‘હેપ્પી બર્થ ડે ટુ યુ…’ આ ધૂન જ્યારે પણ ગાઓ છો ત્યારે તમે કોપી રાઈટનો ભંગ કરો છો, વધારે રહસ્યો જાણવા આગળ વાંચો !

15 આંતરરાષ્ટ્રિય બ્રેન્ડ્સ વિષે આ વાતો જાણી તમને આશ્ચર્ય થશે

શું તમે એ જાણો છો કે એપલ આઈપેડની રેટિના ડિસ્પ્લે સેમસંગ મેન્યુફેક્ચર કરે છે ?

દરેક વસ્તુ વિષે દરેક બાબત જાણવી તે અશક્ય છે. આપણે હંમેશા પ્રયાસ કરીએ છીએ પણ તેમ છતાં આપણે હંમેશા નિષ્ફળ થઈએ છીએ. આ અવિરત વહેતી જ્ઞાનની નદીમાં, નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. મોટા મોટા ઉદ્યોગો મિટિંગ રૂમમાં પોતાનો મોટા ભાગનો સમય ફાળવતા હોય છે તે પાછળ પણ મહત્ત્વનું કારણ સમાયેલું હોય છે.

આપણા રોજિંદા જીવનમાં જે પ્રખ્યાત ઉત્પાદનો આપણે વાપરી રહ્યા છીએ તે પાછળ ઘણી બધી રસપ્રદ વાતો છૂપાયેલી હોય છે. આજે, અમે નક્કી કર્યું છે કે અમે તમને તમારી રોજિંદા ઉપયોગની વસ્તુ પાછળની હકીકતો જણાવીશું.

1. વોર્નર મ્યુઝિક ‘હેપી બર્થડે’ ગીતનો કોપીરાઇટ ધરાવે છે. ના, અમે કોઈ જ મજાક નથી કરી રહ્યા. તમે જેટલી જેટલી વાર આ ગીત કોઈની માટે ગાતા હોવ છો તેટલી વાર તમારા પર તેની રોયલ્ટીનું દેવું ચડતું રહે છે.

2. સ્ટારબક્સ નામની આંતરરાષ્ટ્રિય કેફે બ્રાન્ડ, પોતાના કોફિ બિન્સ પાછળ જેટલો રૂપિયો નથી ખર્ચતું તેના કરતાં વધારે તે હેલ્થકેર પાછળ ખર્ચે છે. તે લગભગ 300 મિલિયન ડોલર પોતાના કર્મચારીઓના હેલ્થકેર ઇન્શ્યોરન્સ પાછળ ખર્ચે છે.

3. ફેસબુકનો રંગ બ્લૂ છે કારણ કે માર્ક ઝકરબર્ગમાં રંગ અંધત્ત્વની ખામી છે.

4. એમેઝોનના કર્મચારીઓ દર વર્ષના બે દિવસ કસ્ટમર સર્વિસ્ક ડેસ્ક પર પસાર કરે છે. દરેક, તેમાં કંપનીના સીઈઓનો પણ સમાવેશ થાય છે.

5. પેપ્સિનું નામ તેની પ્રાથમિક સામગ્રી અને પાચક એન્ઝાઇમ ‘પેપ્સિન’ પરથી પાડવામાં આવ્યું છે. તેને મૂળે તો ‘બ્રાન્ડ્ઝ ડ્રીંક’ કહેવામાં આવતું હતું.

6. મેક્ડેનાલ્ડે બર્ગર કે પોટેટો ચિપ્સથી પોતાના વેચાણની શરૂઆત નહોતી કરી પણ હોટ ડોગ્સથી શરૂઆત કરી હતી.

7. જો તમે કોઈ એપલ કમ્પ્યુટરની નજીક ધૂમ્રપાન કરતા હશો, તો કંપની તેને રીપેર નહીં કરી આપે પછી ભલે તે વોરન્ટિ પિરિયડમાં કેમ ન આવતું હોય.

8. ઇન્સ્ટાગ્રામ પરનું ‘મે ફેઅર’ ફિલ્ટર વધારે લાઈક્સ મેળવવા માટે બનાવવામાં આવ્યું હતું.

9. ‘કોકા-કોલા’નો લાલ અને સફેદ રંગનો લોગો વિશ્વની 94% વસ્તી ઓળખી શકે છે.

10. કેન્ડી ક્રશ પોતાની રેવેન્યુ તરીકે દિવસના 6,33,000 અમેરિકન ડોલર કમાય છે.

11. મંગળવાર એ અઠવાડિયાનો સૌથી ઉત્પાદકિય/ઉપજાઉ દિવસ છે.

12. એમેઝોન IMDB, ગુડરીડ્સ, ઓડિબલ અને બીજી 9 વેબસાઇટની માલિક છે.

13. સ્ટારબક્સે પોતાના આઉટલેટ્સમાં ગોળ ટેબલ્સ બનાવ્યા છે જેથી કરીને તેના ગ્રાહકોને એકલતા ન લાગે.

14. તમે જે કંઈ પણ સિરી (એક પ્રકારની એપ્લિકેશન)ને કહો છો તે એપલ દ્વારા સ્ટોર કરવામાં આવે છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે.

15. દુનિયાની 7 અબજની વસ્તિમાંથી 6 અબજ પાસે મોબાઈલ ફોન છે જ્યારે 4.5 અબજ લોકો પાસે જ ટોઇલેટ છે. સાચું કહું તો ફોન વિષે તો અમે કોઈ ખાતરી નથી આપી શકતા. પણ તમારું શું કહેવું છે ? તે ચોક્કસ જણાવ જો.