જલ્સા કરોને જેંતીલાલ

તસવીરમાં દેખાતો હરીશ દિવસે પિતાની ઇચ્છા પૂરી કરવા વહેંચે છે પાન, અને રાત્રે બને છે બોડીબિલ્ડર, વાંચો તેની આ સફળતાની સફર વિશે..

આ છોકરો દિવસે પાન વેચે છે, અને રાત્રે બોડીબિલ્ડર બની જાય છે.

પહેલો ફોટો જોઈને શુ લાગ્યું તમને?

આ ફોટો જોઈને તમને શું લાગ્યું? તમને લાગ્યું હશે કે આ કોઈ બોડીબિલ્ડર હશે. પણ આ માણસ વિશે જાણશો તો તમે દંગ રહી જશો. હા આ છોકરો એક બોડીબિલ્ડર તો છે જ પણ એ ખાલી રાત માટેજ દિવસે તો તે એક સાદો પાનવાળો જ છે. હા તમે સાચું સાંભળ્યું. આ છોકરો એક પાનવાળો છે. આ છોકરો બવજ કામનો માણસ છે અને ખાસ કરીને એ લોકો માટે જે જીમમાં જવું પસંદ કરે છે.

એક સમયે જે તૂટી જાય છે પોતાના સપના સાકાર કરવામાં એના માટે હરીશની કહાણી સાંભળવી જોઈએ. હરીશ બોડીબિલ્ડર હોવાની સાથે સાથે દિવસે પાનની દુકાન ચલાવે છે અને રાત્રે તે બોડીબિલ્ડર બની જાય છે.

લોકો હરીશને પાનવાળો કહે છે.

હરીશ છત્તીસગઢના કોરબામાં રહે છે. બોડીબિલ્ડીંગ કરવા પછીજ લોકો તેને પહેલવાન પાનવાળો કહે છે. અને લોકો તેને આજ નામથી ઓળખે છે.

image source

પિતાની ઈચ્છાને કારણેજ પાનની દુકાન ચલાવે છે.

હરિશની પોતાની નાની પાનની દુકાન છે. તે ચાહતો હોત તો તે બોડીબિલ્ડરમાં પોતાનું કરિયર બનાવી શકતો હોત પણ પિતાની ઈચ્છા એવી હતીકે તેના બાદ હરીશ તેની દુકાન ચલાવે.

18 વર્ષની ઉંમરેથી જ આ બધું શરૂ કર્યું હતું.

હરીશ જ્યારે 18 વર્ષનો હતો ત્યારે જ તેણે આ બધું શરૂ કર્યું હતું. તે દિવસે પાનની દુકાન સંભાળતો અને રાત્રે બોડીબિલ્ડીંગ કરતો હતો.

image source

ઘરની હાલત પણ સારી નહોતી.

એક ઇન્ટરવ્યૂમાં હરિશે કહ્યું હતું કે તેના ઘરની હાલત પણ પહેલા સારી નહોતી. પહેલા તે ખૂબ ગરીબ હતા અને દુકાનમાંથી આવક પણ ઓછી હતી. પણ જ્યારે તે પહેલવાન બન્યો અને થોડો ફેમસ થયા બાદ ઘણા લોકો તેની દુકાન પર સ્પેશિયલ પાન ખાવા આવવા લાગ્યા અને દુકાન પણ સારી ચાલવા લાગી. હરીશ એવા લોકો માટે પ્રેરણા છે જેના ઘરની હાલત ખરાબ હોય અને જીમમાં જતા હોય.

કોચને દેખાણી હતી હરિશમા લગન.

ગુરુગ્રામમાં કોચે આપી હતી ટ્રેનિંગ. એક વર્ષ સુધી ટ્રેનિંગ આપ્યા બાદ કોચને હરિશમાં લગન દેખાણી અને ત્યારબાદ કોચે જાહેરાત કરી કે તે હરિશને આજીવન ફ્રીમાં ટ્રેનિંગ આપશે.

image source

પાનની દુકાન એક જીમ્મેદારી છે.

હરિશે કહ્યુંકે બોડીબિલ્ડરમાં તે તેનું કરિયર બનાવી શકતો હતો પણ પાનની દુકાન તેના પિતાજીએ તેને સોંપી હતી અમે પાનની દુકાન એક તેની જીમ્મેદારી છે.

હરીશ એક દીકરીનો પિતા પણ છે.

હરીશ હાલમાં 31 વર્ષનો છે અને તેને એક પુત્રી પણ છે. તે તેની દીકરીને ખૂબ સારું ભવિષ્ય બનાવવા તરફ જઈ રહ્યો છે. તે હાલ દુકાનમાંથી સમય કાઢીને તેની સાથે રહે છે. સાથે સાથે રાજ્ય તેમજ રાષ્ટ્રીય લેવલે થતી પ્રતિયોગીતામાં ભાગ પણ લઈ રહ્યો છે.

image source

તેના પર એક એડ ફિલ્મ પણ બની છે.

હરીશ લોકોમાં એટલો ફેમસ થઈ ગયો છે કે તેના જીવન પર એક એડ ફિલ્મ પણ બની ગઈ છે.

હરીશની ફેમેલી સાથે એક તસ્વીર.

તેની પત્ની રાનીએ કહ્યું કે હવે તેનો પરિવાર પણ કેવી રીતે હરિશનું ધ્યાન રાખે છે. જીમ દરમ્યાન તેની ડાયટ બદલાતી રહે છે અને આખો પરિવાર તેનું ધ્યાન રાખે છે. પહેલા હરિશના પિતા તેને સાચો નહોતું માનતા પણ જેમ જેમ લોકોને હરિશની જિંદગીમાંથી પ્રેરણા મળી તે જાણી ને હવે તેના પિતા પણ માનવા લાગ્યા કે તેના દિકરામાં કઈક અલગ વાત તો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version