આ લક્ષણો છે બાળકોની માઇગ્રેનની સમસ્યાના, વાંચી લો અને રાખો ખાસ કાળજી

બાળકોમાં ઘણી વખત એવા દુખાવા કે પીડા થતી હોય છે જેને આપણે ઘણી વખત ધ્યાન જ નથી આપતા પણ આ સામાન્ય લાગતા દુખાવા કે પીડા આગળ જઇને ગંભીર રૂપ લઈ લે છે.

image source

સામાન્ય રીતે આપણે માઈગ્રેનની સમસ્યા મોટી ઉંમરના લોકોમાં જોઈ હશે કે સાંભળી હશે પણ આજકાલ તો આ માઈગ્રેન નાના બાળકો અને યુવાનોમાં પણ જોવા મળે છે. એક શોધ મુજબ જોઇએ તો લગભગ 10% સ્કૂલમાં અભ્યાસ કરતાં નાના બાળકો માઈગ્રેનગ્રસ્ત જોવા મળ્યા છે. અડધાથી પણ વધુ બાળકોને તો 12 વર્ષની ઉંમર પહેલા જ માઈગ્રેન એટેક આવે છે.

માઈગ્રેનના લક્ષણો

image source

માઈગ્રેન એક માથાને સંબધિત રોગ છે એટલે માથામાં દુખાવો થવો એ આનું મુખ્ય લક્ષણ છે. પરંતુ આના સિવાય આના અન્ય પણ લક્ષણો છે જેમકે એક તરફ માથામાં દુખ્યા કરવું, ઊબકા, ઊલટીઓ થવી,ચક્કર આવવા, મૂડમાં બદલાવ, પ્રકાશ અને અવાજ(ધ્વનિ) માં સંવેદનશીલતા વગેરે. બાળકોમાં માઈગ્રેન વ્યસકોની સરખામણીએ ઓછો સમય રહે છે. પરંતુ આ એક બાળકના સામાન્ય જીવનને હેરાન કરી નાખે છે. એટલે આવકોઈ લક્ષણો જણાય તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઇયે. ઘણા બાળકો સ્કૂલમાં પૂરતી હાજરી નથી આપી શકતા કારણકે આ બાળકો લગભગ દર અઠવાડિયે માથાના દુખાવાથી પીડિત હોય રહે છે.

બાળકોમાં માઈગ્રેનનું કારણ

image source

પરીક્ષાનું દબાણ,હરીફાઈ,અને ઘણી વખતઆસમસ્યાને કારણે પણ બાળકોને તણાવ શરમ અનુભવાય છે. ઘણા બાળકો પોતાના તણાવને વ્યક્ત કરી શકતા નથી અને એને છુપાવવા પર એમના મગજ પર વધુ દબાણ પડે છે જેના કારણે એમને માથામાં ભયંકર દુખાવો થાય છે. આજકાલ બાળકો મોબાઇલ ગેમ,આઈપેડ, સ્માર્ટફોન બીજા ઘણા ઉપકરણોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે જે માઈગ્રેનને નોંતરે છે.

આ સિવાય ઋતુ બદલાતા થતા પર્યાવરણીય કારણો અને અન્ય રોગોને કારણે પણ બાળકોમાં માઈગ્રેન વધી શકે છે. બાળકો ટી.વી સ્ક્રીન કે કોમ્પુટરની સામે વધુ સમય બેસતા હોય જે ખૂબ જ હાનિ કારક હોય છે કારણકે વધુ પડતી રોશની અને વધુ પડતો રંગબેરંગી પ્રકાશ એમની આંખોને પ્રભાવિત કરે છે.

માઈગ્રેનને કેવી રીતે ઓળખશો

image source

માઈગ્રેનને ઓળખીને એને આસાનીથી રોકી શકાય છે. માથાનો દુખાવો આનું મુખ્ય લક્ષણ છે. બીજા લક્ષણો ઓછા દેખી શકાય છે કોઇ કોઈ વખત ઊબકા આવવા,પેટમાં દુખાવો વગેરે. આના સિવાય ઘણી વાર બાળકોમાં એવ લક્ષણો પણ દેખાય છે જેના પર માતા-પિતા એ ધ્યાન આપવું જોઇયે જેમ કે ગુસ્સો,આળસ,ઊંઘમાં ચાલવાની આદત,ખોરાક ઓછો લેવો વગેરે. જો માતા પિતા માઠી કોઈ એકને પણ આ સમસ્યા છે તો બાળકને થવાની સંભવના ખૂબ વધી જાય છે.માઈગ્રેન માટેના ટેસ્ટ જેમકે બ્લડ ટેસ્ટ,ઈઇજી,નુરોઈમેજિંગ, ટેસ્ટ માથાના દુખાવાના નું કારણ શોધવા કરવામાં આવે છે.

માઈગ્રેનનો ઈલાજ

image source

સામાન્ય રીતે ત્રણ પ્રકારની પધ્ધતિ માઈગ્રેનના ઉપચાર માટે કરવામાં આવે છે. સૌથી પહેલા એકયુત ઉપચાર જ્યાં દવાઓની મદદથી આના લક્ષણોને રાહત આપવા માટે ઉપયોગમાં લેવાય છે. એકયુત થેરપી આ રોગ વધુ ગંભીર થાય એ પહેલા જ એના લક્ષણો પર કામ કરે છે. જો બાળકોને માહિનામાં 3-4 વખત એટેક આવી જાય તો ડોક્ટર પાસે જરૂરથી લઈ જાઓ. ગંભી પ્રકારના માઈગ્રેંનમાં દવાનો ઉપયોગ કરવામાં નથી આવતો. પણ આમાં ઈશરની મદદથી વ્યવહાર ચિકિસ્ત્સા,વ્યાયામ,અને પૂરતો આરામ અને સારો આહાર લેવાથી ટ્રિગર એટેકથી બચવામાં મદદગાર સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ