પિતાના નિધન બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ, લખ્યું, ‘તમે મારા હિરો’

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ પોતાના ફાધરના નિધનના એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તમને જણાવી દઈએ કે હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડયાનું 71 વર્ષ વયે હાર્ટ એટેક આવવાને કારણે 16 જાન્યુઆરીએ મોત થયું હતુ. તેઓ 71 વર્ષના હતા. હાલમાં હાર્દિક અને તેમના ભાઈ કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યા હતા.

તમને ગુમાવી દેવાની વાત સ્વીકારવી મુશ્કેલ

image soucre

હાર્દિક પંડ્યાએ પિતાના નિધન બાદ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે, જેમા તેમણે લખ્યું કે, તમને ગુમાવી દેવાની વાત સ્વીકારવી તે મારા જીવનની સૌથી મુશ્કેલ વસ્તુઓમાંથી એક છે. પરંતુ તમે અમારા માટે એટલી બધી યાદો છોડી છે કે અમે માત્ર કલ્પના જ કરી શકીએ કે તમે ખુશ થઈ રહ્યા છો,

તમે ન હોવાથી એન્ટરટેઈનમેઈન્ટ ઓછું થઈ જશે

હાર્દિક પંડ્યાએ વધુમાં લખ્યું કે આજે તમારા પુત્રો જ્યાં છે તે તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે છે. હવે આ ઘરમાં તમે ન હોવાથી એન્ટરટેઈનમેઈન્ટ ઓછું થઈ જશે. અમે તમને ઘણો જ પ્રેમ કરીએ છીએ અને આગળ પણ કરતા જ રહીશું. તમારું નામ હંમેશા ટોપ પર રહેશે. મને એક વાતની ખબર છે કે તમે અમને ઉપરથી એવી જ રીતે જોઈ રહ્યાં છો, જેવી રીતે તમે અહીં કર્યું હતું.

વિરાટ કોહલી, ઈરફાન પઠાણ અને આકાશ ચોપરાએ શોક વ્યક્ત કર્યો

હાર્દિક પંડ્યાએ વધુમાં લખ્યું છે કે, તમને અમારા ઉપર ગર્વ હતો, પરંતુ ડેડી અમને બધાંને તે વાતનો ગર્વ છે કે તમે હંમેશા તમારું જીવન જીવ્યું, જેમકે મે કાલે કહ્યું હતું અને આજે ફરીવાર કહ્યું છું, હુ મારી જિંદગીના દરેક દિવસે તમને મિસ કરીશ. લવ યૂ ડેડી, તમને જણાવી દઈએ કે પંડ્યાં બ્રધર્સના પિતાના અવસાન પર કેપ્ટન વિરાટ કોહલી, ઈરફાન પઠાણ અને આકાશ ચોપરાએ શોક વ્યક્ત કર્યો હતો.

કૃણાલ ટૂર્નામેન્ટ છોડીને ઘરે પરત ફર્યો હતો

image source

પિતાના નિધનના સમાચાર મળતા સૈયદ મુસ્તાક અલી ટી -20 ટ્રોફીમાં બરોડા તરફથી રમતા કૃણાલ પંડ્યા બાયો બબલ છોડીને ઘરે પરત ફર્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઇઓ શિશીર હતંગડીએ કહ્યું કે, કૃણાલ પંડ્યાએ ટીમની બાયો બબલ છોડી દીધી છે. આ તેમના અને તેના પરિવાર માટે ખૂબ દુખનો સમય છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાના નિધન પર બરોડા ક્રિકેટ એસોસિએશન શોક વ્યક્ત કર્યો છે. કૃણાલે ઉત્તરાખંડ સામેની પહેલી મેચમાં 76 રન બનાવ્યા હતા અને ત્રણ મેચમાં ચાર વિકેટ પણ લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ