હાર્દિક પંડ્યાએ દીકરાનો એક નવો જ વીડિયો કર્યો શેર, ટી-20 મેચ પહેલાં આવી સૌથી મોટી ખુશ ખબર

ભારતીય ક્રિકેટ ટીમ હવે ટેસ્ટ સીરીઝમાં જોરદાર જીત બાદ ઇંગ્લેન્ડ સામે ટી-20 ની તૈયારી કરી રહી છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 12 માર્ચથી શરૂ થનારી આ સિરીઝમાં વાપસી કરી રહ્યો છે. આ માટે તે પરસેવો પાડતો પણ જોવા મળે છે. જો કે, મેચ પહેલા પંડ્યાને ઘણો આનંદ મળ્યો છે.

image source

દરેક બાળકની સિદ્ધિ કોઈપણ માતાપિતા માટે એક સીમાચિહ્નથી ઓછી હોતી નથી. હાર્દિક માટે પણ તે જ રીતે તેના 7 મહિનાના પુત્રના પગ પર ઉભા રહેવું એ કોઈ સીમાચિહ્નથી ઓછું નથી. ચાલો અમે તમને બતાવીએ કે છોટુ પંડ્યા પાપાને કેવી રીતે ઉભો થઈને બતાવી રહ્યો છે.

image source

હાર્દિક પંડ્યાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર 7 મહિનાના પુત્ર અગસ્ત્યનો એક વીડિયો શેર કર્યો છે. આ ટૂંકા વીડિયોમાં અગસ્ત્ય પ્રથમ વખત કોઈ પણ ટેકા વગર તેના બંને પગ પર ઉભો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે હાર્દિકનો પુત્ર અને નતાશા સોશિયલ મીડિયા સ્ટાર છે. તેની પ્રથમ બેઠકથી ઉભા થવા સુધીની દરેક વાત હાર્દિકે તેના ઇન્સ્ટાગ્રામ પર બધી તસવીરો શેર કરી છે.

image source

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે 30 જૂલાઈએ ખુશીની મોટી ખબર આવી હતી. હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ તે દિવસે પુત્રને જન્મ આપ્યો હતો. અને આ સાથે જ હાર્દિક પિતા બની ગયો હતો. પંડ્યાએ સોશિયલ મીડિયા પર પુત્રના હાથની એક તસવીર શેર કરી હતી. તસવીરમાં પંડ્યાએ પુત્રનો હાથ પકડ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બોલીવૂડની અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે સગાઇ કરી હતી. અને તે પછી પંડ્યાએ ફેન્સને નતાશાની પ્રેગનેન્સીની ખુશખબરી આપી હતી. જે પછી હવે ટીમ ઇન્ડિયાના આ ઓલરાઉન્ડર અને આપણા ગુજરાતા વડોદરા નિવાસી તેવા હાર્દિક પંડ્યાના ઘરે પુત્રના વધામણાં થયા છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં જ હાર્દિક પંડ્યા અને નતાશાના બેબી સાવરની રસમ કરવામાં આવી હતી. જે સમયે પહેલીવાર માતા-પિતા બનેલા હાર્દિક અને નતાશાના ચહેરો પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. થોડા સમય પહેલા જ હાર્દિક પંડ્યાએ નતાશાને પ્રપોઝ કરવાની ફોટો સોશિયલ મીડિયા પર મૂકીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા.

તે પછી હાર્દિક અને નતાશાની તસવીરો ખૂબ વાયરસ થઇ હતી. કારણ કે આ પહેલા હાર્દિક પંડ્યાનું નામ અનેક જાણીતી અભિનેત્રીઓ અને મોડેલ સાથે જોડાઇ ચૂક્યું છે. તે અને નતાશા પણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. પણ મીડિયોમાં આ ખબર ત્યારે પાક્કી થઇ જ્યારે હાર્દિકે નતાશાને પ્રપોઝની તસવીરો શેર કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!