઆજના લોકોમાં આ બે ખુબજ સામાન્ય મુંગા રોગો છે. જો તેને આ ઉંમરે યોગ્ય રીતે મેનેજ કરવામાં ન આવે તો તે તમને આગળ જતા ગંભીર હૃદયરોગ તરફ લઈ જાય છે. માટે જ નિયમિત હાર્ટ ચેકઅપ તમને તમારા હાર્ટને થતી તકલીફો મોનીટર કરવામાં મદદ કરે છે તે પણ ખુબ જ વહેલા તબક્કે. અને જો તમારો ફેમિલિ હિસ્ટ્રી કોરોનરી હાર્ટ ડીસીઝ કે સ્ટ્રોકનો હશે તો તેવા સંજોગોમાં તો તમારે નિયમિત ચેકઅપ કરાવવો જ જોઈએ. ડોક્ટરો દ્વારા એવી સલાહ આપવામાં આવે છે કે 40 વર્ષ બાદ તમારે દર પાંચ વર્ષે નિયમિત રીતે કોલેસ્ટેરોલ ટેસ્ટિંગ કરાવવું જ જોઈએ.

ઓસ્ટિઓપોરોસિસતમારી ચાલીસીમાં હાડકાની ઘનતામાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે, જે આગળ જતા તમારા હાડકાને નબળા પાડે છે અને તેના કારણે વ્યક્તિ ઓસ્ટિઓપોરોસિસના જોખમમાં મુકાય છે. આ સ્થિતિ મેનોપોઝલ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે, કેલ્શિયમ અને વિટામીન ડીની ઉણપ જો પુરુષમાં હોય તો તે પણ આ સ્થિતિમાં મુકાઈ શકે છે. તે લોકો જે બંધ એર-કન્ડીશન્ડ જગ્યામાં કામ કરે છે, તેમણે તો દિવસમાં ગમે ત્યારે અરધો કલાક તો બહાર સુર્યપ્રકાશમાં પસાર કરવો જ જોઈએ.

ડાયાબિટીસમેદસ્વીતા, માનસિક તાણ, અને અસ્વસ્થ ખોરાકની ટેવો કે જે આજના લોકોમાં ખુબ જ ફેલાયેલી છે તેમનામાં અને ખાસ કરીને 45થી 65 વર્ષની ઉંમર વચ્ચેના લોકોમાં ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. અને જો તમારે આ ગંભીર રોગથી દૂર રહેવું હોય તો તમારે તમારી જીવનશૈલી હંમેશા પ્રવૃત્તિશીલ રાખવી પડશે, સ્વસ્થ ખોરાક ખાવો પડશે અને તમારા બ્લડ શુગર લેવલને હંમેશા નિયમિત રીતે 45 વર્ષની ઉંમર બાદ દર 3 વર્ષે ટેસ્ટ કરાવતા રહેવું પડશે જેથી કરીને તમને તમારી સ્થિતિની જાણ રહે.

જેમ મોટા ભાગના પુરુષો પોતાના વાહનો નિયમિત રીતે સર્વિસ કરાવવાનું નથી ભૂલતા તેવી જ રીતે તેમના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને પણ તેમણે સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો અવગણવી જોઈએ નહીં. માટે જો તમને આ જીવનશૈલીના કારણે થતાં જોખમી રોગોની સમયસર જાણ થઈ જાય છે તો તમે તેને ખુબ જ સરળથાથી સારવાર દ્વારા દૂર કરી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો તમારા દરેક મિત્ર સાથે આ માહિતી અને દરરોજ આવી ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.