હનુમાન જયંતિ: પ્રોફેશન લાઈફમાં લાવવા ઈચ્છો છો બદલાવ તો હનુમાનજીને અર્પિત કરો આ ૫ ચીજો

હનુમાન જયંતિ પર જાણો કે તમારે કઈ ચીજોને તેમને અર્પિત કરવાથી સુખ-સૌભાગ્ય અને સફળતાની પ્રાપ્તિ થશે, કારણ કે હનુમાનજીને સરળતાથી પ્રસન્ન કરવામાં આવી શકે છે.

કળયુગમાં સૌથી પ્રમુખ દેવતાઓમાંથી એક છે હનુમાનજી, અને સુંદરકાંડ કે હનુમાન ચાલીસામાં તેના વિશે ખુલ્લીને જણાવવામાં આવ્યું છે. આ ધાર્મિક પુસ્તકો અનુસાર, હનુમાનજીનો કિરદાર બધા માટે પ્રેરણાદાયક હોય છે. હનુમાન જયંતિનાં પાવન અવસર પર તમારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ , જેનાથી તમારું જીવન સુખમય વિતી શકે. હનુમાનજીનાં ભક્ત દરેક ઉમરનાં લોકો હોય છે અને તેમના પ્રત્યે સાચી શ્રધ્ધા રાખીને તેમનું પૂજન કરે છે. જો તમારા જીવનમાં તમે મોટા હનુમાનજીને અર્પિત કરો આ ૫ ચીજો, જ્યારબાદ તમને બજરંગબલીનાં વિશેષ આશિર્વાદ પ્રાપ્તુ થઈ શકે છે.૧૯ એપ્રિલનાં રોજ હનુમાન જયંતિ છે અને તેને આખા દેશમાં ખૂબ જ ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભગવાન રામની ભક્તિ કરવી ખૂબ જરૂરી હોય છે. હનુમાનજીએ પોતાનાં જીવનમાં શ્રીરામને વિશેષ સ્થાન આપ્યું હતુ અને તેમના નામે પોતાનું પૂરું જીવન કરી દીધું હતું.

હનુમાનજી અમર અને ચિરંજીવી છે અને તેમની ભક્તિ કરવાથી મનુષ્યને શક્તિ અને સમર્પણનો અનુભવ થાય છે અને આ દિવસે જો આ ચીજોને હનુમાનજીને અર્પિત કરી દીધી તો જીવન સફળ થઈ જશે.

તલનાં તેલમાં નારંગી સિંદૂરએકવાર સીતા માતાને નારંગી સિંદૂર લગાવતા હનુમાનજી એ જોઈ લીધા હતા તો તેને તેમને પૂછ્યું ‘માતા તમે આ શામાટે લગાવો છો,આનાથી શું થાય છે’ તો સીતા માતા એ જણાવ્યું કે આ લગાવવાથી શ્રીરામનાં મનમાં તેમના માટે પ્રેમ વધુ વધી જાય છે. બસ પછી શું હતુ હનુમાનજી એ પોતાના આખા શરીરમાં નારંગી સિંદૂર લગાવી લીધું અને જ્યારે પ્રભુ એ જોયું તો બધા હસવા લાગ્યા પરંતુ ત્યારબાદથી જ હનુમાનજીને તલનાં તેલમાં મેળવેલ નારંગી સિંદૂર લગાવવાની પ્રથા બની ગઈ. એમને આવો રંગ પસંદ છે એટલે લોકો હનુમાનજીને નારંગી ચીજ જ અર્પિત કરે છે.

ચમેલીની સુગંધહનુમાનજીને કોઈપણ ફૂલમાં સૌથી વધારે ચમેલીની સુગંધ આકર્ષિત કરે છે. ક્યારેય પણ તેમની પૂજામાં ચમેલીનાં ફૂલનું અત્તર જરૂર શામેલ કરવું તેનાથી હનુમાનજીની વિશેષ કૃપા તમને પ્રાપ્તષ થઈ શકશે.

લાલ ફૂલહનુમાનજીને લાલ ફૂલ પ્રિય છે જેમાં તમે ગુલાબ કે જાસૂદનાં પુષ્પ પૂજા દરમિયાન તેમને અર્પિત કરી શકો છો. તેમની મૂર્તિ કે ફોટો પર તમે લાલ રંગનું ફૂલ અર્પિત કરો પછી જોજો હનુમાનજી તમારી પૂજા જલ્દીથી સ્વિકાર કરી લેશે.

૧૧ લાડુ

હનુમાનજીને લાડુથી ખૂબ પ્રેમ છે. તેમને બુંદી કે વેસણનાં લાડુ પૂજા દરમિયાન જરૂર અર્પિત કરવા, જેમાં તમે ૧૧ કે ૨૧ લાડુનો ભોગ લગાવી શકો છો અને યાદ રહે આ લાડુનાં ભોગમાં વધારેથી વધારે લોકોને પ્રશાદ આપવાથી સુખ-સંપતિ જળવાઈ રહેશે.

પંચામૃતહનુમાનજીની પૂજામાં પંચામૃતનું વિશેષ સ્થાન માનવામાં આવે છે. આ પંચામૃતને દહીં,ગંગાજળ,મધ,તુલસી,મેવા,દૂધ અને કેવડા સાથે બનાવિ અને તેનો સારી રીતે ભોગ લગાવીને બધા શ્રધ્ધાળુઓમાં અર્પિત કરી દો. તેનું ફળ હનુમાનજીની તમને વિશેષ કૃપાનાં રૂપમાં જરૂર મળશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ