જલ્સા કરોને જેંતીલાલ

હાર્દિક પટેલના લગ્નની શરણાઈઓ વાગવાનો અવસર આવી રહ્યો છે નજીક, વાગ્દત્તા કિંજલ વિશે એમના પિતાએ આપી છે આ માહિતી…

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સૌથી વધુ ચર્ચામાં નામ હોય તો તે છે હાર્દિક પટેલ. જે પાટિદાર સમાજના પ્રતિનિધિ નેતા છે અને આરક્ષણ આંદોલનો કરીને દેશના કેટલાક યુવા આગેવાનોની હરોળમાં ગણના થઈ રહી છે. તાજેતરમાં એમના વિશેના કોઈ રાજકારણ સંબંધી નહીં પરંતુ એમના અંગત જીવન વિશેના સમાચાર જાહેર થયા છે.

આપને જણાવીએ કે હાર્દિક પટેલના પિતાએ જાહેર કર્યું છે; તેઓ પ્રેમિકા કિંજલ સાથે બહુ જલ્દી લગ્ન ગ્રંથીએ જોડાઈ રહ્યા છે. આ બાબત વિશે સવિસ્તૃત માહિતી આપતા પિતા ભરત પટેલે જણાવ્યું છે કે દીકરા હાર્દિકની પસંદથી જ જાન્યૂઆરી મહિનાની ૨૭મી તારીખ, રવિવારના રોજ તેમના વતનના ગામમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના દિગસાર ગામમાં લગ્ન થશે.

હાર્દિકની ભાવિ પત્ની વિશે વધુ જણાંવતાં તેમણે કહ્યું બંને બાળપણથી જ એકબીજાંને ઓળખે છે. આ પરજ્ઞાતિય લગ્ન નથી પરંતુ પ્રેમ લગ્ન છે. હકીકતે, પ્રેમિકા કિંજલ પારેખ હાર્દિક પટેલની બહેન મોનિકા સાથે જ ભણી છે. અને તેમના ઘરે પહેલાંથી જ આવ જાવ રહેતી હતી. ભરત પટેલે પોતાની પુત્રવધુની ઓળખાણ આપતાં કહ્યું કે આ બંનેનું નાનપણ અમદાવાદ જિલ્લાના વિરમગામ પાસે આવેલ નાનકડાં ગામડાં ચંદનનગરીમાં વીત્યું છે અને બંને વચ્ચે સારી મૈત્રી છે. કિંજલ પારેખનો પરિવાર મૂળ સૂરતના વતની છે અને તેઓ હાર્દિકના ગામમાં બહુ વર્ષો પહેલાં જ આવીને વસ્યાં હતાં.

આ સમાચારના અનુસંધાને જ્યારે વર્ષ ૨૦૧૬માં પાટિદાર આરક્ષણનું આંદોલન ચાલતું હતું અને તે દેશદ્રોહના આરોપ સામે જ્યારે જેલમાં ગયા હતા એજ સમયે કિંજલ અને હાર્દિકની સગાઈ જાહેર કરી દેવામાં આવી હતી. કિંજલ કોમર્સ ગ્રેજ્યુએટ છે અને હાલમાં, ગાંધીનગરમાં એલ.એલ.બી.નો આગળ અભ્યાસ કરી રહી છે. તેમના લગ્નની તૈયારીઓ અંગે ખાસ માહિતી આપીએ તો ખૂબ સાદાઈથી ફકત સો જેટલાં નજીકનાં જ સગાંસંબંધીઓને નિમંત્રણ અપાયું છે.

અહીં આપને જણાવીએ કે હાર્દિકની બહેનના ગત વર્ષ ખૂબ ધામધૂમથી લગ્ન થયાં હતાં. જેમાં મનાય છે કે ખૂબ ખર્ચો કર્યો હતો ભાઈએ. અને તેના લગ્નમાં બુલેટ પર બેસાડીને બહેનને ચોરી પાસે લવાઈ હતી. રાજકારણીઓએ પણ આ લગ્ન સમારોહમાં હાજરી આપી હોવાના પણ સમાચાર મળ્યા હતા.

Exit mobile version