હવન કરતા સમયે શામાટે બોલવામાં આવે છે “સ્વાહા” જાણો આ શબ્દનો અર્થ અને મહત્વ

આપણે પોતાના જીવનમાં ઘણા એવા કામ કરીએ છીએ , જેના વિશે અને તેના અર્થ વિશે આપણને ખ્યાલ નથી હોતો. વાત કરીએ હિંદુ ધર્મની તો તેમા કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા તેનું મહુર્ત કાઢવામાં આવે છે,આની સાથે જ હવન કરવાનું પણ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ નવા કાર્યની શરૂઆત કરીએ છીએ તો પહેલા હવન કરવામાં આવે છે.લગ્ન પ્રસંગ હોય કે પછી પૂજા વગેરા જેવું કોઈપણ કાર્ય આ જ રીતે બધા ધાર્મિક અનુષ્ઠાનોમાં હવનનું વિશેષ મહત્વ હોય છે અને આ જરૂરી પણ માનવામાં આવ્યું છે. તમે પણ હવન કર્યો હશે. હવન કરતા સમય હવન સામગ્રીને આંગળીની મદદથી હવનકુંડમાં પ્રજ્વલીત કરવામાં આવે છે. હવનનાં સમય પંડિત મંત્રોચ્ચારણ કરે છે અને સ્વાહા કરતા હવન સામગ્રીને અગ્નિમાં અર્પિત કરે છે.પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે અગ્નિમાં હવન સામગ્રી અર્પિત કરતા સમયે બોલવામાં આવતા શબ્દ સ્વાહાનો શું અર્થ થાય છે. આખો કેમ હમેંશા સ્વાહા શબ્દ જ બોલવામાં આવે છે. આનો મતલબ શું થાય છે? નથી વિચાર્યુ ને તો હવે તમારે વધુ વિચારવાની જરૂર નથી કારણ કે અમે તમને આજ અમારા આ લેખમાં સ્વાહા શામાટે બોલવામાં આવે છે અને તેનો શું અર્થ થાય છે તે બધું જણાવીશું .જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્વાહાનો અર્થ થાય છે સાચી રીત અનુસાર કોઈપણ વસ્તુને તેના સાચા સ્થાન અને પ્રિય સુધી સુરક્ષીત રીતે પહોંચાડવી. આ સાથે અગ્નિ દેવતાનાં પત્નીનું નામ સ્વાહા છે. એટલે હવન સામગ્રીને અગ્નિમાં અર્પિત કરતા સમયે સ્વાહા શબ્દ બોલવામાં આવે છે,જેથી સ્વાહા નામનું ઉચ્ચારણ કરીને તેમના પતિથી તેમને મળાવવામાં આવે. એમ કહેવામાં આવે છે કે દેવતા હવન સ્વિકાર ત્યારે જ કરે છે જ્યારે અગ્નિ દ્વારા અને સ્વાહાનાં માધ્યમથી અર્પિત કરવામાં આવે.

ત્યાં જ સ્વાહા શબ્દ પર ભગવાન શ્રી કૃષ્ણનાં આશિર્વાદ પણ છે અને વરદાન પણ. એકવાર શ્રી કૃષ્ણ એ કહ્યું હતુ કે ફક્ત સ્વાહાનાં માધ્યમથી જ દેવતા હવિષ્યને ગ્રહણ કરી શકશે. એ ટલે જ હવન કરતા સમય આ શબ્દનું ઉચ્ચારણ જોરથી કરવામાં આવે છે જેથી દેવતાઓને તેમનો મનપસંદ ભોગ પહોંચી શકે અને બધા કાર્ય મંગલપૂર્વક થઈ જાય.

આ જ કારણ છે કે હવનમાં આહૂતી દેતા સમય સ્વાહા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વગર સ્વાહા કહે યજ્ઞમાં સમાહિત કરવામાં આવેલી હવન સામગ્રી દેવતાઓ સુધી નથી પહોંચતી.જણાવી દઈએ કે હવનમાં આહૂતી આપતા સમયે પોતાના સીધા હાથની મધ્યમા અને અનામિકા આંગળી પર હવન સામગ્રી લેવી જોઈએ અને અંગુઠાની મદદથી જ હવન સામગ્રીને અગ્નિમાં છોડવામાં આવવી જોઈએ .તેની સાથે અગ્નિમાં આહૂતી હમેંશા નમીને જ આપવી જોઈએ .