હાર્દિક પંડ્યાનો વડોદરામાં છે આલિશાન બંગલો, તસવીરો જોઇને નહિં હટે તમારી નજર

હાર્દિક પંડ્યાનો વડોદરા ખાતેનું આલિશાન ઘર જોઈ તમે પણ બોલી ઉઠશો ‘વાહ !’

image source

આ વર્ષની શરૂઆતથી જ હાર્દિક પંડ્યા ચર્ચામાં રહ્યો છે. તે પછી તેની ઇન્જરી હોય કે પછી તેની ગર્લફ્રેન્ડ સાથેનું એંગેજમેન્ટ અનાઉન્સમેન્ટ હોય કે પછી ગર્લફ્રેન્ડ સાથેની હોટ વાયરલ તસ્વીરો હોય.

હાર્દિક પંડ્યાના ચાહકોની સંખ્યા લાખોમાં છે જે તેના ક્રીકેટ પર્ફોમ્ન્સ ઉપરાંત તેના સ્ટાઇલીશ અંદાજને પણ ખૂબ પસંદ કરે છે. તેણે પણ અન્ય ભારતીય ક્રીકેટર્સની જેમ અઢળક રૂપિયાની કમાણી કરી છે અને ગુજરાતના વડોદરા ખાતે એક આલિશાન ઘર પણ બનાવ્યું છે. આજે અમે તમને એ આલિશાન બંગલાની ઝાંખી કરાવવા જઈ રહ્યા છે.

image source

હાર્દિક એક શાનદાર ક્રીકેટ કેરીયર ધરાવે છે અને હજું પણ તેણે ગ્રાઉન્ડ પર પોતાનું શાનદાર પ્રદર્શન ચાલું જ રાખ્યું છે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યા બાદ હાર્દિકના ચાહકોમાં ઘણો વધારો થયો છે તે આંતરરાષ્ટ્રિય ક્રીકેટમાં ઘણો સારો દેખાવ કરી રહ્યો છે. જો કે હાલ તે પોતાની પીઠની ઇન્જરીના કારણે થોડો સમય આંતરરાષ્ટ્રીય ક્રીકેટથી દૂર રહ્યો છે અને આરામ કરી રહ્યો છે.

હાર્દિક પંડ્યા મૂળ ગુજરાતના વડોદરાનો વતની છે અન ત્યાં જ પોતાનું આલિશાન ઘર ધરાવે છે. જેની ભવ્યતા અને ઝાકઝમાળ જોઈ તમારી આંખો પણ અંજાઈ જશે. હાર્દિક પંડ્યા અહીં ચાર બેડરૂમનું લક્ઝરિયસ પેન્ટહાઉસ ધાવે છે. જે અનુરાધા અગ્રવાલ દ્વારા ડીઝાઈન કરવામાં આયું છે. હાર્દિકના આ ઘર જાણે તેની જ પર્સનાલિટીને રિફ્લેક્ટ કરી રહ્યું હોય તેવું જ સ્ટાઇલીશ છે.

image source

હાર્દિકનો બેડરૂમ કોઈ પણ યુવાનને લલચાવે તેવો આકર્ષક છે. આ બેડરૂમનુ કલર થીમ બ્લુ એન્ડ વ્હાઇટ છે. જે કોઈ પણ યુવાન માટે બિલકુલ યોગ્ય છે.

તેના ડાઈનીંગ હોલની વાત કરીએ તો તે પણ અત્યંત આકર્ષક છે. તેમાં એક સીક્સ સીટર ડાઈનીંગ ટેબલ છે. જેના પર સુંદર મજાનું શેન્ડીલીયર છે. ડાઈનીંગ ટેબલની સીટોનો પીળો રંગ રૂમમાં એક અલગ જ આકર્ષણ જમાવે છે.

image source

હાર્દિકના ભાઈ કુણાલના બેડરૂમની વાત કરીએ તો તેના રૂમનું કલરથીમ યેલો એન્ડ વ્હાઇટ છે. જે તેના રોયલ લાઇકીંગ તરફ ઇશારો કરી રહ્યું છે. આ ઉપરાંત તેની લાઇટીંગ પણ ખુબ સુંદર છે. આ એક વિશાળ રૂમ છે જેમાં બીગ સાઇઝ સોફા પણ છે. અને અહીંની દીવાલો પર કુણાલની પોતાના ભાઈ સાથેની કેટલીક તસ્વીરો પણ લગાવવામાં આવી છે જે તેના ભાઈ સાથેનો તેનો ઉંડો સંબંધ દર્શાવે છે.

image source

તમને જણાવી દઈએ કે હાર્દીક અહીં તેના ભાઈ-ભાભી તેમજ તેના માતાપિતા સાથે રહે છે. તેના માતાપિતા માટે પણ અહીં ભવ્ય બેડરૂમ બનાવવામાં આવ્યો છે. તેમના ઓરડાનું થીમ ગ્રે રંગનું છે. આ ઉપરાંત મહેમાન માટેનો એક અલાયદો ઓરડો પણ બનાવવામાં આવ્યો છે.

 

image source

તમને જણાવી દઈ કે 1લી જાન્યુઆરી 2020ના રોજ હાર્દીક પંડ્યાએ નતાસા સ્ટેન્કોવીક સાથે એન્ગેજમેન્ટ કરી હતી અને તેની કેટલીક તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ત્યાર બાદ પણ તે બન્નેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર વાયરલ થતી રહે છે. આ વર્ષની હોળી પણ નતાસાએ હાર્દિકના કુટુંબ સાથે ઉજવી હતી તેની પણ તસ્વીર તેણીએ પોતાના ઇન્સટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ