હવે ચોકલેટ કેક ખાવાની ઈચ્છા થાય તો મન મારશો નહિ ખાઈ જ લેજો આટલા બધા ફાયદા છે…

તમારી સામે ચોકલેટ કેકનો પીસ પડ્યો હોય તો તમે તમારી જાતને રોકી જ ન શકો. સવારના પહોરમાં ફ્રીજમાં પડેલી ચોકલેટ કેકનો પીસ જો નજરમાં આવી જાય તો મન લલચાયા વગર રહે નહીં. અને આપણે આપણા મનને કોઈ પણ રીતે મનાવી છેવટે કોઈ પણ બહાને તે કેક આરોગી જ લઈએ પછી ભલે પાતળા થવાની કેટલીએ સોગંધો કેમ ન ટુટી જાય.


પણ અમે તમારા માટે આજે આ ખુબ જ સારા સમાચાર લાવ્યા છીએ. સંશોધનો જણાવે છે કે ચોકલેટ કેક ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. માટે તમારે વધારે દોષભાવમાં રહેવાની જરૂર નથી. ન્યુયોર્કની સિરાકસ યુનિવર્સિટીમાં લગભગ 968 લોકો કે જેમની ઉંમર 23થી 98 વચ્ચેની છે તેમના પર આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.


આ અભ્યાસ લોકોની ડાયેટરી હેબિટ એટલે કે ખાવાની ટેવો પર આધારિત છે અને તેમાં ભાગ લેવા માટે લોકોએ પોતાની આ ટેવોને છોડવાની નથી હોતી.

Breakfast at Wimpy, Botswana

તેમના આ અભ્યાસ દ્વારા તેમને જણવા મળ્યું કે, ચોકલેટનો તમારા જ્ઞાનાત્મક દેખાવ પર હકારાત્મક અસર થાય છે અને જો તમે તેને નિયમિત રીતે ખાઓ તો તે તમારી યાદશક્તિ અને તમારી વિચારવાની ક્ષમતાને સુધારી શકે છે. તલ અવિવ યુનિવર્સિટિ ખાતે થયેલા બીજા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે તે થોડું વધારે રસપ્રદ છે.


જ્યારે તેમણે રોજ સવારે ચોકલેટ કેક નિયમિત રીતે ખાધી ત્યારે તેમને કામ કરવા માટે એક જાતનો પુશ મળતો હતો. તેમને એ પણ જાણવા મળ્યું છે કે નિયમિત કેક ખાવાથી વ્યક્તિને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ડો. ડેનિઅલ જાકુબોવિક્ઝને જાણવા મળ્યું કે જ્યારે તમે તરત જ જાગી જાઓ છો ત્યારે મગજને ઉર્જાની જરૂર હોય છે.


તમારું શરીર સવારની બાજુએ ખોરાકને ઉર્જામાં ખુબ જ અસરકારક રીતે ફેરવે છે, માટે કેકનો તે ટુકડો તમારી કમરને ભારે નહીં પડે. પણ જો તમે તે જ કેક દિવસમાં મોડે ખાશો તો તેની ચરબી તમારા શરીરમાં જમા થશે.


આ અભ્યાસ પ્રમાણે, એ જરૂરી છે કે તમે સવારના 9 વાગ્યા પહેલાં જ ચોકલેટ ખાઈ લો. જે લોકો પ્રેટિન, કાર્બોહાઇડ્રેટ્સ અને 600 કેલરીનું ડિઝર્ટ ખાતા હોય તે લોકો 300 કેલરીનો નાશ્તો મોડેથી ખાતા લોકો કરતાં વધારે જલદી ચરબી બાળે છે.


ચોકલેટ સ્વાસ્થ્ય માટે કેમ આટલી લાભપ્રદ છે ? તે માટેનું એક કારણ છે તેમાં રહેલું ફ્લેવનોઇડ્સ જે માત્ર પ્લાન્ટ આધારિત ખોરાકમાં જ મળે છે. તે કોકોઆ બિન્સમાં ખુબ જ ઉચ્ચ પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત તમને રેડ વાઇનમાં પણ ફ્લેવોનોઇડ્સનું પ્રમાણ જોવા મળશે.


માટે જો તમે સવારના પહોરમાં તે ચોકલેટનો ટુકડો તમારું વજન વધી જશે તે બીકે ન ખાતા હોવ તો ચીંતા છોડી દો અને કોઈ તે ચોકલેટ કેક મોઢામાં સરકાવી દે તે પહેલાં આ શુભ કામ તમે જ કરી લો. પણ યાદ રાખો સવારે બને તેટલું જલદી, જો મોડું કરશો તો તે તમને મોંઘુ પડશે. અને આપણું જીવન કંઈ આટલી નાનકડી વસ્તુઓ પાછળ જીવ બાળવ માટે કંઈ લાંબુ થોડી છે. માટે જી લો અપની જિંદગી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર તો લાઇક કર્યું કે નહિ…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ