જલ્સા કરોને જેંતીલાલ

જાણો ઓન સ્ક્રીન હર્ષદ મહેતાએ ફક્ત ૫૮ દિવસમા કેવી રીતે કર્યો પોતાનો ૧૦ કિલો વેઇટ લોસ….

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગત એ એક એવી દુનિયા છે કે જ્યા લોકોના મનોરંજન માટે કલાકારો પોતાની જાત સાથે અનેકવિધ પ્રકારના પ્રયોગો કરતા હોય છે. ફિલ્મમા પોતાનુ ૧૦૦ ટકા આપવા માટે તે ઘણીવાર પોતાના શરીરમા પણ અનેકવિધ પ્રકારના પરિવર્તનો લાવતા હોય છે.

image source

આજે આ લેખમા આપણે એક એવા જ કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેણે ફિલ્મમા જે પાત્ર ભજવવાનુ હતુ તેના માટે પોતાનો વજન વધાર્યો અને ત્યારબાદ એકાએક આ વધારેલા વજન ને ઘટાડી ફરી તેને નિયંત્રણમા પણ લાવ્યો. તો કોણ છે આ કલાકાર ચાલો જાણીએ.

image source

આજકાલ એ વાત સામાન્ય બની ગઈ છે કે, ફિલ્મમા કોઈ વિશેષ ભૂમિકા ભજવવા માટે કલાકારોએ ઘણીવાર પોતાનુ વજન વધારવું પડે છે તો ક્યારેક વજન ઘટાડવુ પણ પડે છે. ફિલ્મના પાત્ર ને અનુકુળ થવા માટે જ્યારે વજન વધારવાની વાત આવે ત્યારે તે કાર્ય અત્યંત સરળ હોય શકે છે પરંતુ, વાત જ્યારે વજન ઘટાડવાની આવે ત્યારે તેના માટે સખત મહેનત અને ધીરજ રાખવાની જરૂર હોય છે.

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વેબ સીરીઝ “સ્કેમ ૧૯૯૨ – ધ હર્ષદ મહેતા સ્ટોરી’ ના એકમાત્ર કલાકાર પ્રતીક ગાંધી કે જે પોતે પરિવર્તન ની પ્રક્રિયામાંથી હાલ પસાર થઇ ચુક્યા છે. આ ફિલ્મમા હર્ષદ મહેતા નુ પાત્ર ભજવવા માટે પ્રતીકે પોતાનુ ૧૦ કિલો વજન વધારવુ પડ્યુ હતુ પરંતુ, જ્યારે ફિલ્મ નુ શૂટિંગ પૂર્ણ થયુ ત્યારબાદ આ કલાકારે તુરંત જ દ્રઢ નિશ્ચય સાથે ફક્ત ૫૮ દિવસના સમયકાળમા પોતાનુ આ ૧૦ કિલો વધારાનુ વજન ઓગાળી નાખ્યુ.

image source

તેણે આટલા ટૂંકા સમયગાળામા કેવી રીતે પોતાનુ વજન ઘટાડ્યુ તે અંગેની સંપૂર્ણ માહિતી તેમણે એક વીડિયો દ્વારા પોતાના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમા તે વજન ઘટાડવા માટે પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. તેણેસ્ક્રીન પર હર્ષદ મહેતાનુ પાત્ર ભજવવા માટે વજન વધાર્યું હતુ પરંતુ, પોતાની ફિટનેસ પાછી લાવવા માટે તેણે તુરંત જ પોતાના ઘરને ફિટનેસ સેન્ટર બનાવી નાખ્યુ અને આ વજન ઘટાડવા માટે મહેનત શરુ કરી દીધી.

image source

તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમા લખ્યુ હતુ કે, ‘મારા જીવનમા આ પહેલી એવી ક્ષણ હતી કે, જ્યારે મારુ વજન આટલુ વધ્યુ હોય. મે મારી કારકિર્દીના અત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટ માટે આ કર્યુ. વજન વધાર્યા પછી મારુ વ્યક્તિત્વ સાવ જ બદલાઈ ગયુ હતુ. જાણે હુ હું નહિ પણ કોઈ ત્રીજી વ્યક્તિ છુ. મારુ પહેલાનુ બોડી પાછુ મેળવવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડી.

image source

આ કલાકારે વધુમાં લખ્યું છે કે, ‘મારે ૮૬ થી ૭૬ કિલો અને ૩૮ થી ૩૩ ની ઉમરમા આવવા માટે ૫૮ દિવસ સુધી નિરંતર પરસેવો પાડવો પડ્યો.’ તમને જણાવી દઈએ કે, આ વેબ સીરીઝમા પ્રિતિક ના અભિનય ની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. આ વેબસીરીઝમા તેની જબરદસ્ત અભિનયથી લાખો લોકો તેના ચાહક બની ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version