હથેળી પરના આ નિશાનને માનવામાં આવે છે અશુભ, જાણો કેમ…

તમારા હથેળી પરના આ અશુભ નિશાન તમને જિંદગી ભર માટે કંગાળ બનાવી શકે છે!!

image source

કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે એક નાનકડા પ્રયત્નમાં જ સફળતા પ્રાપ્ત કરી લે છે જયારે બીજી તરફ એવા પણ લોકો હોય છે જેમને લાખ પ્રયત્ન કરવા છતાં પણ સફળતા નથી મળતી. સમુદ્રશાસ્ત્રમાં આનું એક કારણ બતાવવામાં આવ્યું છે. હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે હથેળી પરના અમુક નિશાન શુભ હોય છે તો અમુક અશુભ. શુભ નિશાન વાળું વ્યક્તિ ભાગ્યશાળી અને ધનવાન બને છે. જયારે અશુભ નિશાન વાળા વ્યક્તિ નું સમગ્ર જીવન કંગાળીમાં જ નીકળી જાય છે. આવો જાણીએ હથેળી પરના આવા જ કેટલાક અશુભ નિશાન વિશે.

કપાયેલી ભાગ્યરેખા!

image source

હથેળી પર ભાગ્યરેખાનું હોવું ખુબ જ જરૂરી છે. સ્પષ્ટ અને અતૂટ ભાગ્યરેખા વાળું વ્યક્તિ ભાગ્યશાળી હોય છે, તેના જીવન માં ધન-સંપત્તિની ક્યારેય અછત નથી સર્જાતી.પરંતુ, જો કોઈ વ્યક્તિની ભાગ્યરેખા અસ્પષ્ટ, આછી અને અન્ય કોઈ રેખાથી કાપતી હોય તો તે વ્યક્તિ દુર્ભાગ્યશાળી હોય છે. તે વ્યક્તિને હંમેશા તંગી નો સામનો કરવો પડતો હોય છે.

સૂર્ય રેખાનું ન હોવું!

image source

હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે સૂર્યરેખાથી વ્યક્તિના મન-સન્માનમાં વધારો થાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિના હાથમાં સૂર્યરેખા ન હોય તે તેને યોગ્ય મન-સન્માન પ્રાપ્ત થતું નથી. પુષ્કળ મહેનત કરવા છતાંય તે વ્યક્તિને યોગ્ય મન-સન્માન નથી મળતું. આ પ્રકારના વ્યક્તિનું જીવન કંગાળીમાં જ વ્યતીત થઇ જાય છે.

હથેળી પરના પર્વતનું ઉપસેલું ન હોવું!

image source

હથેળી પરના બધા પર્વતો પર જો ઉપસેલા ના હોય તો તે વ્યક્તિ દુર્ભાગ્યશાળી હોય છે.

જરૂરતથી વધારે ક્રોસનું નિશાન

image source

કેટલાક લોકોની હથેળી બિલકુલ સાફ હોય છે જયારે કેટલાકની હથેળી પર જરૂરતથી વધારે ક્રોસનું નિશાન હોય છે. જરૂરતથી વધારે ક્રોસનું નિશાન હોવાથી ઘણી વાર વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી હોતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ