જલ્સા કરોને જેંતીલાલ

હનુમાનજીના પ્રખર ઉપાસક નીમ કરોડી બાબા યાત્રાધામના દર્શન માત્રથી બગડેલી તકદીરમાં થાય છે કોઈ ચમત્કાર અને બદલાય છે આખું જીવન…

કૈંચી ધામઃ ચમત્કારો અને રહસ્યોથી ભરેલું છે કૈંચી ધામ… જ્યાં જવા માત્રથી જીવન આખું સુધરી જાય છે… ફેસબુકના ઝૂકર્બગથી લઈને એપ્પલના સ્ટીવ જોબ્સ ઉપર પણ રહી છે તેમની કૃપા… હનુમાનજીના પ્રખર ઉપાસક નીમ કરોડી બાબા યાત્રાધામના દર્શન માત્રથી બગડેલી તકદીરમાં થાય છે કોઈ ચમત્કાર અને બદલાય છે આખું જીવન…


આપણાં દેશ ભારતમાં અને પવિત્ર અને ચમત્કારિક તિર્થ ધામોનો સદીઓ જૂની ઐતિહાસિક પરંપરા રહી છે. સાધુ – સંતો અને ગુરુપદની ઉપાસના કરવાની ભારતીય સંસ્કૃતિમાં એક આગવું મહત્વ રહ્યું છે. જેમ જેમ જૂની પરંપરાઓ અને રીતરીવાજો ઉપર આપણાં દેશની સંસ્કૃતિની છાપ આપણી નવી પેઢીમાં જાણ થતી જાય છે તેમ તેમ વિદેશી પાશ્ચાત્ય સંસ્કૃતિને પણ આપણાં ધર્મ અને ધર્મગુરુઓ પ્રત્યેની આસ્થા પર પણ શ્રદ્ધા બેસતી જતી જોવા મળે છે.


આવું જ એક નામ છે, ભારતના ઉત્તરાંચલ પ્રદેશમાં આવેલ હિલસ્ટેશન નૈનિતાલની પાસે આવેલ નીમ કરોડી બાબાનો આશ્રમ કૈંચી ધામ. જેમના ભક્તોની સંખ્યા ભારત કરતાં પણ વેદેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં વધારે છે. ચમત્કારો અને રહસ્યોથી ભરેલ કૈંચીધામના આશ્રમની વાતો અને બાબાના જીવનના કિસ્સાઓ સાંભળીને નવાઈ લાગશે… આવો જાણીએ આ હનુમાન ભક્ત કેમ કહેવાયા નીમ કરોડી બાબા અને કોણ કોણ રહ્યા છે તેમના ભક્તો…

કોણ હતા આ નીમ કરોડી બાબા?


નીમ કરોડી બાબા કોઈ જ પ્રકારના આડંબર કે ઔપચારિક ગુરુદિક્ષા મંત્ર જેવી વાતોમાં નહોતા માનતા. તેમને કોઈ ભક્ત સ્પર્શ કરે કે ચરણ સ્પર્શ કરીને પગે લાગવા પ્રયત્ન કરે તો પણ તેમને ના પાડી દેતા. તેઓ કહેતા કે મને નહીં હનુમાનજીને પગે લાગો. તેઓ હનુમાનજીના પ્રખર ભક્ત હતા. તેમની હનુમાનજી ઉપર રહેલી આસ્થાએ અનેક ચમત્કારો અને કૃપા કરી છે જે જાણીને સામાન્ય મનુષ્ય બુદ્ધિને તર્ક કરવું પણ મુશ્કેલ પડે છે. આવો જાણીએ તેમના જીવન વિશે.

આશરે ૧૯૦૦ની સદીની શરૂઆતમાં બ્રાહ્મણ પરિવારમાં લક્ષ્મી નારાયણ શર્મા ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ અકબરપુર નામના નાનકડાં ગામડાંમાં તેમનો જન્મ થયો હતો. ૧૧ વર્ષની નાની ઉમરે તેઓ સંન્યાસ લઈને બ્રહ્મણ કરવા ઘર છોડીને નીકળી પડ્યા હતા. તેઓ તેમના પિતા દુર્ગા પ્રસાદ શર્માના કહેવાથી ઘરે પરત ફર્યા અને લગ્ન પણ કર્યા. તેમને બે દીકરા અને એક દીકરી પણ છે.


તેમને હનુમાનજી મહારાજ ઉપર પરમ શ્રદ્ધા હતી. તેઓ સૌને તેમની શક્તિ ઉપર સમર્પિત થવાનું કહેતા. ભક્તો તેમને મહારાજજી કહેતા હતા. એક વાર લગભગ ૧૯૬૦ – ૬૧ની આસપાસના સમયમાં તેમના જૂના પરમ મિત્ર પૂર્ણાનંદ જી સાથે નૈનિનાલથી ૬૫ કિં.મી દૂર આવેલ નીમ કરોડી ગામમાં આવ્યા હતા. આ જગ્યા તેમને બહુ જ ગમી ગઈ અને ૧૯૬૪ની સાલમાં અહીં તેમણે આશ્રમની સ્થાપના કરી. બાબાના આશ્રમમાં દેશ – વિદેશથી ભક્તોની આવન – જાવન રહેતી હતી. તેમના ચમત્કારોની લોકવાયકાઓ અને આશીર્વાદનું મહત્વની ખ્યાતિ વધતી જતી હતી. એવામાં ૧૯૭૩માં વૃંદાવન ખાતે એક હોસ્પીટલમાં જ તેમનું અવસાન થયું. કહેવાય છે કે બાબાને ડાયાબીટીઝ હતું. એક વાર તેઓ નૈનિતાલથી મથુરા અને આગ્રાના પ્રવાસે જઈ રહ્યા હતા અને ટ્રેનમાં જ તેમને હ્રદયનો હૂમલો આવ્યો. વૃંદાવનની હોસ્પીટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લેવા પહેલાં ગંગાજળ જાતે જ પીવા માગી લીધું હતું.

બાબાના આશ્રમના ચમત્કાર


નીમ કરોડી બાબાના આશ્રમમાં હનુમાનજીની ભવ્ય મૂર્તિવાળું મંદિર છે. તેમજ અન્ય દેવીદેવતાઓની પણ મૂર્તિ સ્થાપિત કરેલ મંદિરો આવેલા છે. બાબા જ્યાં બેસતા એ સ્થળે તેમજ તેમનું જ્યાં નિર્વાણ થયું હતું તે ગામ વૃંદાવનમાં પણ સમાધિ મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં તેમની ભવ્ય મૂર્તિ પણ તેમની લાક્ષણિક મુખ મુદ્રા સાથે બનાવરાવેલી છે.

આશ્રમના ચમત્કારોમાં અનેક લોકવાયકાઓ ત્યાંનાં સ્થાનિક ભક્તો અને રહેવાસીઓ પાસેથી જાણવા મળતી હોય છે. એક પ્રસંગ મુજબ બાબાના આશ્રમમાં એક ઉત્સવ વખતે ભોજન પ્રસાદીમાં ઉમેરવા માટે ઘી ખૂટી ગયું હતું. ત્યારે બાબાએ પાસેની નદીના તળમાંથી એક લોટો પાણી ભરી આવવા કહ્યું હતું. ભક્તો જ્યારે તે લઈ આવ્યા અને રસોઈમાં ઉમેરવા ગયા ત્યારે જોયું તો તે લોટામાંના પદાર્થે જળને બદલે ઘીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વધુમાં એક યાત્રાળુ પરિવારને ખૂબ જ ગરમી લાગી રહી હતી ત્યારે તેમને માથે વાદળોનું છત્ર કરીને તેમની યાત્રા પૂરી કરવામાં મદદ કરી હતી બાબાએ એવી પણ વાયકા છે.


કોણે કોણે કર્યા છે કૈંચીધામના દર્શન

બાબાના ભક્તોમાં સામાન્ય માણસથી લઈને બિલિયોનેર-ખર્બપતિ લોકોનો સમાવેશ પણ થાય છે. બાબાના પવિત્ર ધામમાં અવનવી અજાયબીઓને સાંભળીને લોકો વિશ્વના દરેક ખૂણાથી અહીં આવે છે. બાબાને માનતા ભક્તોમાં અને જાણીતા લેખક રિચાર્ડ આલ્બર્ટે બાબાના જીવન ઉપર એક પુસ્તક મિરેકલ ઓફ લવ નામે લખ્યું હતું. આ પુસ્તક બાબા નેમ કોરોડીના જીવનમાં થયલા ચમત્કારોનું વિગતવાર વર્ણન કરેલું છે. હોલિવૂડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ, એપલ સ્થાપક સ્ટીવ જોબ્સ અને ફેસબુક સ્થાપક માર્ક ઝુકરબર્ગ સહિત અનેક મોટાં વિદેશી નામો બાબાના ભક્તગણમાં સામેલ છે.

નીમ કરોડી બાબાના આશ્રમની સ્થાપનાનો મેળો


આમ તો અહીં આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. હનુમાનજી અને બાબા બંનેના અહીં ખૂબ જ ભવ્ય દર્શન થાય છે. કહેવાય છે કે અહીં આવનાર કોઈપણ શ્રદ્ધાળુ ખાલી હાથે નથી જતો. અહીંના આશ્રમની સ્થાપના ૧૫ જૂન, ૧૯૬૪માં થઈ હતી. તેથી દર વર્ષે અહીં વિશેષ મેળો ભરાય છે અને દેશ – વેદશથી શ્રદ્ધાળુઓ આવે છે. આખા વિશ્વમાં નીમ કરોડી બાબાના હજારો લાખો ભક્તો છે જેમણે તેમના ૧૦૮થી વધુ આશ્રમ પણ સ્થાપ્યા છે. અહીંના આશ્રમ બાદ અમેરિકાનું ન્યૂ મેક્સીકો સ્થિત ટાઊન આશ્રમ છે.

કદી કોઈ કંઠમાં માળા કે કપાળે તિલક ન કરનારા, માત્ર હનુમાનજી પર આસ્થા રાખતા નીમ કરોડી બાબાને લોકો હનુમાનજીના હયાત સ્વરૂપ જ મનતા હતા. તેમના કિસ્સાઓ અને તેમની કૃપાને કારણે ભક્તો અહીં તેમની શ્રદ્ધા મુજબ પોતાની રીતે ખેંચાઈ આવે છે અને તેમને સંતોષકારક રીતે મનોકામના પૂર્ણ થયા વિના નથી રહેતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version