કાલે પ્રપોઝ ડે: પ્રપોઝ કરવા માટે અપનાવો આ નવી સ્ટાઇલ

ફેબ્રુઆરી મહિનાને ખાસ રોમેન્ટિક મંથ કહેવાય છે કેમકે આ મહિનામાં છેલ્લા કેટલાક વર્ષોથી વેલેન્ટાઇન વીક મનાવવામાં આવે છે. જો કે આ કારણ તો છે જ ઉપરાંત બીજું કારણ છે આ મહિનામાં શિયાળાની ખુશનુમા ઠંડી. હવે વાત કરીશું વેલેન્ટાઇન વિકના બીજા દિવસની એટલે કે પ્રપોઝ ડે.

image source

પ્રપોઝ ડે આ દિવસે આપ પોતાની પ્રિય વ્યક્તિ સુધી પોતાના દિલની વાત પહોંચાડવાની હોય છે. આ દિવસે આપ આપના અનોખા અંદાજમાં આપની પ્રિય વ્યક્તિ સુધી વાત પહોંચાડી શકો તેના માટે આજે કેટલીક પ્રપોઝ ટિપ્સ વિષે જણાવીશું. જે આપને ઉપયોગી નીવડશે.

image source

સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ વસ્તુ અશક્ય નથી અને એટલે જ આજના પ્રેમીઓ આધુનિકતાની સાથે નવા નવા પ્રયોગો કરતાં રહે છે. આવા પ્રેમીઓ માટે અહી કેટલીક પ્રપોઝ ટિપ્સ આપવામાં આવી છે જે આપને મદદરૂપ થશે.

આઈ લવ યુ લખો પ્લેનના ધુમાડાથી:

image source

જો આપની પ્રેમિકા કે પ્રેમીને હવામાં થતાં પ્રયોગો કે પ્લેન પસંદ હોય તો આપ આપના પાર્ટનરની પસંદ મુજબ આ પ્રયોગ પણ અજમાવી શકો છો. પરંતુ તેના માટે આપની પાસે સ્થાનિક ફ્લાઇંગ કલબની ઓળખ હોવી ખૂબ જરૂરી છે. જે આપને આ રીતે પ્રપોઝ કરવામાં મદદ કરશે. જો કે આ ઉપાય થોડો ખર્ચાળ છે.

ન્યૂઝ પેપરમાં જાહેરાત આપીને-

image source

આપ જે વ્યક્તિને પસંદ કરો એ વ્યક્તિને દરરોજ સવારે દિવસની શરૂઆત ન્યૂઝ પેપર વાંચવાથી કરે છે તો આપ આ ઉપાય અજમાવી શકો છો. પરંતુ ધ્યાન રહે આ ઉપાય અજમાવતી વખતે ધ્યાન રાખવું કેમકે ન્યૂઝ પેપર અડધી દુનિયા વાંચે છે માટે મોટાભાગના લોકોને પણ જાણ થઈ શકે છે. તેમછતાં જો આપને વિશ્વાસ હોય કે જવાબ હા જ આવશે તો આપ આ ઉપાયથી પ્રપોઝ કરી શકો છો.

મલ્ટી પ્લેક્સમાં ફિલ્મ શરૂ થતાં પહેલા:

image source

આપ જે વ્યક્તિને પસંદ કરો છો તેની સાથે જો કોઈ મૂવી જોવાનો પ્લાન બનાવી શકો ઉપરાંત જો આપના પાર્ટનર થોડા ફિલ્મી હોય તો આપ આપના પાર્ટનરને પોતાના ફિલ્મી અંદાજમાં મલ્ટી પ્લેક્સમાં ફિલ્મ શરૂ થતાં પહેલા પોતાના દિલની વાત કહીને વાતાવરણને રોમેન્ટિક બનાવી શકો છો. અને જો આપની વાત આપના પાર્ટનરના દિલમાં ઉતરી ગઈ તો ફિલ્મ પૂરી થશે ત્યાં સુધીમાં આપને હા માં જવાબ પણ મળી જશે.

મુન્નાભાઈ બની જાવ રેડિયો પર:

image source

આપ જે વ્યક્તિને પસંદ કરો છો તેને રેડિયો સાંભળવો ખૂબ પસંદ હોય અને તે નિયમિત રીતે કોઈપણ રેડિયો પ્રોગ્રામ સાંભળતા હોય, અને આપ પણ આખી દુનિયાની સામે પોતાના દિલની વાત જોર શોરથી કેહવા ઇચ્છુક હોવ તો આપ આરીતે આપના પાર્ટનરને પ્રપોઝ કરી શકો છો. જે આપના પાર્ટનરને ઘણું પસંદ આવી શકે છે.

આ ઉપાયને વધારે કારગત બનાવવા માટે આપના પાર્ટનરના મનપસંદ રેડિયો જૉકી અને રેડિયો પ્રોગ્રામ વિષે જાણીને એ જ સમયે બધા સાંભળનાર લોકો સામે આપના દિલની વાત રજૂ કરવાનો પ્રયત્ન કરવો. જો શક્ય હોય તો આપનો આપના પાર્ટનર માટેનો સંદેશ પહેલેથી જ રેકોર્ડ કરી લેવામાં આવે તેનું ધ્યાન રાખવું, કેમ કે જ્યારે આ મેસેજ રેડિયો પર પ્રસારિત થાય ત્યારે આપ આપની મનપસંદ વ્યક્તિ સાથે રહી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ