હવે ફકત વાળ માટે નહિ આ કામ માટે પણ ઉપયોગમાં લઇ શકો છો હેર કન્ડિશનર…

મારી સાથે એવું ઘણીવાર બન્યું છે કે વાળને વધારે સુંદર બનાવવા માટે હું હંમેશા એક નહીને બીજી પ્રોડક્ટ પર જંપ કરે રાખું અને મારી પાસે એક સમયે ઘણીબધી બીનજરૂરી શેમ્પુ તેમજ કન્ડીશનરની અરધી-અરધી વણવપરાયેલી બોટલોનો ઢગલો થઈ જાય છે. જો કે તેમાંની મોટા ભાગની તો કન્ડીશનરી જ બોટલો હોય છે. તમે તો જાણતા જ હશો કે તમારે કન્ડીશનરને માત્ર થોડા પ્રમાણમાં જ વાપરવાનું હોય છે, અને તે આખી બોટલ તો કોને ખબર ક્યારે ખલાસ થતી હશે અને તે પણ ત્યારે જ્યારે દિવસને દિવસે બજારમાં અવનવા કન્ડિશનરો બહાર પડતા હોય.

સામાન્ય રીતે તો હું તે ફેંકી જ દેતી હોઉં છું (નર્યો બગાડ, કેમ ?), પણ મને ક્યાંકથી ખબર પડી છે કે તેનો હવે બગાડ નહીં થાય પણ તેને પણ ઉપયોગમાં લઈ શકાશે, તે પણ વાળમાં લગાવ્યા વગર ! કેવી રીતે ? તો આજે હું તમારી સાથે તેના 13 અસામાન્ય ઉપયોગો શેયર કરવાની છું, જે ખરેખર તમને ચકીત કરી દેશે !

1. તેનો ઉપયોગ તમે શેવિંગ ક્રિમ તરીકે કરી શકો છો

શું કોઈ ડેટ માટે તમારે તમારા હેર શેવ કરવાની જરૂર પડી છે, પણ શેવિંગ ક્રિમ નથી ? તો ચિંતા ન કરો તમારું આ નક્કામું કન્ડિશનર તમને તેમાં મદદ કરશે. કન્ડિશનરનો ઉપયોગ કરી જો તમે તમારા વાળ શેવ કરશો તો તમારી ત્વચા સ્મુધ રહેશે અને ત્વચા પર કાપા પણ નહીં પડે.

2. કીચુડ-કીચુડ કરતાં બારણાના મિજાગરા માટે

તમારે હવે તમારા બારણા, બારી કે કેબિનેટના કીચુડ-કીચુડ કરતાં મિજાગરા માટે ગંધ મારતું ગ્રીસ કે અન્ય ગંદું તેલ લગાવવાની જરૂર નહીં પડે. તમારે માત્ર થોડું કન્ડિશનર લેવાનું છે અને તે મિજાગરા પર લગાવી દેવાનું છે, અને પછી જુઓ કે તમારા ઓરડામાં કેવી મંદિર જેવી શાંતિ છવાઈ જાય છે.

3. બેન્ડેજ ઉખાડવામાં મદદરૂપ

તમને જ્યારે કંઈક વાગ્યું હોય અને તમે તેના પર બેન્ડેજ લગાવી હોય અને જ્યારે તેને ઉખાડવાનો વારો આવે ત્યારે તમારા મોઢામાંથી રામ બોલાઈ જતું હશે. પણ હવે તેમ નહીં થાય ! તે ભાગ પર કન્ડિશનર લગાવવાથી તમને દુખાવો નહીં થાય અને બેન્ડેજ ઉખાડતી વખતે તે સરળતાથી નીકળી જશે. તમારે તે માટે બેન્ડેજની કીનારીઓ પર કન્ડિશનર લગાવવાની જરૂર રહેશે બાકીનું કામ સરળ રીતે પુરું થઈ જશે.

4. તમારા આંતરવસ્ત્રોને ડ્રાય ક્લિન કરી શકો છો

તમારા આંતરવસ્ત્રો માટે આ એક ખુબ જ સરળ DIY ક્લિનિંગ ટ્રિક છે. તમારે માત્ર એક નાનકડા ટબમાં પાણી ભરવાનું છે તેમાં એક ચમચી કન્ડિશનર નાખવાનું છે અને તે પાણીમાં તમારા આંતરવસ્ત્રો પલાળી, હાથ વડે ઘસી, ડોળ કાઢી સુકવી દેવાના છે.

5. ફસાઈ ગયેલી વીંટી સરળતાથી કાઢવા

આ સમસ્યા આપણને અવારનવાર નડતી હોય છે. સમય જતાં આંગળીમાં પહેરેલી વીંટી ટાઈટ થઈ જાય છે અને બહાર કાઢતી વખતે તે સરળતાથી બહાર નથી નીકળી શકતી. પણ તે માટે પણ કન્ડિશનર તમારી વહારે આવ્યું છે. આંગળીના ટેરવા પર થોડું કન્ડિશનર લો અને તેને તમારી વીંટીની ઉપર લગાવો. આમ કરવાથી ટાઈટમાં ટાઈટ વિંટી આંગળીની બહાર નીકળી જશે. એટલું યાદ રાખો કે આમ કરતી વખતે રીંગને સીધી નહીં કેંચવી પણ તેને ગોળગોળ ફેરવી બહાર કાઢવી.

6. સ્ટેઇનલેસ સ્ટિલને પોલિશ કરી શકો છો

હવે જ્યારે ક્યારેય તમે તમારા સ્ટેઇનલેસ એપ્લાયન્સીસને સાફ કરો ત્યારે કન્ડિશનરનો ઉપયોગ કરજો. તે તેને તદ્દન નવા જેવા બનાવી દેશે. તે માટે તમારે તમારા ધોવાના કપડા પર થોડું કન્ડિશનર લઈ તેને સાફ કરવાના રહેશે.

7. તમારા નાહવાના પાણીમાં થોડું કન્ડિશનર ઉમેરો

શરીરને આરામ આપવા બાથ ટબમાં પોતાના શરીરને ડુબાડી રાખવું તો મજાનો અનુભવ છે. પણ તેમ કરવાથી તમારું શરીર ડ્રાય થઈ જાય છે. તો તે માટે તમે તમારા બાથ ટબના પાણીમાં થોડું કન્ડિશનર ઉમેરી શકો છો અને તેમ કરવાથી તમારા શરીરને કુદરતી મોઇશ્ચરાઇઝર મળી રહેશે.

8. તમારી ગટરો તેમજ પાઈપને ક્લિન કરી શકો છો

તમારા ઘરમાં કેટલીક ગટરો તેમજ કેટલીક પાઈપો તો અવારનવાર જામ થઈ જ જતી હશે. તો હવે તે માટે કોઈ પ્લમ્બરને નહીં બોલાવી કન્ડિશનરનો ઉપયોગ કરી તમે તે પૈસા બચાવી શકો છો. તે માટે તમારે પુરતા પ્રમાણમાં કન્ડિશનર લઈ તેને ડ્રેઇનમાં નાખવાનું છે અને તેના પર ગરમ પાણી રેડી દેવાનું છે. આ ટ્રીક કામ કરવી જોઈએ.

9. કાટ થતો અટકાવી શકો છો

કેટલીક ધાતુઓને ખુબ જ સરળથાથી કાટ લાગી જાય છે અને તેનાથી તમારા ઘરનો દેખાવ બગડી શકે છે. પણ તમે તેને અટકાવી શકો છો. કેવી રીતે ? ટૂલ્સ, નળ, લોખંડની જાળી જેવી જલદી કાટ ચડી જાય તેવી વસ્તુઓને કન્ડિશનરથી સાફ કરીને તમે તેના પર કાટ થતો અટકાવી શકો છો.

10. તમારા ટી-શર્ટને ચડી જતું અટકાવી શકો છો

આ ટ્રીકની કોઈ જ ગેરેન્ટી નથી, તે કામ કરે પણ ખરી અને ન પણ કરે, તેનો આધાર ટી-શર્ટના મટિરિયલ પર છે, પણ તમારે એક વાર તો અખતરો કરવો જ જોઈએ. હુંફાળા પાણીની ડોલ લો, તેમાં એક ચમચી કન્ડિશનર નાખો અને તમારા કપડાને તેમાં બોળો, કપડા બરાબર પલળે તેનું ધ્યાન રાખો. હવે તે કપડાંને તેની મૂળ સાઇઝમાં લાવવા તેને ખેંચો, આમ કરતી વખતે જરા ધ્યાન રાખો.

11. ફેબ્રિક સોફ્ટનર તરીકે તેનો ઉપયોગ કરી શકો છો

તમારા કપડા લો તેને કન્ડિશરવાળા પાણીમાં પલાળો. આ કપડાને તમે તમારા બીજા કપડાં સાથે વોશિંગ મશિનમાં નાખી દો. આમ કરવાથી તમારું કપડું પહેલાં જેવું સુંવાળુ થઈ જશે.

12. અથવા તો ફેબ્રિક ફ્રેશનર તરીકે તમે તેનો ઉપયોગ કરી શકો છો

જો તમે એક જ કપડાં બીજી વાર ધોયા વગર પહેરવાનું પસંદ કરતા હોવ પણ તેમાંથી આવતી ગંધને સહન ન કરી શકતા હોવ તો આ ટીપ્સ તમારા માટે જ છે. તો આપણા આ DIY કન્ડિશનર ફેબ્રિક સોફ્ટનર વડે તમે તમારા કપડાંને મોગરાના ફૂલ જેવા સુગંધિત બનાવી શકો છો. એક ભાગ કન્ડિશનરની સામે નવ ભાગ પાણી ઉમેરો, આ મિશ્રણને સ્પ્રે બોટલમાં નાખી તેને બરાબર શેક કરી કપડા પર આ મિશ્રણને સ્પ્રે કરો.

13. નખની ત્વચાને મુલાયમ બનાવી શકો છો

કન્ડિશનર નખની કઠોર ત્વચા માટે ઉત્તમ ક્રિમ છે. તે માટે તમારે માત્ર થોડું કન્ડિશનર લેવાનું છે અને તેને તમારી નખની ત્વચા પર હળવા હાથે ઘસવાનું છે. મેનિક્યોર પેડિક્યોર કરતા પહેલાં પણ તમે આ પ્રયોગ કરી શકો છો. હવે તમારા નક્કામાં પડી રહેલા કન્ડિશનરનો તમે સદ્ઉપયોગ કરી શકો છો. અને તમને તેને ખરિદ્યાનો અફસોસ પણ નહીં રહે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ટીપ્સ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ