હાથરસ મામલે ચોંકાવનારો ખુલાસો, આરોપીએ જેલમાંથી લખી ચિઠ્ઠી, એવા એવા દાવાઓ કર્યા કે દેશ હચમચી જશે!

હાથરસ મામલે ચોંકાવનારો ખુલાસો, આરોપીએ જેલમાંથી લખી ચિઠ્ઠી, એવા એવા દાવાઓ કર્યા કે દેશ હચમચી જશે!

હાથરસ કેસને લઈ સમગ્ર દેશમાં આક્રોશ છે અને લોકો આ કેસ અંગે વધારે તપાસ ઈચ્છતા હતા. તેમજ પીડિતના પરિવારને ન્યાય મળે એવી સૌ કોઈને આશા છે. તેમજ સરકારે પણ આ કેસ અંગે સીબીઆઈ તપાસના આદેશ આપી દીધા છે. પરંતુ આ બધાની વચ્ચે એક મોટો ખુલાસો થયો છે જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. હાથરસ કાંડના આરોપીએ જેલમાંથી પોલીસ અધિક્ષક(એસપી)ને ચીઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં ચારેય આરોપીઓએ કહ્યુ કે તે નિર્દોષ છે. ઘટનાના મુખ્ય આરોપી સંદીપે દાવો કર્યો છે કે પીડિતાની સાથે તેની દોસ્તી હતી. જેના કારણે પરિવાર નારાજ હતો.

image source

વાત કરીએ તો સંદિપના જણાવ્યાનુંસાર આ સમગ્ર મામલો ઓનર કિલિંગનો છે. એસપીને મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં સંદિપે કહ્યું કે પીડિતા સાથે મારી મિત્રતા હતી. મુલાકાતની સાથે સાથે ક્યારેક ક્યારેક ફોન પર વાત થતી હતી. અમારી આ મિત્રતા તેના પરિવારને પસંદ નહોતી. ઘટનાના દિવસે પીડિતાએ મને ખેતરમાં મળવા બોલાવ્યો હતો. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો પીડિતાની સાથે તેની માતા અને ભાઈ હાજર હતા. ચિઠ્ઠીમાં સંદિપે કહ્યું છે કે પીડિતાના કહેવા પર હું મારા ઘરે જતો રહ્યો હતો.

image source

આગળ સંદિપે લખ્યું કે, મારા પિતા સાથે ઢોરોને પાણી પીવડાવી રહ્યો હતો. ત્યારે મને ખબર પડી કે પીડિતાની મા અને તેના ભાઈએ તેને ઢોર માર માર્યો છે. તેને ગંભીર ઈજા થઈ હતી. બાદમાં તેનું મોત થયું છે. સંદીપે કહ્યું તે મે ક્યારેક પીડિતાને નથી મારી અને ન તો કોઈ ખોટુ કામ કર્યુ. આ સાથે જ સંદીપનું કહેવું છે કે આ મામલામાં તે નિર્દોષ છે. મારા સંબંધી રવિ અને શમૂને પણ ફસાવવામાં આવ્યા છે. સાથે લવકુશનું નામ પણ નાખવામાં આવ્યું છે. અમે ચારેય નિર્દોષ છીએ.

image source

હવે આ સમગ્ર હાથરસ મામલો નિષ્પક્ષ તપાસની માંગ કરે છે. હાથરસ જેલ અધિક્ષકે ચિઠ્ઠા લખાયાની ખરાઈ કરી છે. જો કે એસપી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ગામમાં અનેક લોકો સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા લોકોએ કહ્યું કે અમારા છોકરાઓ નિર્દોષ છે. તેમને ફસાવવામાં આવ્યા છે. મામલામાં સીબીઆઈ તપાસની સાથે બન્ને પક્ષોના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. ત્યારે પીડિતાના પરિવારની માંગ છે કે દોષીઓને આકરી સજા થવી જોઈએ.

આ મહિલા પણ આરોપોના ઘેરામાં

image source

તપાસમાં એક વાત સામે આવી છે કે, પીડિતાના ગામમાં નકલી સંબંધોએ તંબુ તાણ્યા હતા. પોતાને સંબંધી બતાવનાર મહિલાનું સત્ય સામે આવ્યું છે. એક કથિત મહિલા સંબંધિત પીડિત પરિવારમાં દેખાય રહી છે. પોલીસનો દાવો છે કે તેઓ મહિલા પીડિત પરિવારને છેતરી રહી હતી. પોલીસના કહેવા મુજબ કહેવાતા સંબંધિત ડૉ.રાજકુમારી પીડિત પરિવારજનોને છેતરતી જોવા મળી છે. માત્ર દલિત હોવાના નાતે પરિવારના લોકોને વિશ્વાસમાં લઇ તે છેલ્લા ઘણા દિવસથી પીડિત પરિવારને ત્યાં આ મહિલા રહેતી હતી. મહિલા જબલપુર મેડિકલ કોલેજમાં પોતાને પ્રોફેસર કહેતી હતી.

image source

પોલીસના જણાવ્યા મુજબ આ નકલી સંબંધી મીડિયામાં શું નિવેદન આપવાનું છે, પીડિતાના પરિવારજનોને સતત માર્ગદર્શન આપી રહી હતી. પોલીસને શંકા જતા જ મહિલા ઘરમાંથી ચુપચુપ ખસી ગઇ. વીડિયોમાં પણ મહિલાને જોઇ શકાય છે જે પોતાનું કથિત નામ રાજકુમારી બતાવી રહી હતી. કેસની તપાસ કરી રહેલા SITની ટીમે આરોપીઓના પરિવારને પૂછપરચ્છ માટે શુક્રારના રોજ તેમને બોલાવ્યા હતા. બે આરોપીઓના પરિવારની એસઆઇટીએ પૂછપરચ્છ પણ કરી હતી. સાથો સાથ તપાસ દળે પીડિત પરિવારના પાડોશીઓને પણ પૂછપરચ્છ માટે બોલાવ્યા છે. સૂત્રોનું કહેવું હતું કે એસઆઇટી 40 લોકોની પૂછપરછ કરશે.

image source

તેમાં એ લોકો પણ સામેલ છે જે ઘટનાવાળા દિવસે ખતરની આસપાસ હતા. સાથો સાથ એસઆઇટીએ પીડિતાને અંત્યેષ્ટિવાળા દિવસે કોણ-કોણ ઘટના સ્થળ પર ગામમાં હાજર હતા કે દૂરથી દેખાઇ રહ્યા હતા તેની પૂછપરચ્છ કરી છે. SIT ટીમ પોલીસ લાઇનમાં ગામના લોકોને સતત પૂછપરછ માટે બોલાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ