પરણવાની વાર, સગાઇને થયા હજુ 5 જ મહિના, ત્યારે પાપા ટૂ બી હાર્દિક પંડ્યા નવા મહેમાન માટે છે ભારે એકસાઇટેડ!

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયા મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે નવા વર્ષમાં સગાઈ કરી હતી. હવે હાદિક પંડ્યાએ પોતાના ફેંસની સાથે ખુશખબરી શેર કરી રહ્યા છે. હાદિક પંડ્યા ખુશખબરી વિષે જણાવતા કહે છે કે, તેમની મંગેતર નતાશા હવે ગર્ભવતી થઈ છે.

image source

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની અને નતાશા સ્ટેનકોવિક સાથેના કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા છે. હાર્દિક પંડ્યા આ ફોટોઝ શેર કરતા લખે છે કે, નતાશા અને મેં એકસાથે ઘણી લાંબી સફર પૂરી કરી છે. અમે હવે ઘણી જલ્દી જ પોતાના જીવનમાં એક નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ખુબ ઉત્સાહિત છીએ.’

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાની મંગેતર સર્બિયાઈ મોડલ નતાશા સ્ટેનકોવિકની સાથેના કેટલાક ફોટોઝ શેર કરતા રહે છે. એકવાર ફરીથી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાની મંગેતર નતાશા સ્ટેનકોવિક સાથેના કેટલાક ક્યુટ ફોટોઝ શેર કરીને પોતાના ફેંસને ખુશખબરી આપી છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક બંને આ ફોટોમાં એકબીજાની સાથે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

image source

નતાશા સ્ટેનકોવિકની વાત કરીએ તો નતાશાએ બોલીવુડની કેટલીક ફિલ્મોની સાથે જ નાના પરદા પર આવતા રીયાલીટી શોઝમાં પણ જોવા મળી છે. નતાશા સ્ટેનકોવિક, સલમાન ખાનના રીયાલીટી શો ‘બીગ બોસ’ સીજન ૮માં ભાગ બની હતી. નતાશા સ્ટેનકોવિક છેલ્લીવાર બોલીવુડ ફિલ્મ ‘ધ બોડી’ના એક ગીતમાં ઈમરાન હાશમી અને ઋષિ કપૂરની સાથે જોવા મળી હતી.

image source

નતાશા સ્ટેનકોવિક મૂળ રીતે સર્બિયાની રહેવાસી છે. નતાશા સ્ટેનકોવિકએ બોલીવુડ ફિલ્મોમાં પોતાના કરિયરની શરુઆત બોલીવુડના દિગ્ગજ કલાકાર પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

image source

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ નવા વર્ષના અવસર પર જ દુબઈમાં જઈને સગાઈ કરી લીધી હતી. સગાઈ કરી લીધા પછી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની સગાઈની જાહેરાત કરતા લખ્યું હતું કે, ‘મેં તેરા તુ મેરી જાને સારા હિન્દુસ્તાન.’

image source

હાલમાં જ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાની મંગેતર નતાશા સ્ટેનકોવિકની ગર્ભવતી હોવાની ખુશખબરી આપતા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે ત્યાર પછી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક પર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિક પંડ્યાની આ પોસ્ટ પર કમેન્ટ કરતા ફક્ત ભારતીય ક્રિકેટર્સ કે ક્રિકેટ ફેંસ જ નહી બોલીવુડ અને અન્ય કેટલાક લોકોએ પોતાની શુભકામનાઓ આપી રહ્યા છે. જેમ કે, વિરાટ કોહલી, યુઝી ચહલ, ગુરુ રંધાવા, રવિ શાસ્ત્રી, ક્રિસ્ટલ ડિસોઝા, મુનાફ પટેલ, કરન ટેકર, કરિશ્મા તન્ના, સુનીલ શેટ્ટી, જેવા ઘણા બધા સેલેબ્રીટીસએ પોતાની શુભકામનાઓ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ