જાણો હનુમાનજીના જન્મ સ્થળ સાથે જોડાયેલા કેટલાક રહસ્યોને…

જાણો હનુમાનજીના જન્મ સ્થળ સાથે જોડાયેલા કેટલાક રહસ્યોને.

ભગવાન હનુમાન આમ તો યુગોના દેવતા છે. તેઓ રામના સમયમાં પણ હતાં અને તેમણે મહાભારતના સમયમાં પણ ભિમને દર્શન આપ્યા હતા અને પોતાની શક્તિનો પર્ચો પણ બતાવ્યો હતો. આજે હનુમાનભક્તોની સંખ્યાનો કોઈ જ તોટો જડે તેમ નથી.

જો તમે હનુમાન ભક્ત હશો તો તમને પણ તેમની સાથે જોડાયેલી વાતો જાણવામાં રસ હશે. આપણે જાણીએ છીએ તેમ હનુમાનજીનો જન્મ ઝારખંડના ગુમલા નામના જિલ્લામાં થયો હતો.

આ એક જંગલ પ્રદેશ છે અહીંની એક ગુફામાં હનુમાનજીનો જન્મ થયો હતો તેવું માનવામાં આવે છે. કે સમય જતાં તે ગુફા આપોઆપ જ બંધ થઈ ગઈ હતી, જેની પાછળ કેટલાએ કારણની કલ્પના કરવામાં આવી છે.

કહેવામાં આવે છે કે હનુમાન દાદાના માતા અંજનીના ગુસ્સાના કારણે આ ગુફા બંધ થઈ ગઈ હતી.
આ જગ્યાનું નામ પણ દેવી અંજની પરથી જ પડ્યું છે- આંજન.

આ ગામ ગુમલા જિલ્લાથી લગભગ 20 કિમી દૂર આવેલું છે. અહીં એક એવું મંદિર છે જ્યાં હનુમાનજી તેમની માતાના ખોળામાં બિરાજમાન છે.

અહીંના લોકોની માન્યતા પ્રમાણે ભગવાન હનુમાનનો જન્મ ગુમલા જિલ્લાના આંજનસ્થાન સ્થિત એક પહાડી ગુફામાં થયો હતો.

આ ગુફા માતા અંજનીના ગુસ્સાના કારણે આપો આપ બંધ થઈ ગઈ હતી. કેહવાય છે કે માતા અંજની અહીંના લોકોની બલી ચડાવવાની પ્રથાથી નિરાશ થઈ ગુસ્સે થયા હતા અને આ ગુફાના દ્વારા આપોઆપ બંધ થઈ ગયા હતા.

વર્ષ 1953માં અહીં માતા અંજની તેમજ હનુમાનજીનું મંદિર બનવવામાં આવ્યું. અહીં ભગવાન હનુમાનનું બાળ સ્વરૂપ જોવા મળે છે. અહીં બાળ હનુમાનને પોતાની માતાના ખોળામાં બિરાજવામાં આવ્યા છે.

આ ગામ સાથે પણ કેટલીએ કથાઓ જોડાયેલી છે. અહીં આવેલા પંપાપુર નામના સરોવરમાં કહેવાય છે કે સતયુગમાં ભગવાન રામ તેમજ તેમના ભાઈ લક્ષમણે સ્નાન કર્યું હતું.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ