શું તમે પણ ઠંડી દુર કરવા માટે હીટરનો ઉપયોગ કરો છો તો આ માહિતી ખાસ તમારા માટે જ છે..

ઠંડીમાં રૂમનું ટેમ્પરેચર ઘટાડવા માટે અનેક પ્રકારના ઉપાયો અજમાવવામાં આવે છે. તેમાં મોટા મોટા પડદા લગાવવાથી લઈને, તાપણુ કરવામાં આવે છે. પરંતુ આજકાલના મોર્ડન લોકો રૂમમાં હીટર ચલાવીને રૂમને ગરમ કરવા લાગે છે. પરંતુ ગરમી માટે લગાવાયેલું હીટર કેટલું નુકશાની નીવડી શકે છે તેનો તમને અંદાજો નથી. હીટરને કારણે તમારા ચામડીની નરમાશ જતી રહે છે અને બીજા અનેક પ્રકારની તકલીફો થઈ શકે છે. તો આજે જાણી લો હીટરના બદલે તમે કેવા ઓપ્શન ટ્રાય કરી શકો છો.

રૂમમાં હીટર ચલાવવા રાતના સમયમાં બરાબર છે, પણ દિવસમાં ઘરની અંદર તડકો આવવા દો. તેનાથી ઠંડી ઓછી લાગશે.

રાત્રે ઊંઘવાના થોડા સમય પહેલા હીટર ચલાવીને બંધ કરી દો. તેનાથી જ્યારે તમે રૂમની અંદર આવશો, તો હીટર બંધ કરી દો.

હીટર ચલાવીને રૂમ બંધ કરી દો તો રૂમમાં પાણીથી ભરેલુ કોઈ વાસણ જરૂર રાખો, તેનાથી રૂમ હૂંફાળો બની રહેશે.

રાત્રે ઊંઘતા પહેલા મોઈશ્ચરાઈઝર લગાવો, તેનાથી તમારી ત્વચા પર કરચલી નહિ પડે, જેથી સવારે ઠંડીને કારણે તમારી ચામડી ખેંચાશે નહિ.

બહુ જ ઠંડી લાગી રહી છે, તો હ્મુમીડિફાયર લગાવી શકો છો. તેનાથી તમારા રૂમમાં હૂંફાળો માહોલ બની રહેશે.

ઘરમાં બાળકો પણ હોય છે, તેથી રૂમ હીટર ક્યારેય રાત્રે ન ચલાવો. તેનાથી બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવી માહિતી દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી