હસ્ત રેખાઓ તમારા વ્યક્તિત્વના કેટલાએ રહસ્યો છતાં કરે છે, ચાલો જાણીએ શું કહે છે તમારા હાથની રેખાઓ

હસ્ત રેખાઓ તમારા વ્યક્તિત્વના કેટલાએ રહસ્યો છતાં કરે છે, ચાલો જાણીએ શું કહે છે તમારા હાથની રેખાઓ

ત્રણ પ્રકારની રેખાઓ મુખ્ય હોય છે

સામાન્ય વિશિષ્ટતમે હંમેશા જોયું હશે કે રસ્તાની ફૂટપાથ પર કોઈ બાવો બેઠો હોય છે. તેનો પોપટ પણ તેમની સાથે હોય છે. બાવો જોરજોરથી બૂમો પાડીને કહે છે, “જાણો તમારું ભવિષ્ય, એક હાથ જોવાના 50 રૂપિયા” આટલું કહેતાં જ તે બાવાની આસપાસ લોકોનું ટોળુ વળી જાય છે. પણ આ રસ્તે પાથરણા પાથરીને બેઠેલા બાવાનો કેટલો ભરોસો કરવો તે એક બીજો જ ચર્ચાનો વિષય છે.

તેથી વિરુદ્ધ કેટલાક વિદ્વાન પંડિતો એવા ખેરખાં હોય છે જે ખરેખર તમારા હાથની રેખા જોઈને તમારું ભવિષ્ય જણાવી દે છે. હિન્દુ ધર્મમાં “હસ્ત રેખા”નું એક આગવું મહત્ત્વ છે. આ રેખાઓ મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવાનો ઉપાય પણ જણાવે છે અને ભવિષ્યના રહસ્યો પણ ખોલે છે.
આજે અમે તમારા હાથની રેખાઓ વિષે વાત કરીશું.

1. જીવન રેખા
વ્યક્તિની હથેળી પર મુખ્ય રીતે ત્રણ રેખાઓ હોય છે. જીવન રેખા, મસ્તિષ્ક રેખા અને હૃદય રેખા. આપણે સૌ પ્રથમ જીવન રેખા વિષે વાત કરીશું.

શુભ ચિહ્નોઃ

લાંબી, ઘાટી અને સ્પષ્ટ જીવન રેખા શુભ હોય છે. આવી જીવન રેખા ધરાવતી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોય છે. સાથે સાથે તેમનું ભાવિ પણ ઉજ્જ્વળ હોય છે.
નાની અને ઘાટી જીવન રેખા

નાની જીવન રેખા ઓછી ઉંમર દર્શાવે છે. નાની અને ઘાટી જીવન રેખા ધરાવનાર વ્યક્તિઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જાંખી જીવન રેખા

અસ્પષ્ટ જીવન રેખા ધરાવતી વ્યક્તિને કોઈ પણ કામ કરવામાં મુશ્કેલી થાય છે. તેમનામાં આત્મવિશ્વાસની કમી હોય છે.

ટૂટેલી રેખા

કોઈ પણ વ્યક્તિની જીવન રેખા ટૂટેલી હોય તો તે અશુભ સંકેત આપે છે. તેવામાં અકાળ મૃત્યુનું જોખમ રહેલું હોય છે.

તૂટક રેખા
જો કોઈ વ્યક્તિની જીવન રેખા તૂટક તૂટક હોય તો તે વ્યક્તિ નિર્બળ હોઈ શકે છે. આવા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ નડી શકે છે.

ધન લાભ

જો જીવન રેખાની કોઈ શાખા મિડલ ફિંગરની નીચેના ભાગ તરફ જતી હોય તો વ્યક્તિને ધનલાભ થઈ શકે છે.

જીવન રેખાની ગેરહાજરી

હાથમાં જીવન રેખાની ગેરહાજરીનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિએ આજીવન મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમજ તે હંમેશા સમસ્યાઓથી ઘેરાયેલો હોઈ શકે છે.

2. હૃદય રેખા
બીજી મહત્ત્વની રેખા છે હૃદય રેખા. આ રેખા વ્યક્તિની લવ લાઈફ, ઓપેઝિટ સેક્સ તરફ આકર્ષણ અને ભાવનાત્મક સ્થિરતા દર્શાવે છે.

લાંબી હૃદય રેખા

લાંબી હૃદય રેખા ધરાવતી વ્યક્તિ ઘણા ખુલ્લા વિચારની હોય છે. તેવા લોકો પોતાના પાર્ટનર પાસે ખુબ અપેક્ષાઓ રાખે છે.

વધારે લાંબી તેમજ ઘાટી રેખા ધાવતી વ્યક્તિ પોતાના પાર્ટનર પર નિર્ભર રહે છે. કેટલાક પંડિતો તેને શુભ પણ માને છે.

હૃદય રેખાની ગેરહાજરી

જો કેઈ વ્યક્તિના હાથમાં હૃદય રેખાની ગેરહાજરી હોય તો તેવા લોકો કઠોર સ્વભાવના હોય છે. તેવી વ્યક્તિમાં દયા – કરૂણા નહિવત જોવા મળે છે.
એવી વ્યક્તિ જેની કેટલીક નાની-નાની રેખાઓ મસ્તિષ્ક રેખાથી હૃદય રેખા પર આવે તો તેવા લોકોનું હૃદય તેમના વિચારેને અસર કરે છે તેવું કહી શકાય.

ઝાંખી રેખાઓ

ઝાંખી રેખાઓ કે તૂટક તૂટક રેખાઓ દર્શાવે છે કે વ્યક્તિમાં ઉંડા પ્રેમની ખોટ હોય છે. જો હાથ કોમળ હોય તો વ્યક્તિ કામુક હોઈ શકે છે.
વિભાજીત રેખા

જો કોઈ વ્યક્તિના હાથમાં હૃદય રેખા વિભાજીત હોય તો તે દર્શાવે છે કે વ્યક્તિ પેતાના સંબંધોથી ખુશ રહેશે.

ટૂટેલી હૃદય રેખા
જો કોઈ વ્યક્તિની હૃદય રેખા વચ્ચેથી ટૂટી ગઈ હોય તો તે સંબંધો પ્રત્યે નિરાશા દર્શાવે છે. આવા લોકો સંબંધમાં સુખ નથી મેળવી શકતા.

દ્વી-અણિદાર રેખા

અણિદાર હૃદય રેખા ધાવતી વ્યક્તિ ખુબ રોમેન્ટિક સ્વભાવની તેમજ બુદ્ધિમાન હોય છે.

3. મસ્તિષ્ક રેખામસ્તિષ્ક રેખાથી કોઈપણ વ્યક્તિના જ્ઞાનની ખબર પડે છે. સાથે સાથે આ રેખા દ્વારા મનોવિજ્ઞાન વિષે પણ જાણી શકાય છે.

લાંબી મસ્તિષ્ક રેખા

કોઈપણ વય્ક્તિના હાથમાં લાંબી મસ્તિષ્ક રેખા હોય તો તે દર્શાવે છે કે વ્યક્તિ બુદ્ધિમાન છે. આવા લોકોની યાદશક્તિ મજબૂત હોય છે.

વધારે લાંબી મસ્તિષ્ક રેખા

વધારે લાંબી મસ્તિષ્ક રેખા દર્શાવે છે કે વ્યક્તિ ખુબ જ ડિસિપ્લીન્ડ છે. આવા લોકો કોઈ પણ કામ સમજી-વિચારીને કરે છે.

નાની મસ્તિષ્ક રેખાઃ

નાની નાની રેખાઓ, મસ્તિષ્ક રેખાથી હૃદય રેખા તરફ જતી હોય, તેવી વ્યક્તિ સારા-નરસાને સમજવાની સક્ષમતા ધાવે છે.

નમેલી અથવા ઘુમાવદાર મસ્તિષ્ક રેખા

જે વ્યક્તિની હથેળીમાં મસ્તિષ્ક રેખા નમેલી અથવા ઘુમાવદાર હોય છે, તેવા લોકો રોમેન્ટિક, આદર્શવાદી અને અવસરવાદી હોય છે.

ઝાંખી મસ્તિષ્ક રેખાઝાંખી મસ્તિષ્ક રેખા ધરાવતી વ્યક્તિ તે પેતાની જ દુનિયામાં મસ્ત રહેવાનું પસંદ કરે છે. તેવા લોકો પોતાની સપનાની દુનિયામાં જ ખોવાયેલા રહે છે.

બેવડી મસ્તિષ્ક રેખા

આવી રેખા ધરાવતી વ્યક્તિ ઘણી ઓછી જોવા મળે છે. બેવડી મસ્તિષ્ક રેખા ધરાવતા લોકોનો સ્વભાવ પણ બેવડો હોય છે.

સરકારી નોકરીના અવસર આપતી રેખા

એવી વ્યક્તિ જેમના હાથમાં ગુરુ પર્વ પર ઉભારની સાથે સાથે ઘણી બધી સીધી રેખાઓ હોય તેવા લોકોને સરકારી નોકરી મળવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે.

તો આ હતી તમારા હાથમાંની રેખાઓને લઈને કેટલીકે મહત્ત્વની જાણકારી.