હનુમાનજીની ઊંધા માથાવાળી મૂર્તિનું મંદિર તમે જોયું છે?

અત્યાર સુધી તમે હનુમાજીની ઊભી મૂર્તિની જ પૂજા કરી હશે, પણ શું તમે જાણો છો કે મધ્ય પ્રદેશમાં આ ગામ માંમાથાના બળે ઊભી હનુમાનજીની મૂર્તિની પૂજા થાય છે. હનુમાન ભક્તોની વચ્ચે આ મંદિરની ઘણી માન્યતા છે.

તમે વારંવાર મંદિરમાંહનુમાનજીની બેઠેલ કે ઊભી મુર્તિ જ જોઈ હશે. ઘરમાં પણ હનુમાનજીની ઊભી કે બેઠી જ મુર્તિ સ્થાપિત કરવામાં આવેલ હશે ને તેની જ તમે પૂજા કરતાં હશો. પરંતુ આજે અમે તમને એવા હનુમાન મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં ઊંધી મૂર્તિની પૂજા થાય છે.

ઈન્દોરમાં આવેલું છે આ મંદિર –

ઉંધા હનુમાનજીનું મંદિર ઈન્દોરમાં સાંવરે નામના પર સ્થાપિત છે. માનવામાં આવે છે કે આ મંદિર રામાયણ કાળના સમયનું છે. મંદિરમાં ભગવાનની ઉંધા મુખ વાળી અને સિંદૂરથી રંગાયેલ મુર્તિ સ્થાપિત છે. સાંવરેનું હનુમાન મંદિર, ભક્તોનું મહત્વનું સ્થાન છે.

અહીં આવીને ભક્તો ભગવાનની અતૂટ ભક્તિમાં લીન થઈને બધી જ ચિંતાઓ મુક્ત થાય છે. ભગવાનહનુમાનના બધા જ મંદિરોમાં આ મંદિર સૌથી અલગ છે. આ મંદિરના એ જ વિશેષ કારણને લીધે બધાનું ધ્યાન ખેંચાય છે.આ રૂપની પાછળ આ કથા લોકપ્રિય છેકહેવાય છે કે જ્યારે રામાયણ કાળમાં ભગવાન શ્રી રામ અને રાવણનું યુદ્ધ થવાનું હતું ત્યારે અહિરાણે તેની જાદુની શક્તિથી શ્રી રામ અને લક્ષ્મણ જીને મૂર્છીત કરીને અપહરણ કરી લીધા. તે તેમને તેમની સાથે પાતાળ લઇ ગયો છે અને જ્યારે વાનર સેનાને આ વાતની ખબર પડે છે, તો હાહાકાર મચી જાય છે.

હનુમાનજી રામ અને રાવણની શોધમાં પાતાળ પહોંચે છે. અને અહિરાવનણો વધ કરીને ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને સુરક્ષિત પાછા લાવ્યાં. માન્યતા છે કે આ તે સ્થળ હતું જ્યાંથી હનુમાનજી પાતાળ લોક ગયા હતા. તે સમયે હનુમાન જીના પગ આકાશ તરફ હતા અને માથું જમીન તરફ. જેના કારણે તેમના ઉંધા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

આ મંદિરની આ છે વિશેષતા –

સાંવરે ઉલ્ટે હનુમાનમંદિરની મુખ્ય માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ મંગળવાર અથવા પાંચ મંગળવાર સુધી આ મંદિરના દર્શન માટે સતત આવે છે, તો તેના બધા દુઃખ દૂર થાય છે અને તેના બધા મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. અહીં મંગળવારને દિવસે હનુમાનજીને ચૌલા ઢાળવાની માન્યતા પણ છે. ઊલ્ટે હનુમાન મંદિરની દર્શન માત્ર થી જ બધી સમસ્યાઓ દૂર થાય છે. મંદિરમાં શ્રી રામ, સીતા, લક્ષ્મણ, શિવ પાર્વતી, પણ બિરાજમાન છે. મંદિરમાં આવેલ હનુમાનજીની પ્રતિમા ખૂબ જ ચમત્કારિક છે. તેની સાથે ઉલતે હનુમાન મંદિરમાં વર્ષો જૂના બે પારિજાતનાં વૃક્ષો પણ છે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ