બાબાએ હાથી પર ચઢીને કર્યા યોગ, પણ કાંડ થઈ ગયો, હાથીએ હલનચલન કર્યું અને બાબા ભફાંગ કરતા નીચે ખાબક્યાં

બાબા રામદેવ કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં રહે છે. હમણાં બે મહિના પહેલાં જ એક ટીવી ઈન્ટરવ્યૂમાં સાઈકલ પરથી નીચે પડી ગયા હતા અને વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે ફરીથી બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હાથી ઉપર યોગ કરતી વખતે નીચે પડી ગયા હતા. આ વીડિયો ત્યારનો છે કે જ્યારે યોગગુરુ બાબા રામદેવ મથુરાના મહાવનમાં રમણરેતી આશ્રમમાં હાથી પર યોગાસન કરી રહ્યા હતા. બાબાએ કદાચ સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવી ઘટના બની હતી.

image source

આ વીડિયોમાં દેખાય છે કે બાબા હાથી ઉપર યોગ કરી રહ્યા છે અને થોડી ક્ષણો બાદ હાથી ચાલવા લાગે છે. હાથી ચાલવા લાગે જેના લીધે બાબા તેમનું સંતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે. જોકે આ ઘટનામાં બાબાને કોઈ જ પ્રકારની ઈજા પહોંચી ન હતી. તેઓ જેવા નીચે પડ્યા તે સાથે જ ઉભા થઈ ગયા અને સાથીઓ સાથે હસવા લાગ્યા. હવે તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના સોમવારે મથુરામાં મહાવન સ્થિત આશ્રમની છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લઈ મજાક થઈ રહી છે.

image source

આ વીડિયો સોમવારનો હોવાનું માનવામાં આવે છે. કે જ્યારે રામદેવ ગુરુ શરણાનંદના આશ્રમ રમણરેતીમાં રામદેવ બાબા સંતોને યોગાભ્યાસ શીખવતા હતા. આ સમય દરમિયાન બાબાએ હાથી પર બેસીને યોગ મુદ્રાઓ કરી હતી. મંગળવારે તેનો એક વીડિયો વાયરલ થયો જે લગભગ 22 સેકન્ડનો છે. આમાં જોવા મળી રહ્યું છે કે બાબા યોગની મુદ્રામાં હાથી પર બેઠા છે. અચાનક હાથી હવે છે અને બાબા હાથીની નીચે ભફાંગ થઈ જાય છે. જો કે તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

બે મહિના પહેલાં પણ બાબા રામદેવની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ હતી. આ વીડિયો ક્લિપ મુજબ બાબા રામદેવ સાયકલ પરથી ગોથું મારી જાય છે. એક ન્યૂઝ ચેનલના લાઈવ શૉ દરમિયાન આ ઘટના બને છે. વરસાદી માહોલમાં સાયક્લિંગ કરતાં કરતાં બાબાની શૉમાં એન્ટ્રી થાય છે.

એન્કર્સ બાબાનો ઈન્ટ્રો કરતી હોય છે ત્યારે વળાંકમાં અચાનક જ સાયકલ સ્લિપ થતાં બાબા ગબડી પડે છે. જો કે, પડી ગયા બાદ તે તરત જ ઊભા થઈ જાય છે અને હસતાં-હસતાં એન્કર્સ સાથે વાતો કરવા લાગે છે. ત્યારે પણ બાબાનો વીડિયો ભારે વાયરલ થયો હતો અને હાલમાં પણ વીડિયો પ્રકાશની ગતિએ વાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ