આ ગુફામાં આરામ કરવાથી મટી જાય છે તમામ રોગો, જાણો ક્યાં આવેલી છે તે..

આપણે જ્યારે જમવામાં ગરબડ કરવા માંડીએ ત્યારે તેની આડઅસર આપણી તબિયતમાં પણ જોવા મળે છે.

image source

અને એવું પણ નથી કે બીમાર પડવા પાછળ માત્ર જમવાનું કારણ જ જવાબદાર હોય. ક્યારેક કોઈ વાયરલ ફીવર કે ચેપના કારણે પણ બીમાર પડી જવાનું બનતું હોય છે. અને જ્યારે બીમાર પડીએ એટલે મોટે ભાગે બીમારીનો ઈલાજ કરવા આપણે ડોકટર પાસે દોડી જઈએ છીએ.

પરંતુ વિશ્વમાં એક જગ્યા એવી પણ છે જ્યાંના લોકો બીમાર પડે તો ડોકટર પાસે જવાને બદલે એક ગુફામાં જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે લોકો આ ગુફામાં અન્ય કોઈ ખાસ કામ કરવા માટે પરંતુ માત્ર આરામ કરવા માટે જાય છે. લોકોનું માનવું છે કે આ ગુફામાં સુવાથી તેમની કેટલીય પ્રકારની બીમારીઓ મટી જાય છે.

image source

આ ગુફા ઓસ્ટ્રીયા દેશના ગાસ્તીનમાં આવેલી છે. આ ગુફા વિશે જે વાયકાઓ પ્રચલિત છે એ મુજબ પહેલા લોકો આ ગુફા વિશે એવું માનતા હતા કે અહીં કુદરતી રીતે સોનું મળી આવે છે અને પહેલા તો આ હેતુ માટે જ લોકો અહીં આવતા હતા. ત્યારબાદ લોકોને સમજાયું કે આ ગુફાના અંદરના વાતાવરણમાં જે વાયુ છે તેનાથી મોટાભાગના રોગ ઠીક થઈ જાય છે અને હવે આ હેતુ માટે જ અહીં લોકો આવતા થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે આ ગુફામાં જે વાયુ મળી આવ્યો છે તેને રેંડોન ગેસ તરીકે ઓળખવામાં આવે છે. આ ગેસ રેડીયોએક્ટિવ વાયુ હોય છે ગુફાનું આંતરિક વાતાવરણ ગરમ રાખે છે.

image source

જે લોકો અહીં ગુફામાં આરામ કરીને પોતાની બીમારી દૂર કરી ચુક્યા છે તે લોકોના કહેવા મુજબ અહીંની રેંડોન ગેસ અર્થરાઇટીસ એટલે કે સંધિવા અને પસોરીએસીસ એટલે કે ત્વચા સંબંધિત બીમારીઓમાં કારગર ઈલાજ છે.

image source

નવાઈની વાત એ છે કે અહીં આ ગુફામાં ફક્ત ઓસ્ટ્રીયાના જ લોકો નહીં પણ યુરોપ અને અન્ય દેશોના લોકો પણ ઈલાજ કરાવવા માટે આવે છે. ખાસ વાત તો એ કે અહીં ગુફામાં એક્સપર્ટ ડોકટર પણ ઉપસ્થિત રહે છે જે દર્દીઓને રોગ મુજબ યોગ્ય માર્ગદર્શન અને ઈલાજ કરવામાં મદદ કરે છે જેથી દર્દીઓને પણ રોગથી છુટકારો મેળવવામાં ઓછો સમય લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ