હમણાં જ ફેસબુકનો જન્મ દિવસ ગયો, જાણો ફેસબુક સાથે જોડાયેલી રસપ્રદ વાતો…

આજના જ દિવસે 2004માં ફેસબુકની શરૂઆત થઈ હતી, જી હાં, આજે ફેસબુકનો બર્થ-ડે છે અને તેને 13 વર્ષ પૂરા થઈ ગયા છે. આપણે ફેસબુક પર ઘણો બધો સમય વિતાવીએ છીએ પરંતુ આની સાથે જોડાયેલી ઘણી બધી એવી વાતો છે, જેના વિશે આપણે જાણતા નથી. તો આવીએ એવી અજાણી વાતો વિશે

માર્કે ઝૂકરબર્ગને ફેસબુકના સીઈઓના રૂપમાં વાર્ષિક ઈન્કમ માત્ર 1 ડોલર મળે છે.

શું તમને ખબર છે કે, ફેસબુકના બ્લૂ કલર રાખવા પાછળ માર્કની કલર બ્લાઈન્ડનેસ છે, જી હા ઝૂકરબર્ગને રેડ અને ગ્રીન કલરમાં ફર્ક ખબર પડતી નથી અને બ્લૂ કલર જ એક એવો કલર છે જેને તેઓ સારી રીતે જોઈ શકે છે.

શું તમે જાણો છો કે, ફેસબુક વેબસાઈટનું સર્વર ડાઉન થઈ જાય તો ફેસબુકને લગભગ 25000 ડોલરનું નુકશાન હોય છે.

જો તમે ફેસબુક પર માર્ક ઝકરબર્ગના પેજ પર જોવા માંગો છો તો ટાઈપ કરીને ફેસબુક ડોટ કોમ/4 ટાઈપ કરશો સીધા માર્કની પ્રોફાઈલ પર પહોંચી જશો.

શું તમને ખબર છે કે, ફેસબુક પર સૌથી વધારે ભારતીય એકાઉન્ટ બનાવે છે, જેમાં 14 કરોડથી પણ વધારે એકાઉન્ટ ફેક છે.

ફેસબુકના લાઈક બટન પર દર મીનિટમાં ઓછામાં ઓછા 18,00,000 વખત ક્લિક કરવામાં આવે છે.

18થી લઈને 35 વર્ષ સુધીના લોકો સવારે ઉઠીને સૌથી પહેલા પોતાનું એકાઉન્ટ ચેક કરે છે.

તમે પોતાના ફેસબુક ફ્રેન્ડ્સને બ્લોક કરી શકો છો પરંતુ માર્ક ઝૂકરબર્ગને કોઈપણ બ્લોક કરી શકતું નથી. આવું કરવા પર General Block failed error: Block faileનો મેસેજ શો કરી શકે છે.

શરૂઆતમાં ફેસબુક લાઈક બટનનું નામ AWESOME રાખવામાં આવ્યું હતું, જેને પાછળથી LIKE કરી દેવામાં આવ્યું હતું.

ફેસબુક પર લગભગ 30 મિલિયન મરેલા લોકોના એકાઉન્ટ એક્ટિવ છે.

ફેસબુક પર તમે કોઈપણ ટેક્સ લખો છો તો તમે પોસ્ટ કરો તે પહેલા જ તે કન્ટેન્ટ ફેસબુક પાસે પહોંચી જાય છે.

દરરોજ આવી અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી