ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા બોલિવૂડની આ હોટ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ!

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા બોલિવૂડની આ હોટ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ!

બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર્સની વચ્ચે અફેરની અને લગ્નની ચર્ચાઓ મીડિયામાં થતી જ હોય છે. તેમાંથી જ એક કપલ છે હાર્દિક પંડયા અને એલી અવરામ. કેટલીક વખત પાર્ટીમાં અને સાથે ફરતા એલી અને હાર્દિકની તસવીરો વાયરલ થઈ છે, પરંતુ અત્યાર સુધી બંનેમાંથી કોઈએ આ રિલેશન વિશે જણાવ્યું નથી. તેવામાં હાર્દિકનું નામ એક બીજી અભિનેત્રી સાથે જોડાય ગયું છે, જે સાંભળીને તમારા પણ હોંશ ઉડી જશે. હવે એવા સમાચાર વહેતા થયા છે કે એભિનેત્રી ઉર્વશી રૌતેલાને ડેટ કરી રહ્યો છે.

હકીકકતમાં સોશિયલ મીડિયા પર ઉર્વશીએ એક પાર્ટીની તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેની સાથે હાર્દિક પંડયા અને તેમણો ભાઈ કુણાલ પંડયા જોવા મળ્યો હતો. આ તસવીરને પોસ્ટ કરતા ઉર્વશીએ સરસ કેપ્શન આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘ભાઈ જેવો પ્રેમે દુનિયામાં બીજો કોઈ પ્રેમ નથી’. ઉર્વશીએ તેના ભાઈને યાદ કરતા લખ્યું હતું કે, ‘યશ રૌતેલા મને તારી યાદ આવે છે’. તેની સાથે તેમણે આ પોસ્ટમાં હાર્દિક પંડયાને ટેગ કરતા આઈપીએલની શુભકામના પણ આપી હતી.

પોતાની આ પોસ્ટમાં ઉર્વશીએ #pandyabrosહેશટેગનો ઉપયોગ કર્યો હતો. તેના પછી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થવા લાગી હતી.

https://www.instagram.com/p/Bho9OyYBrhh/?utm_source=ig_embedહાલમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘હેટ સ્ટોરી 4’ માં બોલ્ડનેસ અને પોતાની હોટ તસવીરને લઈને ચર્ચામાં આવેલી ઉર્વશી ફરીથી એક વખત હાર્દિકની સાથે ડેટને લઈને લાઈમલાઈટમાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ પાર્ટીમાં બંને એકબીજા સાથે ર્ફ્લટ કરી રહ્યા હતા અને ત્યાં હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે, બંનેની વચ્ચે બહુ જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.

જો કે, આ વિશે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બીજા કોઈ તરફથી આપવામાં આવ્યું નથી. તેની સાથે તમને જણાવી દઈએ કે, હાલમાં એલી હાર્દિકની એક એડના સેટ પર મળવા પહોંચી હતી. એલી બિગ બોસથી ફેમસ થઈ હતી. બંનેનાં અફેરની ચર્ચા ત્યારે થઈ હતી જ્યાપે 27 ડિસેમ્બરએ હાર્દિકનાં ભાઈ કુણાલના લગ્નમાં એલી અવરામ આવી હતી.

એલી મુંબઈમાં આ લગ્નમાં હાજરી આપવામાં માટે પહોંચી હતી. લગ્નમાં તે પંડયાના પરિવાર સાથે બહુ ખુશ દેખાતી હતી. અહીં તેને બહુ સમય પણ પસાર કર્યો હતો. તેના પછી બંને હંમેશા ક્યાંકના ક્યાંક સમય પસાર કરતા જોવા મળ્યા છે. તેમજ હાર્દિક પંડ્યા તથા એલી અવરામ છેલ્લાં એકાદ વર્ષથી એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા છે.
લેખન સંકલન : પ્રિયંકા પંચાલ
દરરોજ આવી અનેક અવનવી રસપ્રદ અને જાણવા જેવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી