હનુમાનજીની મૂર્તિમાંથી લોહીની ધારા નિકળતા લોકો બોલ્યા…’કોરોના વાયરસથી દુઃખી છે હનુમાનજી’, જાણો પછી શું થયું…

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર ખુબ જ ઝડપથી ફેલાઈ રહી છે. દરરોજ લાખોની સંખ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. ચારે બાજુ હાહાકાર થઈ ગયો છે. લોકો એટલા બધા ભયભિત થઈ ગયા છે કે, આ સંકટના સમયમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે, આ કોરોના વાયરસ સંક્રમણની મહામારી (COVID-19)ને દુર કરો. આ દરમિયાન ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર (Gandhinagar) શહેર માંથી એક આશ્ચર્યચકિત કરી ડેટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના માનસા તાલુકામાં આવેલ સામૌ ગામ (Samau Village)માં આવેલ એક ખુબ જ પ્રસિદ્ધ હનુમાન મંદિર (Lord Hanuman Temple) આવેલ છે. આ મંદિરની ઘણી માન્યતાઓ છે. હવે આ મંદિરમાં વિરાજમાન ભગવાન હનુમાનજી (Lord Hanuman)ની પ્રતિમા માંથી લોહીની ધારા વહી રહી છે.

image source

આ હનુમાન મંદિરમાં આવેલ હનુમાનજીની પ્રતિમા માંથી લોહીની ધારા વહેવાની ખબર આખા ગાંધીનગર શહેરમાં આગની જેમ ફેલાઈ ગઈ, ત્યાર બાદ આ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

આપને જણાવી દઈએ કે, સામૌં ગામ ગાંધીનગર જીલ્લાના માનસા તાલુકામાં આવેલ છે. સામૌ ગામમાં ૧૨૦૦ વર્ષ જુનું હનુમાનજીનું મંદિર આવેલ છે. આસપાસના વિસ્તારમાં આ મંદિરને લઈને ઘણી માન્યતાઓ છે.આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ માંથી લોહીની ધારા નીકળવાની વાત સાંભળીને અહિયાં લોકોની ભીડ ઉમટી પડી છે. મંદિરમાં આવતા તમામ ભક્તો આ ચમત્કારને જોવા ઈચ્છે છે.

આ ચમત્કારિક ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ આ વિડીયોમાં ભગવાન હનુમાનજીની પ્રતિમાના એક અંગુઠા માંથી લોહી વહી રહ્યું હોય તેવું જોઈ શકાય છે. સ્થાનિક લોકો આ ઘટનાથી ખુબ જ ભયભીત થઈ ગયા છે. તો ત્યાં જ કેટલાક લોકોના કહ્યા મુજબ આવું ત્યારે થાય છે જયારે ગામ પર કોઈ આપત્તિ આવવાની હોય છે.

ગ્રામજનોનું કહેવું છે કે, આ ફક્ત ત્યારે થાય છે જયારે કોઈ મોટી મહામારી ફેલાવવાની હોય છે. આ એક વિચિત્ર ઘટના છે. ગામના લોકોએ મંદિરમાં જઈને ભગવાન હનુમાનજીની પૂજા- અર્ચના કરીને ગામ પર કોઈ મોટી મુશ્કેલી ના આવે એટલા માટે માનતા માની છે. આપને જણાવી દઈએ કે, આ ઘટના થયા પછી મોટી સંખ્યામાં લોકો મંદિરમાં પહોચીને આ ચમત્કારિક ઘટનાને જોઈ રહ્યા છે.

ત્યાં જ કોરોના વાયરસ સંક્રમણની મહામારીની વાત કરીએ તો વેક્સિનેશન થવા છતાં પણ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસ અનિયંત્રિત થતા જઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આજ રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયેલ નવા ૭૪૧૦ કેસ સામે આવ્યા છે. જો કે, આ દરમિયાન ૨૬૭૨ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પણ પરત ફર્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત જીલ્લા અમદાવાદ અને સુરત શહેરો છે. આ બંને શહેરોમાં રોજના ૧૫૦૦ કરતા વધારે કેસ નોંધવામાં આવી રહ્યા છે જેનાથી સરકાર ખુબ જ ચિંતિત છે.

મોટી સંખ્યામાં ભક્તો મંદિર પહોચી રહ્યા છે.

ભક્તો દ્વારા આ ઘટનાને ચમત્કાર માનવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!