શું તમારી હથેળીમાં છે આ રેખાઓ અને નિશાનીઓ? તો તમને મળી જશે સરકારી નોકરી

હસ્તરેખા શાસ્ત્ર: જો હથેળીમાં બનતી હોય આવી રેખાઓ બને છે તો તમને સત્તાની ખુરશી પર બેસતા કોઈ નહીં રોકી શકે!

હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિની હથેળીમાં બનેલા અલગ-અલગ નિશાન, રેખાઓ અને હથેળીનો આકાર વ્યક્તિનો સ્વભાવ અને અને ભવિષ્યમાં તેનું જીવન કેવું હશે તે વિશેની માહિતી આપે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વ્યક્તિની જીંદગીમાં રાજયોગની ખુશી તેની કુંડળીમાં રહેલ શુભ ગ્રહોના શુભ સ્થાનમાં રહીવાથ ખબર પડે છે. આ સિવાય સમુદ્રિક શાસ્ત્રમાં હથેળી પર કેટલાક ખાસ પ્રકારના નિશાનથી રાજયોગના શુખ વિશે જાણી શકાય છે. ત્યારે આવો જાણીએ હથેળી પર ક્યાં-ક્યાં અને કેવા નિશાન બનવાથી વ્યક્તિને રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે.

image source

હાથની રેખાઓમાં અનેક પ્રકારની નિશાનીઓ જોવા મળે છે. જેનાથી વ્યક્તિના વર્તમાન અને ભવિષ્ય વિશે આગાહી કરી શકાય છે.હસ્તરેખાશાસ્ત્રમાં જીવનમાં આવનાર સંકટો, ચઢાવ ઉતાર અંગે જાણકારી મળે છે. એટલું જ નહીં પરંતુ આ રેખાઓ દ્વારા તમારૂં જીવન કેવું જશે, નોકરી ધંધો અને વ્યવસાય અંગે પણ જાણકારી મળશે. જો તમારી હસ્તરેખાઓ આવી હોય તો સમજો કે તમને મળશે સરકારી નોકરી. હસ્તરેખાશાસ્ત્ર મુજબ જે કોઈ જાતકની હથેલીમાં સૂર્ રેખા સીધી ગુરુ પર્વત તરફ જતી હોય તો આ એક શુંભ સંયોગ અને સંકેત છે.

image source

આ સ્થિતિ સરકારી નોકરીના અધિકારી બનાવે છે. એ સિવાય જો કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય પર્ત પર ભાગ્ય રેખા મળતી હોય તો તેને સરકારી નોકરી અવશ્ય મળે છે. જો અંગુઠા પર આવું નિશાન હોય તો તે શુભ છે. હસ્તરેખાશાસ્ત્ર મુજબ જો જાતકના અંગૂઠા પર ચક્રનું નિશાન છે. તો તે ખૂબ ભાગ્યશાળી છે. આ નિશાન વિજયનું પ્રતિક છે આવા વ્યક્તિનું કામ ક્યારેય નથી અટકતું. તે દરેક ક્ષેત્રે સફળતા હાંસલ કરે છે. વળી બુધના પર્વત પર ત્રિભુજની આકૃતિ હોય તો તે વ્યક્તિની વરણી ચોક્કસથી ઉચ્ચ પદે થાય છે.

જો ગૂરુનો પર્વત પણ આવો હોય તો સમજો તમે અજેય છો

image source

હસ્તરેખાશાસ્ત્ર મુજબ જો જાતકના હાથમાં ગુરુ પર્ત પર ઉભાર હોય અને રેખાઓ બઙુ સીધી હોય તો તેવા વ્યક્તિના જીવનમાં સફળતા મળવાના ચાન્સ ખૂબ વધી જાય છે. જો ગૂરુનો પર્વત પણ આવો હોય તો સમજો તમે અજેય છો. હસ્તરેખાશાસ્ત્ર મુજબ જો જાતકના હાથમાં સૂર્યનો પર્વત સહેજ ઉંચો હોય અને સીધી રેખા હોય જેમાં કોઈ અડચણ ન હોય તો તે ખૂબ સારા સંકેત છે.

image source

આ સ્થિતિ પણ સરકારી નોકરી માટે પ્રબળ છે. જે વ્યક્તિની હથેળીના એકદમ વચ્ચેના ભાગમાં કોઈ તોરણ, બાણ, રથ, ચક્ર કે ધ્વજાનુ નિશાન જોવા મળે છે તેને જીવનમાં મહાન સિદ્ધિઓ હાંસિલ થાય છે. અને શાસન કરવાનો પણ મોટો અવસર મળે છે. હથેળી પર બનેલા ખાસ નિશાન સિવાય જો ગરમાં ચક્ર, કમળ, શંક અને આસનનું નિશાન હોય તો તેવી વ્યક્તિને આજીવન સુવિધા મળે છે. તેવા લોકોના ઘરમાં હંમેશા લક્ષ્મીનો સદાય વાસ રહે છે. એવા લોકો જેમની હથેળીની વચ્ચો-વચ્ચ તિલ બનેલો હોય છે. તે લોકો ખુબ ધનવાન અને ભાગ્યશાળી હોય છે. આ સિવાય પણ પગના તળિયામાં તિલનું હોવું રાજ જેવું માન-સમ્માન અપાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ