મોબાઈલ ધારકો માટે ખુશ ખબર ! ચોરી થયેલો મોબાઈલ ચોર વાપરી નહીં શકે ! સરકારે લોન્ચ કર્યું એક પોર્ટલ

ટેલિકોમ વિભાગે એક એવી સિસ્ટમ બનાવી છે જેમાં તમારો ચોરી થયેલો મોબાઈલ ટ્રેક થઈ જશે. સિમ બદલ્યા બાદ પણ

દાયકા બે દાયકા પહેલાં મોબાઈલ ફોનનો ઉપયોગ લોકો દ્વારા માત્ર એકબીજાનો સંપર્ક સાધવા માટે જ કરવામા આવતો હતો પણ સમય જતાં સામાન્ય મોબાઈલ સ્માર્ટ ફોન બની ગયા અને તે સાથે તેમાં ઘણીબધી માહિતિઓ પણ સ્ટોર થવા લાગી જેમાં તમારી અંગત માહિતી, તમારા બેંક અકાઉન્ટની માહિતી તમારા ફેમિલિ પિક્ચર્સ વિગેરે રહેવા લાગ્યા અને મોબાઈલ એક ચાલતી ફરતી તીજોરી બની ગયો.

આ ઉપરાં જો તમે કોઈ સારી ગુણવત્તાનો મોબાઈલ વાપરતા હોવ તો તેની કીંમત 15થી લઈને છેક 50 હજાર સુધીની હોઈ શકે છે અને ક્યારેક ક્યારેક તો તેથી પણ વધારે. અને તેની આ મોંઘેરી કીંમતના કારણે તે ચોરોના ટાર્ગેટમાં પણ રહે છે.

પણ જો હવે ક્યારેય તમારો મોબાઈલ ચોરાય અથવા તો તમે તેને ક્યાંક ભુલી ગયા હોવ અને તમને તે ન મળે તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકારે તેના માટે એક ઉપાય શોધી કાઢ્યો છે. સરકારે તે માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. જ્યાં તમે તમારા ચોરી થયેલા ફોનની ફરિયાદ નોંધી શકશો.

આ પોર્ટલ કેવી રીતે કરશે કામ ?

જો તમારો ફોન ચોરી થઈ જાય અથવા ખોવાઈ જાય તો તમારે તેના માટે ફરિયાદ નોંધાવવી પડશે અને હેલ્પલાઈન નંબર 14422 પર ટેલિકોમ ડીપાર્ટમેન્ટમાં તેની જાણકારી આપવી પડશે. પોલીસમાં આ ફિરયાદ નોંધ્યા બાદ ટેલીકોમ વિભાગ આ ફોનનો IMEI નંબર બ્લોક કરી દેશે, જેનાથી આ ફોન કોઈ પણ મોબાઈલ નેટવર્ક યુઝ નહીં કરી શકે. અને જો મોબાઈલનો કોઈ ઉપયોગ જ ન રહે તો ચોર માટે તેને ચોરી કરવાનો કોઈ મતલબ જ નહીં રહે. આમ મોબાઈલની ચોરી પણ ઘટી જશે.

આ વેબપોર્ટલનું એડ્રેસ છે www.ceir.gov.in. જેને કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા મુંબઈમાં લોન્ચ કરવામા આવ્યું છે. અહીં લોકો પોતીના મોબાઈલ ફોન ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવ શકશે.

સિમકાર્ડ બદલ્યા બાદ પણ ચોર ફોન વાપરી નહીં શકે

CEIR સિસ્ટમ કે જે સરકાર દ્વારા તૈયાર કરવામા આવી છે તેના કારણે ચોરી કરવામાં આવેલા કે પછી ખોવાઈ ગયેલા મોબાઈલ પર દરેક પ્રકારની સેવાઓ બંધ કરી દેવામાં આવશે. પછી તેના ઓરિજનલ સિમને નષ્ટ કરીને કોઈ નવું સિમ લગાવીને વાપરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે પણ નહીં થઈ શકે. જો ફોનનો IMEI નંબર પણ બદલી દેવામા આવશે તો પણ ચોર તેને વાપરી નહીં શકે.

આ સિસ્ટમ બધી જ મોબાઈલ ઓપરેટર્સ કંપનીઓના IMEI ડેટાબેઝ સાથે કનેક્ટ રહેશે. આ બધી જ નેટવર્ક ઓપરેટર્સ કંપનીઓ માટે સેંટ્રલ સિસ્ટમની જેમ કામ કરશે અહીં તેઓ જે પણ મોબાઈલ ફોન ચોરી થઈ ગયા હોય અથવા જે ખોવાઈ ગયા હોય તેનું એક બ્લેક લિસ્ટ બનાવશે તેને શેયર કરશે અને તેના દ્વારા આ બ્લેક લિસ્ટેડ મોબાઈલ ફોન કોઈપણ નેટવર્ક પર એક્ટિવેટ નહીં થઈ શકે.

આ પ્રોજેક્ટ પર છેલ્લા ત્રણ વર્ષથી ટેલિકેમ વિભાગ કામ કરી રહ્યો છે. 2017ના જુલાઈ માસમાં C-DoTને મોબાઈલ ટ્રેકિંગ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેંટીટી રજિસ્ટર’ સોંપ્યું હતું. આ IMII નંબરોનો એક ડેટાબેઝ છે. તેનો ઉદ્દેશ મોબાઈલ ફોનની ચોરી તેમજ નકલી ફોનના ધંધા પર અંકુશ આંણવાનો છે. સરકારે આ સેટઅપ માટે 15 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

જોકે આ પ્રોજેક્ટની ટ્રાયલ તો 2017થી જ શરૂ થઈ ગઈ હતી. પણ હાલ તેને રાષ્ટ્રિય સ્તરે ચાલુ કરવાની તૈયારી ચાલી રહી છે. હાલ આ પ્રોજેક્ટ માત્ર મહારાષ્ટ્રમાં શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ તેને બે-ત્રણ મહિના બાદ સમગ્ર દેશમાં લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અધિકારીનું કહેવું છે કે મોબાઈલ ફોનની ચોરીથી કે પછી તેના ખોવાવાથી તેના માલિકને આર્થિક નુકસાન તો થતું જ હતું પણ તેના અંગત જીવન તેમજ દેશની સુરક્ષા માટે પણ તે જોખમ ઉભું કરે છે. આ ઉપરાંત તેનાથી નકલી મોબાઈલના વેચાણમાં પણ ઘટાડો થઈ શકે છે. આમ આ પોર્ટલથી માત્ર મોબાઈલ ધારકો જ નહીં પણ તેમજ દેશની વ્યવસ્થાને પણ લાભ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ