હાથીના બચ્ચાનો પ્રથમ જન્મ દિવસ ઉજવાયો ધમાકેદાર, પાર્ટીમાં કેક ખાવા માટે આવ્યા 15 હાથી, જોઇ લો વિડીયોમાં

શ્રીકુટ્ટીએ પોતાનો પ્રથમ જન્મ દિવસ ધામધૂમથી ઉજવ્યો. હાથીએ પોતાના વાળમાં એક ફૂલ પણ લગાવ્યું છે અને રવિવારે કેરલના કોટ્ટુર હાથી પુનર્વાસ કેન્દ્રમાં જન્મ દિવસની કેક પણ ખાધી. તેના જન્મ દિવસની પાર્ટીમાં બીજા 15 હાથીઓને પણ આમંત્રણ આપવામા આવ્યું હતું અને સાથેસાથે કેટલાક મનૂષ્યો પણ હાજર રહ્યા હતા. સોશિયલ મિડિયા પર પાર્ટીનો વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે શ્રીકુટ્ટીને એક જંગલમાંથી ગંભીર ઇજાઓથી બચાવવામાં આવી હતી તે સમયે તે માત્ર બે જ દિવસની હતી.

image source

તેના જીવતા રેહવાની શક્યતાઓ ખૂબ જ ઓછી હતી, પણ મુખ્ય વન પશુ ચિકિત્સા અધિકારી ડો. ઇ. ઇશ્વરનએ શ્રીકુટ્ટીની ખાસ સંભાળ લીધી હતી અને તેને ધીમેધીમે ઠીક કરી દીધી હતી. કેળા અને નાળિયેરનાં પાણીના એક સ્વસ્થ આહારની સાથે તેને ખૂબ જ પ્રેમ અને સંભાળ આપવામાં આવતા શ્રીકુટ્ટી ઠીક થઈ ગઈ હતી.

image source

પ્રથમ જન્મ દિવસની પાર્ટીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. અહીં તેણી ડોક્ટર ઇસ્વરન સાથે જોવા મળી રહી છે. વિડિયો શોશિયલ મિડિયા પર સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને તેનાથી ઘણા બધા લોકો આકર્ષાયા હતા.

આ વિડિયો જોઈને એક યુઝરે લખ્યું, ‘શ્રીકુટ્ટીના બીજા જન્મ દિવસ પર અમે પણ હાજર રહીશું. પછી ભલે કોરોનાકાળ હોય કે કંઈ પણ હોય. અમે અત્યારથી પ્લાનિંગ કરી રહ્યા છીએ.’ તો વળી એક યુઝરે એ પણ જોયું કે શ્રીકુટ્ટીએ પોતાના જન્મદિવસ પર પોતાના માથા પર એક સુંદર પીળા રંગનું ફુલ પણ લગાવ્યુ હતું.

image source

ન્યુ ઇન્ડિયા એક્સપ્રેસના ડેપ્ટી વાઇલ્ડલાઇફ વોર્ડન સતીશાન એનવીએ જણાવ્યું, ‘જ્યારે અમને શ્રીકુટ્ટી મળી, ત્યારે તેનો એક પગ ખરાબ રીતે ઘાયલ થયેલો હતો અને તેના આખા શરીર પર ઇજાના નિશાન હતા. એવી શંકા હતી કે તેણી પાણીની ધારામાં વહી ગઈ હતી. અને છેવટે પોતાના માતા-પિતાથી અલગ થઈ ગઈ. શ્રીકુટ્ટી તે સમયે માત્ર ત્રણ જ અઠવાડિયાની હતી. તેના બચવાની શક્યતા માત્ર 40 ટકા જ
હતી.’

image source

પણ સદભાગ્યે શ્રીકુટ્ટી માત્ર બચી જ ન ગઈ પણ તેણી સારી રીતે મોટી પણ થઈ રહી છે. તેને પોતાના પ્રથમ જન્મ દિવસ પર એક શોલ પણ ભેટ આપવામા આવી છે. સાથે સાથે ચોખા અને રાગીમાંથી બનાવવામાં આવેલી કેક પણ બનાવવામાં આવી અને તેને ખવડાવવામાં આવી.