હવે આ મોટી ફૂડ કંપની પણ ગ્રોસરી પ્લેટફોર્મ ગ્રોફર્સમાં કરી શકે છે રોકાણ, જાણો કેટલા રૂપિયાનો છે ઈન્વેસ્ટમેન્ટ પ્લાન

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ કોરોના વાયરસની મહામારીમાં ખૂબ જ ફેમસ બની ચૂક્યું છે. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમાટો જલ્દી જ ઓનલાઈન ગ્રોસરી કંપની જેને આપણે ગ્રોફર્સના નામે જાણીએ છીએ તેમાં રોકાણ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સના આધારે ઝોમાટો લગભગ 10-12કરોડ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન બનાવી રહી છે. ઝોમાટો અને ગ્રોફર્સની આ ખાસ અને મોટી ડીલ લગભગ લાસ્ટ તબક્કામાં પહોંચી ચૂકી છે. આવનારા ટૂંક સમયમાં આ માટેની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. આ રોકાણ માટે Grofersના વેલ્યુએશન 1 અરબ ડોલરનું કર્યું છે.

image source

Zomato માર્કેટમાં પોતાના આઈપીઓ પણ લાવવાની છે તેવી ટર્ચા છે.કંપની આ માટે પોતાની પેઠ મજબૂત કરવામાં લાગી છે. માર્કેટ રેગુલેટર સેબીએ ઝોમાટોના પ્રસ્તાવિત આઈપીઓે મંજૂરી આપી છે. જાણવા મળી રહ્યું છે કે ઝોમાટોએ એપ્રિલના અંતમાં સેબીમાં પોતાના આઈપીઓ સંબંધિત પેપર રજૂ કર્યા છે. જો જલ્દી સેબી પોતાનું ફાઈનલ ઓબ્ઝર્વેશન જાહેર કરે તો આ કામ જલ્દી પાર પડી શકે છે. જો કે ડીલ પહેલા એક અન્ય મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રોફર્સના ફાઉન્ડર સૌરભ કુમાર ફર્મ છોડી રહ્યા છે. એવામાં તે ફર્મમાં રોડ બરોજ નવી જવાબદારીમાં સામેલ થઈ શકશે નહીં. આ વાતની જાણકારી અલબિંદર ઢીંડસાએ ટ્વિટ કરીને આપી છે. જાણવા મળી રહ્યું છે કે સૌરભે 8 વર્ષ પહેલા જ અલબિંદર ઢીંડસા સાથે ઈ – કિરાણા સ્ટાર્ટઅપ ગ્રોફર્સની સ્થાપના કરી હતી.

અલબિંદર ઢીંડસાએ ટ્વિટમાં લખ્યું છે કે તેઓ કંપનીમાં બોર્ડના સભ્ય અને શેરધારક બની રહેશે. આ ગ્રોફર્સને માટે એક યુગનો અંત છે અને મને ખબર છે કે આપણે સૌ રોજ તેમને યાદ કરીશું. આગળ તેઓએ કહ્યું છે કે હું તેમને એક નવા મિશનને માટે શુભકામનાઓ આપું છું અને પ્રેમ અને ગોરવની સાથે તેમના ઉત્સાહમાં વધારો કરું છું.

image source

ઉલ્લેખનીય છે કે કોઈ પણ આઈપીઓના સેબીમાં દાખલ DRHP પર સેબીના ફાઈનલ ઓબ્ઝર્વેશન બાદ આઈપીઓની પ્રક્રિયા આગળ વધે છે. ઝોમાટોના આઈપીઓના સંદર્ભમાં કરાયેલા રોડ શોના રોકાણકારોથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. તમામ સંસ્થાગત રોકાણ આ આઈપીઓમાં રસ દેખાડી રહ્યા છે.