હાર્દિક પંડ્યા અને મંગેતર નતાશાની આવી રોમેન્ટિક તસવીર તમે ક્યારે નહિં જોઇ હોય પહેલા

હાર્દીક પંડ્યાની મંગેતર નતાસા સ્ટાનકોવિકે શેર કરી રોમેન્ટિક તસ્વીર

હાર્દીક પંડ્યાની સગાઈની તસ્વીરોએ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ક્રીકેટ ફેન્સમાં ભારે રોમાંચ ઉભુ કરી મુક્યું હતું. હજું તો તેના મેરેજ પ્રપોઝલની તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર થતાં અટકતી નથી ત્યાં જ હાર્દીકની મંગેતર નતાસાએ બીજી એક રોમેન્ટિક તસ્વીર સોશિયલ મિડિયા પર શેર કરી છે. જેમાં તે બન્ને ખુબ જ રોમેંટિક મૂડમાં લાગી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

નવા વર્ષના પ્રથમ દિવસે હાર્દીકનું ગર્લફ્રેન્ડ સર્બિયન એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિકને યાટમાં લગ્ન માટે પ્રપોઝ કરવું એક ખરેખર આઇડિયલ રોમેન્ટિક પ્રપોઝલ હતું અને તેના આ પ્રપોઝલ બાદ તેના ફેન્સે તેને પુષ્કળ શુભેચ્છાઓ પાઠવી. આ સગાઈની તસ્વીર તેમજ વિડિયો હાર્દીક અને નતાશા બન્નેએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

image source

પણ ફરી એકવાર હજું તો તેમની સગાઈને અઠવાડિયું પણ નથી થયું અને નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બીજી એક તસ્વીર શેર કરી છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. જેમાં તે બન્ને રોમેન્ટિક મૂડમાં જોઈ શકાય છે. બન્નેએ એકબીજાની બાહોમાં બાહો નાખીને સેલ્ફિ લીધી છે.

તમને જણાવી દઈ કે નતાશા એક સર્બિયન એક્ટ્રેસ છે અને તેણી ભારતના રિયાલીટી ટીવી શો બીગ બોસમાં ભાગ લઈ ચૂકી છે. આ ઉપરાંત તેણી બાદશાહના પોપસોંગ બંદૂકમાં પણ કામ કરી ચૂકી છે.

image source

નતાશા હાર્દીક પહેલાં ટીવી એક્ટર અલી ગોનીને ડેટ કરી ચૂકી છે. જો કે બન્નેએ ઘણા સમય પહેલાં પોતાના સંબધ આટોપી લીધા હતા. અને અલીને હાર્દીક અને નતાશાના સંબંધ વિષે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે તે આ જાણીને ખુશ છે. અને તેણે એમ પણ જણાવ્યું હતું કે તેણે નતાશાને તેના માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે.

image source

જો તમે સ્ટાર પ્લસ પર આવતા રિયાલીટી શો નચ બલિયેની લેટેસ્ટ સિઝન જોઈ હશે તો તમને જણાવી દઈએ કે તેમાં અલી અને નતાશાએ પણ ભાગ લીધો હતો.

વર્ષના પ્રથમ દિવસે હાર્દીકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈની જાહેરાત કંઈક આ રીતે કરી હતી. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હાર્દીકે કંઈક આમ કેપ્શન લખ્યું છે, ‘મેં તેરા, તુ મેરી જાને, સારા હિન્દુસ્તાન. 01.01.2020 #engaged,’ હાર્દીક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર સમાચાર શેર કરતાં જ તેના ફેન્સ તેને શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા. પણ જો સૌથી પહેલા કોઈ સાથી ક્રીકેટરે હાર્દીકને વિષ કર્યું હોય તો તે હતો કુલદીપ યાદવ.

image source

હાર્દીકની મંગેતર નતાશાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો શેર કરી છે. જેમાં હાર્દીકે તેને ગોઠણીયાભેર થઈને પ્રપોઝ કર્યું હતું. અને ત્યાર બાદ નતાશાને રીંગ પહેરાવી હતી. અને ત્યાર પછી તે બન્નેએ એકબીજાને કીસ કરી હતી. હાર્દીકે પ્રપોઝ કરતાં જ તેના મિત્રો બૂમો પાડવા લાગ્યા હતા.

નતાશાએ બીજી પણ બે તસ્વીરો શેર કરી છે જેમાં તે બન્ને પોતાની સગાઈ નિમિતે એક સુંદર મજાની રોમેન્ટિક કેક કટ કરી રહ્યા છે. હાર્દીકે આ અવસર માટે સુંદર મજાની યૉટ પસંદ કરી હતી.

image source

બે દિવસ પહેલાં પણ હાર્દીકે ન્યુ યરનું સેલિબ્રેશન કરતાં નતાશા સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી જેમાં નતાશાને ફટાકા કહીને સંબોધી હતી. તેણે નતાશા સાથેની તસ્વીર શેર કરતા લખ્યું હતું, ‘starting the year with my firework’ એટલે કે મારા ફટાકડા સાથે નવા વર્ષની શરૂઆત. હાર્દીકની આ કમેન્ટ કેટલાક ફેન્સને પસંદ નહોતી આવી તો કેટલાકે તેને વધાવી લીધો હતો. આ તસ્વીર પર તેના સાથી ક્રીકેટર કેએલ રાહુલ અને યુઝવેન્દ્ર ચહલે પણ કમેન્ટ કરી હતી.

image source

છેલ્લા ઘણા સમયથી હાર્દીક પંડ્યા સર્બિયન એક્ટ્રેસ નતાશા સ્ટાન્કોવિકને ડેટ કરી રહ્યો છે તેવા સમાચાર હતા. પણ તે આટલો જલદી તેને પ્રપોઝ કરશે તેવી કોઈએ પણ કલ્પના નહોતી કરી. પણ છેવટે તેણે બધાની ધારણાઓને ખોટી પાડી અને નતાશાને લગ્ન માટે પ્રપોઝ કરી જ લીધું.

image source

તમને જણાવી દઈએ કે 26 વર્ષિય હાર્દીક પંડ્યા હાલ બેક ઇન્જરીમાંથી ધીમે ધીમે ઉભો થઈ રહ્યો છે. અને તેના કારાણે તેણે બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 ઇન્ટરનેશનલ અને વન્ડે ઇન્ટરનેશનલ સીરીઝ પણ મિસ કરવી પડી હતી. અને હજુ પણ તે સંપૂર્ણ પણે સ્વસ્થ ન થયો હોવાથી ભારતના આંગણે ખેલાનાર શ્રિલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સિરિઝ પણ તે નહીં રમી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ