ચેતવણી! રાતે હેડફોન લગાવાનો શોખ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે! જાણો ચેન્નઈની યુવતી કેવી રીતે મૃત્યુ પામી?

મોટાભાગના લોકોને કાણમાં ઈયરફોન લગાવાનો શોખ હોય છે. ઈયરફોન લગાવીને સૂવાની વાત સામાન્ય છે અને હવે તો તે આપણી આદત પણ બની ગઈ છે. જો તમને પણ આ શોખ હોય તો આ સમાચાર જરૂરથી વાંચવ. તેને વાંચ્યા પછી તમે પણ કદાચ ઈયરફોન લગાવાનું બંધી કરી નાંખશો. તમિલનાડુની રાજધાણી ચેન્નઈમાં એક મહિલાને હેડફોન લગાવાની આદત ભારે પડી ગઇ અને પોતાનો જીવ ગુમાવી દીધો. 46 વર્ષીય મહિલા ગીત સાંભળતા સાંભળતા ઉંઘી ગઈ હતી જેના કારણે કંરટ લગવાથી તેનું મૃત્યુ થયું.

ગીતો સાંભળવાના શોખિન હંમેશા હેડફોન લગાવાનું પસંદ કરતા હોય છે. તે પછી ગમે તે જગ્યા હોય, તેમજ યાત્રા દરમિયાન, રાતે ઉંઘવાના સમયે આવા લોકોને હેડફોન વગર નથી ચાલતું. પરંતુ આ ભૂલ તમિલનાડુંની 46 વર્ષની મહિલાને બહુ ભારે પડી. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવાર રાતે જ્યારે કાથૂર સ્થિત મહિલા રાતે હેડફોન લગાનીને ઉંઘી ગઈ હતી. આ મહિલાનું નામ ફાતિમાં છે. પોલીસે કહ્યું કે, ફાતિમાના પતિ અબ્દૂલ કલામે જ્યારે તેણે સવારે ઉઠાડવાની કોશિક કરી તો તે ઉઠી જ નહીં. તેનો પતિ ડરી જતા ફાતિમાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરે તેણે મૃત જાહેર કરી હતી.

હોસ્પિટલના અધિકારીનું કેહવું છે, આ ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી હતી. તેના પછી મહિલાના મૃત શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. કાથૂર પોલીસે સીઆરપીસીની કલમ 174 હેઠળ અપ્રાકૃતિક મૃત્યુનો મામલો નોંધાવ્યો હતો. ડોક્ટરોનું કહેવું છે કે, મહિલાનું મૃત્યુ કંરટ લાગવાથી થયું હતું. પોલીસે જણાવ્યું કે, મહિલા શનિવાર રાતે હેડફોન લગાવીને ઉંઘ ગઈ હતી. તેમણે કહ્યું કે કરંટ લાગવાનું કારણે શોર્ટ સર્કિટ પણ હોય શકે છે.

મળતી માહિતી મુજબ, પોલીસે અપમૃત્યુનો કેસ નોંધીને તમાર હાથ ધરી છે. હોસ્પિટલના ડોક્ટરોએ આ વાતમી પુષ્ટી કરી છે કે મહિલાને કંરટ લાગવાથી તેનું મૃત્યુ થયું છે. અધિકારીએ જણાવ્યું કે, મહિલા શનિવાર રાતે હેડફોન લગાવીને ઉંઘી ગઈ હતી અને શરૂઆતની તપાસમાં એવું લાગી રહ્યું હતું કે, શોર્ટ સર્કિટનાં કારણે ફાતિમાનુ મોત થયું છે.

પોલીસે જણાવ્યું કે, સીઆરપીસીની કલમ 174 હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે આંશકા વ્યક્ત કરતા જણાવ્યું કે, શોર્ટ સર્કિટની આવી ઘટનાંના ઘણા બધા કારણો હોય શકે છે. તમને જણાવી દઈએ કે, હેડફોનનાં કારણે એક્સિડેન્ટ જેવી દુર્ઘટનાઓ સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ હેડફોનથી કંરટ લાગવાને કારણે મોત થવાની આ ઘટનાં આશ્ચય ચકિત કરી નાંખે તેવી છે.

ટીપ્પણી