હરિયાળી લિફાફા પરાઠા – પરાઠાની આ નવીન વેરાયટી બાળકોને અને પતિદેવને જરૂર પસંદ આવશે, આજે જ ટ્રાય કરો…

હેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું એક એવી હેલ્ધી રેસિપી જેનું નામ છે હરિયાળી લિફાફા પરાઠા આપણે દરેક મમ્મીઓની એક ફરિયાદ હોય છે કે તેમના બાળકો લીલા શાકભાજી ખાવાનું પસંદ નથી કરતા મારા પણ બંને બાળકો લીલા શાકભાજી નથી ખાતા લીલા શાકભાજી ન ખાય તો બાળકોને પુરતું પોષણ મળતું નથી અને તેમનો વિકાસ સંપૂર્ણ રીતે થતો નથી એટલે આપણે બાળકોને લીલા શાકભાજી ખવડાવા માટે કંઈ ને કંઈ નવી વાનગી બનાવી નહીં ખવડાવવું પડે છે આજે મે હરિયાળી પરાઠા બનાવે છે તેમાં લીલાં શાકભાજીનું ભરપૂર ઉપયોગ કર્યો છે તેનો સ્વાદ એટલો સ્વાદિષ્ટ હોય છે કે બાળકોને ખૂબ જ પસંદ આવે છે બાળકો હશે તે ખાઈ લે છે આ પરાઠા તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો તે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ચાલો આજે આપણે શીખીશું હરિયાળી lifafa તો નોંધી લો આ હરિયાળી લિફાફા પરાઠા બનાવવાની સામગ્રી.

સામગ્રી:
1 કપ બાફેલી બ્રોકલી

એક કપ બાફેલી ફણસી

૨ કપ બાફેલા વટાણા

1 કપ બાફીને નીચો વેલી પાલક

500 ગ્રામ બાફેલા બટાકાનો માવો

એક કપ બારીક સમારેલી કોથમીર

૧ થી ૨ ટેબલસ્પૂન લીલા આદુ મરચાં અને લસણ ની પેસ્ટ

2 ટેબલસ્પૂન તેલ

1 ટેબલ સ્પૂન જીરુ

1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર

1 ટીસ્પૂન ગરમ મસાલો

સ્વાદ અનુસાર મીઠું

બે કપ ઘઉંનો લોટ

2 થી 3 ટેબલ સ્પૂન તેલ

પરાઠા શેકવા માટે દેશી ઘી

સ્વાદ અનુસાર મીઠું

* પૂરણ બનાવવાની રીત
1- સૌપ્રથમ એક ચોપર માં અથવા મિક્સરમાં અથવા ચીલી કટરમાં ઉપર દર્શાવેલા બધા શાકને અધકચરા ક્રશ કરી લેવા એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની તેને દાણાદાર ક્રશ કરવું.
2- ત્યાર બાદ એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં ૧ ટેબલ સ્પૂન જીરુ ઉમેરો અને ક્રશ કરેલા શાકભાજી ઉમેરો તેની ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો અને તેને ફરી વખત ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો.
3- ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો ઉમેરો અને તેને બરાબર મિક્ષ કરી લો તેમાં સ્વાદ અનુસાર મીઠું આમચૂર પાવડર અને ગરમ મસાલો ઉમેરો બધા મસાલા સાથે તેને ફરીથી ચારથી પાંચ મિનિટ સુધી સાંતળો.
4-ત્યારબાદ તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરો અમે તેને મળવા હાથે મિક્સ કરો મિક્સ કરીને આ પૂરણને ગેસ પરથી નીચે ઉતારી લો અને તેને ઠંડુ થવા દો.
* લોટ બાંધવાની રીત

1- એક વાસણમાં બે કપ લોટ લેવો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું બેથી ત્રણ ચમચી તેલનું મોણ નાખવું અને જરૂર મુજબ પાણી ઉમેરી તેનો પર આઠ જેવી કણક તૈયાર કરવી.2- હવે તૈયાર કરેલા લોટમાંથી એક મોટો લો અને પરાઠા વણો ત્યારબાદ પરોઠાની થોડો કોરો લોટ ભભરાવી દો અને કિનારો પર આંગળી વડે પાણી લગાવો અને તૈયાર કરેલા ઠંડા પૂર્ણમાંથી પૂર્ણ ને બરોબર વચ્ચે મૂકો.
3-ત્યારબાદ પરાઠાની બંને બાજુથી અને સાઈડ થી ફોલ્ડ કરી લિફાફા જેવો આકાર આપો થોડો હાથેથી દબાવી ને આકાર આપી દો આવી રીતે બધા lifafa પરાઠા તૈયાર કરી લો.
4 – ત્યારબાદ એક તવો ગરમ કરો તેમાં બે ચમચી જેટલું ઘી મૂકો અને તૈયાર કરેલા લિફાફા ત્રણથી ચાર નંગ ગોઠવી દો
ત્યારબાદ એક્સાઇડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બીજી બાજુ એ પણ ઘી લગાડીને ગોલ્ડન બ્રાઉન શેકી લો બંને બાજુથી ગોલ્ડન થઈ જાય એટલે પરાઠા ઉતારી લો તૈયાર છે હરિયાળી lifafa પરાઠા તેને ગરમાગરમ દહીં અથવા લીલી ચટણી અથવા સોસ સાથે પીરસો.
*Tips
મેં બધા લીલા શાકભાજીને થોડા બાફી લીધા છે તમે તેને કાચા પણ ક્રશ કરીને સાંભળી શકો છો.

* તમે બટાટાની બદલે કાચા કેળા નો માવો પણ ઉમેરી શકો છો.

લિફાફા ને ઘીના બદલે તેલ અથવા બટર માં પણ કરી શકો છો પરંતુ ઘી અથવા બટર માં એક ખુબ જ સરસ ક્રિસ્પી બને છે.

તો ચાલો ફ્રેન્ડ્સ તમે બનાવો આ હરિયાળી lifafa પરાઠા અને હું કરું એક નવી રેસિપી ની તૈયારી ફરી એક નવી હેલ્ધી રેસિપી લઈને આવું ત્યાં સુધી બાય અને હા આ રેસીપીને જોવા માટે મારી youtube ચેનલ પર જરૂર મુલાકાત લેજો.

થેન્ક્યુ હેપી કુકિંગ from

Mummas’s kitchen.

રસોઈની રાણી : અલ્કા જોષી
વાનગી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમે બનાવો આ પરાઠા તો તેના ફોટો અમને જરૂર મોકલજો.