આ નાનકડા ભજન કલાકાર હરિ ભરવાડનો ચહેરો તો તમને યાદ જ હશે. નાની ઉંમરે જ પોતાના ભજનથી તેને લોકોનું દિલ જીતી લીધું હતું.
હરિ ભરવાડ નો જન્મ 12 ઓગસ્ટ, 1995 ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન છે. હરિ ભરવાડના એક મોટા ભાઈ પણ છે જે એક ટીચર છે. હરિ ભરવાડના આ મોટાભાઈનો તેની સફળતામાં ઘણો મોટો ફાળો છે.

પરિવારની વાત કરીએ તો નાનપણથી જ હરિના કાકા તેના સહાયક રહ્યા છે. કારણ કે તેના કાકા ને સંગીત અને ભજનો વિશે સારી એવી જાણકારી હતી. હરિ ભરવાડ ના સૂરીલા અવાજ ને સાંભળી કાકા એ તેમને ભજન ગાતા શીખવ્યું હતું.
હરિ ભરવાડે પોતાના ગામ છપડી માં ૧૨ ધોરણ સુધી નો અભ્યાસ કર્યો છે. જ્યારે તે સ્કૂલમાં હતા ત્યારે પ્રાર્થના દરમિયાન એક શિક્ષકે તેનો અવાજ સાંભળીને, તેને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી.

હરિ ભરવાડ એ 7 વર્ષ ની નાની ઉંમરે જ ગાવાનું શરૂ કરી દીધું હતું. હરિ ભરવાડનો પહેલો આલ્બમ હતો ‘હરિનો મારગ’, જે લોકોને ખૂબજ પસંદ આવ્યો હતો. હરિ ભરવાડના આલ્બમ માં લગભગ 7-8 ભજન નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં હરિ ભરવાડ એ લગભગ 30 જેટલા આલ્બમ બહાર પાડ્યાં છે. જેમાં ગરબા અને ભજન નો સમાવેશ થાય છે. વર્ષ 2009 માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ ”સાસરે લીલા લેર છે” માં એક્ટિંગ પણ કરી હતી, જેના માટે તેમને ટ્રાન્સ મિડિયા તરફથી એવોર્ડ પણ મળ્યો હતો.

વર્ષ 2011 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ 2014માં દિલ્હી ખાતે ગુજરાત બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ પણ તેમને મળ્યો હતો. એટલું જ નહીં હરિ ભરવાડ એ વિદેશમાં પણ ઘણા પ્રોગ્રામ ક્યાઁ છે.

હરિ ભરવાડે પહેલી વાર વર્ષ 2012 માં લંડનમાં ભજનનો પ્રોગ્રામ કર્યો હતો. વર્ષ 2014 માં અમેરિકાના ગુજરાત સમાજના 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં તેમણે પ્રોગ્રામ કર્યો હતો. એ પછી વર્ષ 2019 માં લંડન નવરાત્રિના પ્રોગ્રામ માટે પણ હરિ લંડન ગયાં હતાં.
હાલ હરિ ભરવાડનો અમદાવાદથી 30 કિલોમીટર દૂર આવેલ કઠલાલમાં સ્ટુડિયો છે. જ્યાં તેઓ પોતાના ભજન અને ગરબા નું નિર્માણ કરે છે.

થોડા સમયમાં જ તેઓ જાણીતા ગાયક કલાકાર ધવલ બારોટ સાથે મળીને મોગલમાં નો ગરબો રજૂ કરવાના છે. હરિ ભરવાડ નાના નાના ગામોમાં ભજન ગાતા રહ્યા અને ધીમે ધીમે લોકોના દિલમાં વસી ગયા અને પોતાની આગવી ઓળખ બનાવી લીધી. આ સમયગાળામાં ગાંધીનગર પાસેના પેઠાપુર ગામના રહેવાસી રતનસીંહ વાઘેલાએ હરિ ભરવાડને સાંભળેલા.

રતનસીંહ વાઘેલાએ એકતા સાઉન્ડના માલિક રમેશ પટેલ ને હરિ ભરવાડ ની ભલામણ કરી અને તેને પહેલો આલ્બમ હરિનો મારગ બનાવ્યો. હરિ ભરવાડની આ સફળતા પાછળ તેમના પરિવાર એ ખૂબ મહેનત કરી છે. હરિ ભરવાડને જ્યારે આ સફળતા મળી ત્યારે તે ખૂબ જ નાના હતાં એટલે પરિવારના વડીલ એમ કહે કે, ભજન ગાવા જવાનું છે તે, તેમને મન તો જાણે ફરવા જવાનું હતું

હરિ ભરવાડ જ્યારે સમજણાં થયા એ સમયે લગભગ ગામમાં પ્રોગ્રામ થવાના બંધ થઈ ગયા હતા અને યુ-ટ્યુબ નો જમાનો આવી ગયો હતો. હરિ ભરવાડ એ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો બનાવવા માટે ખૂબ મહેનત કરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ