જલ્સા કરોને જેંતીલાલ

હાર્દિક પંડ્યા – કે.એલ. રાહુલ એપિસોડ માટે કરણ જોહરે અંતે સ્વીકાર્યુઃ એના શોને લીધે મુશ્કેલીમાં મૂકાયા ક્રિકેટર્સ…

આખરે કરણ જોહરે તેના બહુ ચર્ચિત ટોક શો કોફી વિથ કરણના હાર્દિક પંડ્યા – કે.એલ. રાહુલ એપિસોડ માટે પોતાની જવાબદારી સ્વીકારી લીધી, તેણે કહ્યું છે કે તે ક્રિકેટરો સાથે જે કંઈ થયું છે તે બદલ તેને ખેદ છે.

કૉફી વિથ કરન મનોરંજન જગતમાં એક ટોક શો છે જે સતત વિવાદો સર્જે છે પરંતુ તેમાં નિર્દોષ આનંદના હેતુસર એમાં સૌની મશ્કરી કરાય છે. જો કે, ચાલુ સિઝનમાં એક એપિસોડમાં થોડો જુદો જ બનાવ થયો છે.

બે મશહૂર ક્રિકેટરો હડિક પંડ્યા અને કે.એલ. રાહુલ સાથેનો એપિસોડ પ્રસારિત થયો ત્યારથી ઘણી બધી નકારાત્મક પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ શો વધુ ધ્યાનમાં ત્યારે આવ્યો જ્યારે ક્રિકેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ શોના યજમાન કરણ જોહર અત્યાર સુધી મૌન રહ્યા હતા. તેમણે મૌન તોડીને, આ બાબતે વાત કરી. તેમણે તેમના શો માટે જવાબદારી સ્વીકારી છે અને જાહેર માધ્યમમાં તેમના માટે ફેલાયેલા સમાચારોને લીધે વધુ આ બાબત વણસી રહી છે. જેનાથી બધાંને નુક્સાન થઈ રહ્યું છે.

ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં, છેતાલીસ વર્ષીય ફિલ્મમેક કરણે કહ્યું હતું કે, “મારે કહેવું છે કે હું બહુ હદે આ બબતે જવાબદાર છું કારણ કે તે મારો શો હતો, તે મારું પ્લેટફોર્મ હતું. મેં તેમને મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું અને તેથી જ શો વિશેના આરોપો અને પ્રત્યારોપો મારી જવાબદારી છે. મારી આટલી હળવી બાબતને હું કેવી રીતે આ નુકસાનને પૂર્વવત કરી શકું, મને કોણ સાંભળશે? તે હવે આ વાત ક્ષેત્રમાં પહોંચી ગઈ છે કે જે હવે મારા નિયંત્રણથી બહાર છે.”

કરણે કહ્યું, “મારે કહેવું છે અને જ્યારે હું કહું છું ત્યારે હવે કોઈ મુદ્દો બચ્યો નથી. મારે કહેવું છે કે મેં બંને ક્રિકેટરોને પૂછેલા એ પ્રશ્નો હું સ્ત્રીઓ સહિત દરેકને પૂછું છું. દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ શોમાં હતા, મેં તેમને તે પ્રશ્નો પૂછ્યા હતા. મારા શોમાં જે જવાબો અપાય છે તેના પર મારો કોઈ અંકુશ નથી.”

વધુમાં, ક્રિકેટરો સાથે જે થયું છે તે અંગે વાત કરતા, કરણે કહ્યું, “મને તેઓના દિલની વાત જાણવી હતી જેથી ટી.વી શોના આનંદ માણવાની વાત હતી. મને ટી.આર.પી.ની ચિંતા નથી.”

કરણે પછી ઉમેર્યું હતું કે તે એપિસોડમાં થયેલી વાતચીતને ન્યાયી ઠેરવે છે. “હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે મને લાગે છે કે કદાચ એવું કહેવામાં આવ્યું હતું કે કદાચ હદ પાર કરી હોય તો હું માફી માગું છું કારણ કે તે ત્યાં જે થયું તે મારો પ્લેટફોર્મ હતું. મને લાગે છે કે તે છોકરાઓને તેના માટે કિંમત ચૂકવવી પડે છે.”

શોના પ્રસારણ પછી, હાર્દિકે ઝડપથી ભૂલને સ્વીકારી પણ લીધી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર માફી માગી. કોફી વીથ કરણ શોના અશોભનીય વિવાદ પછી, હાર્દિક અને કે.એલ. રાહુલને ઓસ્ટ્રેલીયા સામે ઓડીઆઈ શ્રેણીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Exit mobile version