ખાસ કરીને લોકો બીઝી લાઈફસ્ટાઈલના કારણે ચહેરાની સુંદરતા પર જ ધ્યાન આપે છે. હાથ અને પગની કાળાશને તેઓ અવગણી દેતા હોય છે. એવામાં હાથ અને પગ પર ડાર્ક સર્કલ જામે છે. જેના કારણે સુંદરતામાં ખામી રહી જાય છે. આ સિવાય તમે તેની કેર ન કરો તો તેની પર તડકો પડવાના કારણે તે વધારે ડાર્ક થઈ જાય છે એવામાં લોકો મેનીક્યોર અને પેડીક્યોરની પણ મદદ લે છે.

આજે અમે આપને કેટલાક ઘરેલૂ ઉપાયો જણાવીશું જેની મદદથી તમે આ હાથ અને પગની કાળાશને દૂર કરી શકો છો. આ સાથે આ માટે તમારે વધારે રૂપિયા ખર્ચ કરવાની પણ જરૂર રહેશે નહીં. ઘરની રસોઈની ચીજો જ તમારી મદદ કરી દેશે અને તમે સુંદરતામાં નિખાર લાવી શકશો. આ નિખાર માટે તમે જે ચીજોનો ઉપયોગ કરો છો તેનાથી તમને કોઈ સાઈડ ઈફેક્ટનો ડર પણ રહેશે નહીં. તો જાણી લો આ સરળ ઘરેલૂ ઉપાયો અને કરી લો આજથી જ ટ્રાય.
ચંદન પાવડરથી નિખરશે રંગ

હાથ અને પગની સુંદરતાને નિખારવા માટે તમે કેટલીક ઘરેલૂ ચીજનો ઉફયોગ કરો. આ માટે લગભગ 2 ચમચી ચંદન પાવડર લો અને સાથે તેમાં કાકડી, ટામેટા અને લીંબુનો રસ મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને હાથ અને પગ પર લગાવી લો. થઓડી વાર બાદ તે સૂકાઈ જાય તો તેને ઠંડા પાણીથી ધોઈ લો. તેના ઉપયોગથી સ્કીનની કાળાશ દૂર થશે.
આ સિવાય રોજ ન્હાયા બાદ કાચા દૂધમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી પણ કાળી સ્કીનનો કલર ખૂલે છે અને ડાર્કનેસ ધીરે ધીરે ગાયબ થાય છે.
લીંબુની સાથે ગુલાબજળ કરશે કમાલ
હાથ અને પગની કાળાશને દૂર કરવા માટે તમે એક ચમચી લીંબુના રસમાં 2 ચમચી હુલાબજળ મિક્સ કરી લો. તેનાથી ડાર્ક સ્કીન પર લગાવો. રાતે લગાવીને રહેવા દો અને સવારે ફેસ ધોઈ લો. નિયમિત આ કામ કરવાથી સારું રીઝલ્ટ મળે છે.
નારંગીની છાલની પેસ્ટ કરે છે કમાલ

હાથ અને પગની ડાર્કનેસ ને દૂર કરવા માટે નારંગની છોતરાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે નારંગીના છોતરાને સૂકવી લો. તેને પીસીને પાવડર બનાવો અને તેમાં દૂધ ઉમેરો. આ પેસ્ટને હાથ અને પગ પર લગાવો. તે સૂકાઈ જાય એટલે તેને પાણીથી ધોઈ લો. રંગમાં નિખાર આવશે.