હવે જન્મદિવસની ઉજવણી પર લાગશે રોક, જાણો શું છે ખાસ આ સમાચારમાં…

ચેતવણીઃ માત્ર ગુજરાતમાં જ નહીં, દેશમાં એવું એક શહેર બન્યું છે જ્યાં મોડી રાત સુધી રસ્તા પર કે જાહેર સ્થળોએ જન્મદિવસની ઉજવણી કરવા પર લાગ્યો છે પ્રતિબંધ… જેમને પોતાના મિત્રો સાથે બર્થ ડે મનાવવાનો શોખ હોય તેઓ થઈ જાવ સાવધાન, લાગી શકે છે દંડ, જાણો આખી વિગત… જાહેરમાં મિત્રો સાથે પાર્ટી કરશો તો જશો જેલમાં, જન્મદિવસની મોડી રાત સુધી કરાતી પાર્ટી પડશે ભારી…


છેલ્લા કેટલાય સમયથી રાતે બરાબર ૧૨ વાગ્યે મિત્રો એકઠ્ઠા થઈને જન્મદિવસની ઉજવણી કરે છે. તેઓ બાઈક કે કાર લઈને ઘરેથી બહાર નીકળીને પણ સડક શોરગૂલ કરતા, ઠઠ્ઠા મશ્કરી કરતાં જોવા મળતાં હોય છે. અમુક નવયુવાનીયાઓ તો બર્થડે બક્ગ્સના નામે એકબીજાને મારે કે કોઈ એવી ડેર જેવી રમત કરતા હોય છે જે ક્યારે શારીરિક ઇજા જેવી ગંભીર તકલીફો પડે છે. કોઈને તો જીવના જોખમે પણ આવી મજાક સહન કરવી પડે છે અને વળી કોઈએ તો જીવ પણ ગુમાવવો પડ્યો છે.


ભારત દેશમાં કદાચ સૂરત એવું પહેલું શહેર બન્યું છે જ્યાં એક નવો નિયમ જાહેર થયો છે. આ જાહેરનામું શહેરના પોલિસ કમિશનરે બહાર પાડ્યું છે. આમાં તેમણે એવું એલાન કર્યું છે કે જો રાતના સમયે કે પછી અન્ય સમયે પણ યુવાનો જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરતા નજરે પડશે તો તેમને દંડ પણ થઈ શકે છે. અને વધુમાં જો જાહેરનામુંનો ભંગ થતો જણાશે તો તેમની પાછળ ગંભીર કાર્યવાહી થશે અને જેલની સજા પણ થઈ શકે છે.


સૂરત શહેરના કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ લગાવાયો એ નિર્ણય અંગે કમિશનર સતિશ શર્મા સાથે મીડિયાએ આ અંગે જ્યારે પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું કે અમને અવારનવાર અનેક ફરિયાદો મળતી રહે છે. જ્યારે જાહેરમાં સડક પર ધમાલ કરવી, મારવું કે શરીર પર વસ્તુ લગાડવી, સેલોટેપ લગાવવી જેવી તકલીફો ઊભી થાય છે.


વધુમાં અધિકારીઍ જાણાવ્યું કે યુવાનોને નમ્ર વિનંતી છે કે પ્રસંગની ઉજવણી જરૂર કરો પણ સડકો પર ઉતરીને ઝડપથી ગાડીઓ હંકારી જવી કે નુક્સાન પહોંચે તેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ નહીં. હોટેલમાં કે પાર્ટી પ્લોટમાં આનંદથી જરૂર ઊજવણી કરી શકો છો.


તેમણે જનતાને અનુરોધ કર્યો છે કે કોઈને કનડ્ગત કર્યા વિના જ ઉલ્લાસથી પ્રસંગની ઉજવણી કરવી જોઈએ નહીં કે કોઈના જીવના જોખમે ઉજવણી કરવાની રીત તદ્દન ખોટી અને ગેરવ્યાજબી છે.


સૂરત શહેરની કાયદાને લગતી આ પહેલ ખરેખર આવકાર્ય છે. જેને લીધે યુવાનો રસ્તા પર ઉતરીને ધમાલ મસ્તી કરે એ કોઈ રીતે નુક્સાનકારક છે. આ પ્રકારનું જાહેરનામુંનો જે કોઈ ઉલ્લંઘન કરશે તેમને ઇન્ડિયન પીનલ કોર્ટન કલમ ૧૮૮ મુજબ એ સ્થળે હાજર સૌની ધરપકડ થઇ શકે છે અને તેમના વિરુદ્ધ કોર્ટમાં કેસ પણ થઈ શકે છે.


હકીકતે હાલામાં, એ ટ્રેન્ડ ખૂબ વધ્યો છે જેમાં મોંએ કેક ચોપડીને કે કોઈ અસહ્ય શરતો લગાવવી કે જેમનો જન્મદિવસ હોય તેને મસ્તીમાં પણ ઢોરમાર મરાય છે. એ વાતને નાકારી નથી શકાતું કે ક્યારેક તો મૃત્યુ થવાના પણ અનેક જગ્યાએથી સમાચાર મળે છે. જેના પ્રત્યે આજના યુવાનોએ સમજણ કેળવવી જોઈએ.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ