સવારનો સમય છે અને રોહન તેની પ્રિયતમા રાગીણીના ફોનની રાહ જોઇ રહ્યો છે. પરંતુ આખો દિવસ રોહ જોયા પછી પણ રોહનની આશા ઠગારી નિવડે છે અને અધુરામાં પુરતુ અનેક વખત રોહને રાગીણીને ફોન કર્યો પરંતુ એક પણ વખત તેણે ફોન ઉપાડવાની તસ્દી ન લીધી. જેના કારણે રોહન ખુબ જ દુઃખી થાય છે. રાત્રે રોહનને પુરતી ઉંઘ આવતી નથી અને તે માત્ર રાગીણીના વિચારોમાં જ ખોવાયેલો રહે છે અને સવાર પડવાની રાહ જોઇ રહ્યો છે. વહેલી સવારમાં રોહન તૈયાર થઇ જાય છે અને રાગીણીના ઘર બાજુ પહેચી જાય છે.

રાહુલ જ્યારે રાગીણના ઘર પાસે પહોચે છે ત્યારે તેના ઘરની બહાર લગ્ન સમારંભ હોય તેવો માહોલ હોય છે. રાહુલ કાંઇ સમજે એ પહેલા તો તે રાગીણીને દુલ્હનના પહેવેશમાં જુએ છે ત્યારે રોહનના પગ નીચેથી થોડીવાર માટે જમીન ખસી જાય છે. હજારો લોકોની વચ્ચે આજે રોહન એકલો પડી જાય છે અને હવે શું કરવુ અને રાગીણીએ શા માટે આવુ કર્યુ હશે તે વિચારોમાં ખોવાઇ જાય છે. થોડાવારમાં જ દુલ્હન બનેલી રાગીણી લગ્નની ચોરીમાં પહોચે છે અને લગ્નની વિધી શરૂ થાય છે. આ બાજુ રાગીણી તેના પતિ સાથે નવી જીંદગી શરૂ કરવા જઇ રહી છે તો બીજી બાજુ પ્રેમીકાને પત્નિ બનાવવામાં નિષ્ફળ ગયેલો રોહન ખુજ જ હતાશ થઇ જાય છે અને જીંદગી ટુંકાવવાનો વિચાર કરવા લાગે છે.

લગ્નની વિધી પુર્ણ થતા રાગીણી તેના પતિ સાથે સાસરે જતી રહે છે પરંતુ રાગીણી વગર રોહન સાવ ભાંગી પડે છે અને પોતાના ઘરે જવાના બદલે દુનિયામાંથી વિદાય લેવાનું મનોમન નક્કી કરે છે. રોહન પોતાની પ્રિયતમા સાથે જે જગ્યાએ બગીચામાં નિયમિત બેસતો હતો ત્યાં પહોચી જાય છે અને ખુબ રડે છે. રોહન મૃત્યુને વાહલુ કરે તે પહેલા સોસિયલ મિડીયા પર મિત્રોને જીંદગી ટુકાવી રહ્યો હોવાનો સંદેશ મોકલે છે. રોહનનો મૃત્યુ અંગેનો સંદેશ વાંચતા જ રોહનના મિત્રો ખુબ જ ચિંતિત થઇ જાય છે અને અનેક મિત્રો રોહનને ફોન કરે છે પરંતુ રોહન કોઇનો ફોન ઉપાડતો નથી, માત્ર સોસિયલ મિડીયાના માધ્યમથી મિત્રોને પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે.

પ્રેમમાં હતાશ થયેલા અને મૃત્યુનો વિચાર કરી રહેલા રોહન અંગે વિધીને જ્યારે જાણ થાય છે ત્યારે તે રોહન સાથે સંવાદ કરવાનું શરૂ કરે છે. વિધી યુક્તિ પુર્વક રોહનને વિશ્વાસમાં લઇને રાગીણી સાથેની પ્રેમ કહાની સાંભળે છે અને રોહનને કહે છે કે પ્રેમમાં મરવાનું ન હોય, પ્રેમને તો માણવાનો હોય. જ્યાથી મળે ત્યાથી શુધ્ધ પ્રેમ મેળવવો જોઇએ અને સૌને પ્રેમ આપવો જોઇએ. વિધીની વાતની રોહન પર થોડી અસર થાય છે અને રોહન હતાશામાંથી બહાર આવવા લાગે છે. રોહન મૃત્યુના વિચારને ભુલને ફરીથી એ જ મસ્તીથી જીંદગી જીવવાની શરૂઆત કરે છે.
પરંતુ વર્ષોથી જેને પ્રેમ કર્યો છે તે રાગીણીને રોહન સરળતાથી ભુલી નહી શકે તે વાત વિધી જાણતી હોવાથી તે રોહનને સમયાંતરે મળતી રહે છે અને રોહનના મનને હળવુ કરતી રહે છે. રોહન વિધીને કહે છે કે હું ડિપ્રેશનમાં નથી જવા માંગતો અને મારે જીંદગી જીવવી છે, હવે મારે શુ કરવુ જોઇએ ત્યારે વિધી જણાવે છે કે, ડિપ્રેશન મનની નકારાત્મક અવસ્થા છે, જે માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું બનાવે છે. ખાસ આવા સંજોગોમાં તને સારું લાગે તે માટે જરૂરી એવી બાબતોમાં મન પરોવવું જોઇએ.

ડિપ્રેશન સામે લડત આપવી એ સહેલી નથી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું કે આ લડત આપવી અશક્ય પણ નથી. મન મક્કમ કરવાથી તે જતું નથી રહેવાનું પરંતુ થોડું મનોબળ એકઠું કરીને તેની સામે પડવાથી તમારી જાતને મદદ ચોક્કસ કરી શકે છે. તને સારું લાગે તેવી પરિસ્થિતિ સર્જાતા થોડો સમય લાગશે પરંતુ તે માટે તમારે રોજ-બરોજ પ્રયત્નશીલ રહેવું પડશે અને નાની નાની હકારાત્મકતાઓને ધ્યાનમાં રાખવી પડશે. યાદ રાખ જ્યારે તને હતાશાનો અનુભવત થતો હોય અને તમે દ્વઢતા પૂર્વક એ હતાશાનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થા.
તારી આ માનસિક તૈયારી જ તને ઝડપથી સાજા થવામાં ચોક્કસ મદદરૂપ થશે. વિધીની દરેક વાત રોહન ધ્યાન પુર્વક સાંભળી રહ્યો છે અને વિધી ડિપ્રેસનમાંથી બહાર આવવાની વધુ સમજ આપતા કહે છે કે, ડિપ્રેસનની સારવારમાં સૌથી અગત્યનો ભાગ તારે પોતે જ ભજવવાનો છે. તારા કુટુંબીજનો, મિત્રો, સ્નેહીઓ કે ડોક્ટર તને જેટલી મદદ કરી શકે છે તેના કરતાં ઘણી વધુ મદદ તું તારી જાતને કરી શકે છે. ડોક્ટર દવા કરશે, કાઉન્સેલિંગ કરશે અને બીજા ટેકો આપશે, હિંમત આપશે પણ બધો જ બદલાવ તો તારે જાતે જ લાવવાનો છે.
ડિપ્રેશન એ મનની નકારાત્મક અવસ્થા છે, જેમાં વ્યક્તિનું મનોબળ નબળું પડતું હોય છે અને તેને અન્ય વ્યક્તિઓના સહારાની એક માનસિક જરૂરિયાત રહેતી હોય છે. તારી સાથે સાચી લાગણીથી જોડાયેલા મિત્રો-સ્નેહીઓ તને ખુબ જરૂરી એવો ટેકો ચોક્કસ આપી શકે છે અને તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થઈ શકે છે પરંતુ આ તબક્કે એક બાબત બરાબર યાદ રાખવી પડે કે જે વ્યક્તિ તારી લાગણીઓને સાચા અર્થમાં સમજી શકતી ના હોય અથવા જેને તારી માનસિક અવસ્થા સાથે કોઈ લેવા દેવા ના હોય તેવી વ્યક્તિઓ સાથે ક્યારેય તારી મનોવ્યથાની ચર્ચા ના કરવી જોઇએ.

આવી વ્યક્તિઓને માત્ર સલાહો આપવા સિવાય બીજો કોઈ રસ નથી હોતો અને એ સરવાળે તારી હતાશામાં વધારો કરતી હોય છે. ડિપ્રેશનમાં તારી જાતને મદદ કરવામાં હંમેશા યાદ રાખ કે સાચી વ્યક્તિ સાથે તારી લાગણીઓ વહેંચવાથી તું ઝડપથી સાજો થઇશ અને ખોટી વ્યક્તિઓ મનઘડત સલાહ સૂચનોથી તારી તકલીફોમાં વધારો કરી શકે છે. ઘણાં લેભાગુઓ તારા જેવા વ્યક્તિની હતાશ મનોદશાનો પોતપોતાની રીતે લાભ ઉઠાવવામાં માહેર હોય છે. વ્યક્તિની નકારાત્મક અવસ્થાનો લાભ ઉઠાવીને પોતાનો ધંધો કરતાં હોય છે કારણ કે હતાશ વ્યક્તિ પોતાની હતાશા દૂર કરવા ગમે તેવી અંધશ્રધ્ધામાં સહેલાઈથી દોરાઈ જતાં હોય છે અને સરવાળે સરળતાથી છેતરાઈ જતાં હોય છે.
આ બધુ સાંભળીને રોહન કહે છે કે વિધી તારી સાથે સતત સંવાદ કરવાથી મારી હતાશા તો ક્યાંય ને ક્યાંય દુર ભાગી ગઇ છે અને હવે હું મારી જીંદગી પ્રેમથી જીવી શકવા માટે સક્ષમ બન્યો છું. કદાચ સમયસર તું ન મળી હોત તો આજે રોહન હયાન ન હોય ત્યારે વિધી કહે છે કે હવે ફરીથી ક્યારેય અપમૃત્યુનો વિચાર ન કરતો અને કોઇ પણ મુશ્કેલી હોય તો વિધીને સૌ પહેલા યાદ કરજે. થોડા મહિનાઓ પછી રોહન પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને સામાજીક રીત રીવાજ મુજબ પરીવાર દ્વારા નક્કી કરવામાં આવેલ યુવતિ સાથે લગ્ન કરીને નવી જીંદગીની શરૂઆત કરે છે.

લગ્ન પછી રોહન પ્રેમમાં નિષ્ફળ ગયેલા અનેક લોકોને નિયમિત મળતો રહે છે અને વિધીની મદદથી આવા લોકોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યો છે. રોહન પોતાનું જ ઉદાહરણ આપીને વિધીની સલાહ પ્રમાણે અનેક લોકોની જીંદગી બચાવે છે. તો આ બાજુ નટખટ વિધી અવિરત હતાશ થયેલા લોકોને મળતી રહે છે અને પ્રેમથી જીંદગી જીવવા માટે પ્રોત્સાહીત કરતી રહે છે. વિધી સોસિયલ મિડીયાનો સકારાત્મક ઉપયોગ કરીને લોકો સાથે સંવાદ કરી મદદરૂપ બની રહી છે. (નામ બદલેલ છે)
લેખક – નીલકંઠ વાસુકિયા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ